Translate to...

1 મહિના પહેલા આત્મહત્યા કરનાર નાગેશ્રી ગામના યુવકના ઘરમાંથી 1.5 કરોડનાં સોના-ચાંદીના દાગીના મળ્યાં

1 મહિના પહેલા આત્મહત્યા કરનાર નાગેશ્રી ગામના યુવકના ઘરમાંથી 1.5 કરોડનાં સોના-ચાંદીના દાગીના મળ્યાં




અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં વ્યાજ વટાવ કરતા એક યુવકે એક મહિના પહેલા આત્મહત્યા કરી હતી. મૃતક હિતેશ ગોરડીયાના રહેણાંક મકાનની પોલીસે તપાસ કરતાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત દોઢ કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

મૃતક ગેરકાયદેસર વ્યાજનું મોટુ નેટવર્ક ચલાવતો હતોઘટનાની વિગત અનુસાર વ્યાજ વટાવનો ધંધો કરતા હિતેશ ગોરડીયાએ એક મહિના પહેલા આત્મહત્યા કરી હતી. મૃતક હિતેશ ગોરડીયા આજુબાજુના ગામના લોકોને ઉંચા વ્યાજે પૈસા આપતો હતો. ત્યારે પોલીસે મૃતક હિતેશભાઈના ઘરમાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1 કરોડ 56 લાખ 41 હજાર 58નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દામાલ 700થી વધુ લોકોનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સોના-ચાંદીના જથ્થો સગેવગે થાય તે પહેલા પોલીસે જપ્ત કરી લીધો છે. ઉલ્લેખનિય છે કે મૃતક આ વિસ્તારમાં ગેરકાયદેસર વ્યાજનું મોટુ નેટવર્ક ચલાવતો હતો. હાલ તો પોલીસે તમામ મુદ્દમાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(જયદેવ વરૂ-અમરેલી)







1.5 crore gold and silver jewelery found home in Nageshwari village