Translate to...

જાસૂસીના કારણે અમેરિકાએ ચીનની એમ્બેસી બંધ કરી, ભારતે 106 એપ પર લગાવ્યો પ્રતિબંધ, બ્રિટને 5જી નેટવર્ક પરથી ચીનની કંપનીઓને હટાવી

જાસૂસીના કારણે અમેરિકાએ ચીનની એમ્બેસી બંધ કરી, ભારતે 106 એપ પર લગાવ્યો પ્રતિબંધ, બ્રિટને 5જી નેટવર્ક પરથી ચીનની કંપનીઓને હટાવી4 મેં ના રોજ એજન્સી રોયટર્સે એક સ્પેશિયલ રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં ચીનની સરકારનો એક ઇન્ટરનેશનલ રિપોર્ટના હવાલાથી કહેવાયું હતું કે દુનિયાભરમાં એન્ટી-ચાઈના સેન્ટિમેન્ટ્સ એટલે કે ચીન વિરોધી ભાવના 1989માં થિયાનમેન ચોક પર થયેલ નરસંહાર પછી સૌથી વધુ છે. આ રિપોર્ટને ચીનના ગૃહ મંત્રાલયને રાષ્ટ્રપતિ શી જિનપિંગે સોંપ્યો હતો.

દુનિયામાં એન્ટી-ચાઈના સેન્ટિમેન્ટ્સ વધવા પાછળ કોરોના વાયરસને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે ચીન વિરુદ્ધનું વાતાવરણ બનશે અને અમેરિકા સાથે સીધો મુકાબલો થશે.

પરંતુ, ફક્ત કોરોના વાયરસ જ નહિ પણ બીજા પણ અનેક કારણો છે, હોંગકોંગનો મુદ્દો હોય કે શિનજિયાંગમાં ઉઇગર મુસલમાનોના માનવ અધિકારોની વાત હોય. કે પછી સરહદ વિવાદ. આ કારણોથી ચીન દુનિયામાં ચારે તરફથી ઘેરાઈ રહ્યું છે. પરંતુ, આશ્ચર્યજનક વાત તે પણ છે કે ચારે બાજુથી ઘેરાઈ જવા છતાં ચીન પર આનાથી કોઈ વધારે ફરક પડી રહ્યો નથી.

સૌથી પહેલા વાત તે 6 કારણોની ,જેના લીધે ચીન ઘેરાયું 1. હોંગકોંગ : ચીને અહિયાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો। જેમાં હોંગકોંગમાં દેશદ્રોહ, આતંકવાદ, વિદેશી દરમિયાનગીરી અને વિરોધ પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓને રોકવાની જોગવાઈ છે. કાયદા નું ઉલ્લંઘન કરવા પર ત્રણ વર્ષની જેલની સજા થી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. કાયદો 1 જુલાઈથી લાગુ છે અને હવે અહીંયા ચીનની સુરક્ષા એજન્સીઓ કર કરી શકાશે. અત્યાર સુધી તેવું નહતું.

2. શિંજિયાંગ : ચીનના કબજા હેઠળ આ ક્ષેત્રમાં 45%થી વધુ જનસંખ્યા ઉઇગર મુસલમાનોની છે. ચીન પર ઉઇગર મુસલમાનોના માનવ અધિકારોના ઉલ્લંઘનનો આરોપ છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચીન ઉઇગર મહિલાઓની જબરજસ્તી નસબંધી કરી રહ્યું છે, જેથી જેમની જનસંખ્યા પર કાબુ મેળવી શકાય.

3. તાઇવાન : ચીન તાઇવાન ને પોતાનો ભાગ બતાવે છે અને જ્યારે હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલી કરવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે ચીનમાં તાઇવાનને લઈને પણ ચર્ચા થઇ રહી હતી કે તાઇવાનની મિલેટ્રી ટેક ઓવર કરી લેવી જોઈએ. પરંતુ, ચીનના માટે આ બધું આસાન ન હતું. તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેન કહે છે કે, તાઇવાન બીજું હોંગકોંગ બનાવ નથી માંગતું. તાઇવાનનો દાવો છે કે ચીન વારંવાર મિલેટ્રી વિમાન મોકલી રહ્યું છે.

4. સરહદ વિવાદ : ભારત ની સાથે ચીનનો સરહદ વિવાદ ચાલી રહ્યો છે. જૂનમાં લદ્દાખ સરહદ પર બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ પણ થયું હતું. પરંતુ, ફક્ત ભારત જ નહિ, પણ બીજા દેશોની સાથે પણ ચીનનો સરહદી વિવાદ ચાલુ છે. આ ઉપરાંત ચીન દક્ષિણ ચીન સાગર પર પણ પોતાનો હક દર્શાવી રહ્યું છે. પણ અહીંયા અમેરિકા અને બ્રિટને પણ પોતાના જહાજ તૈનાત કર્યા છે.

5. જાસૂસી : અમેરિકામાં ગત સપ્તાહે જ સિંગાપોરના એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. તેને અમેરિકામાં ચીનના જાસૂસ તરીકે કામ કરવાના આરોપમાં દોષિત જાહેર કરાયો છે. આ ઉપરાંત એક ચીની રિસર્ચરની પણ અટકાયત કરવામાં આવી છે. જેના પર ચીનની સેના સાથે પોતાના સંબંધો છુપાવવાનો આરોપ છે. આ ઉપરાંત ચીનની ટેક કંપનીઓ હુવાવે અને જેડટીઈને પણ અમેરિકા સુરક્ષા સામે ખતરા સમાન ગણાય છે.

6.કોરોના વાયરસ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત જાહેરમાં કોરોના વાયરસને 'ચીની વાયરસ' કહી ચુક્યા છે. કોરોના વાયરસ ક્યાંથી નીકળ્યો? તેની તાપસ માટે મેં મહિનામાં 73મી વર્લ્ડ હેલ્થ એમ્બેસીમાં એક દરખાસ્ત રજુ કરાઈ હતી. આ દરખાસ્તનું ભારતે પણ સમર્થન કર્યું હતુ. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ન્યુઝીલેન્ડ, કેનેડા, કતાર, સાઉદી અરબ, આફ્રિકી દેશ, યુરોપિયન યુનિયન, યુક્રેન, રશિયા અને બ્રિટન સહીત 100થી વધુ દેશોના નામ છે.

અમેરિકા- બ્રિટેન ,ભારત જેવા દેશ ચીનની વિરુદ્ધ

1. અમેરિકા : ચીનની 11 કંપનીઓ પર પ્રતિબંધ, બંને દેશોએ બંને દેશોએ એક-બીજાની એમ્બેસી બંધ કરી

અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ કોઈ નવી વાત નથી, પરંતુ કોરોના વાયરસના આ સમયમાં છેલ્લા 7 મહિનામાં બંને દેશો વચ્ચેનો ટકરાવ ખુલીને સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તો કોરોના વાયરસ માટે સીધું જ ચીનને જવાબદાર ગણાવે છે. તેઓ તો ત્યાં સુધી કહી ચુક્યા છે કે કોરોના વાયરસને છુપાવવામાં ડબલ્યુએચઓ એ પણ ચીનને મદદ કરી છે. ટ્રમ્પ વારંવાર કોરોના વાયરસને 'ચીની વાયરસ' કહે છે.

જુલાઈની શરૂઆતમાં જ અમેરિકાની ગુપ્ત એજન્સી એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રે એ ચીનને અમેરિકા માટે સૌથી મોરો 'ખતરો' ગણાવ્યો છે. તેમણે આ પહેલા 30 જૂને અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશન એટલે કે એફસીસીએ પણ ચીનની હુવાવે અને જેટીઈને રાષ્ટ્રીય સુરક્ષા માટે 'ખતરો' ગણાવ્યો છે.

જુલાઈમાં જ અમેરિકાએ ટેકસાસના હ્યુસ્ટન સ્થિત ચીનની એમ્બેસીને બંધ કરવાના આદેશ આપી દિધો હતો. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોના કહેવા પ્રમાણે, આવું એટલા માટે કરવામાં આવ્યું કે ચીન 'બૌદ્ધિક મિલકત' ચોરી રહ્યું હતું. બદલમાં ચીને પણ ચેંગડુ સ્થિત અમેરિકાની એમ્બેસીને બંધ કરી દીધું હતું.

અમેરિકાએ 7 જુલાઈના રોજ એવા ચીનના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો, જે અમેરિકી પત્રકાર, ટૂરિસ્ટ્સ, રાજદ્વારીઓ અને અધિકારીઓને તિબ્બત જતા અટકાવવાના જવાબદાર હતા. જવાબમાં ચીને પણ કેટલાક અમેરિકી અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવ્યો હતો.

આ ઉપરાંત ચીનના શિંજિયાંગ ક્ષેત્રમાં ઉઇગર મુસલમાનોના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાના મામલામાં અમેરિકાએ 11 જેટલી ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અમેરિકાના અધિકારીઓ અનુસાર, આ કંપનીઓ 10 લાખ ઉઇગર મુસલમાનોનું શોષણ કરતી હતી.

એટલું જ નહિ, હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવાના નિર્ણયનો અમેરિકાએ પણ વિરોધ કર્યો હતો. અમેરિકાનું એવું કહેવું હતું કે આ નવો કાયદો હોંગકોંગના લોકોની સ્વતંત્રતા પર ખતરા સમાન બની શકે છે. આ મામલે ચીને જવાબી કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.

આ તમામ બાબતો ઉપરાંત દક્ષિણ ચીની સાગરમાં પણ અમેરિકાએ જહાજ મોકલ્યા હતા. કેટલાક દિવસ પહેલા જ ચીનની કમ્યુનિસ્ટ સરકાર સમર્થિત થિન્ક ટેન્ક સ્ટ્રેટેજિક સિચ્યુએશન પ્રોબેશન ઇનિશિએટિવે દાવો કર્યો હતો કે અમેરિકાના પી-8એ (પ્રોસાઇડન ) અને ઈપી-3ઈ એરક્રાફટ એ દક્ષિણ ચાઈના સમુદ્રથી ચીનના ઝેજિયાંગ અને ફુજિયાન સુધી ઉંડાણ ભરી હતી. થોડા સમય પછી પી-8એ પરત ફર્યું અને ફરી તે શંઘાઈથી 76.5 કિલોમીટર દૂર સુધી ઉડાન ભરતું રહ્યું હતું.

2. બ્રિટન : 5જી નેટવર્કથી ચીનની કંપનીઓને દૂર કરી , હોંગકોંગ સામે પણ વિરોધ

મેં મહિનાના અંતમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનએ ડી-10 ગ્રુપ બનાવવાનો આઈડિયા જણાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ ગ્રુપમાં જી-7માં સામેલ તમામ સાત દેશો ઉપરાંત ભારત, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ કરવામાં આવે. આ ગ્રુપનો હેતુ ચીનની વિરુદ્ધ રણનીતિક એકજૂથતા બની રહે. જોનસનનું માનવું હતું કે તમામ દેશ 5જી ટેક્નોલોજી પાર મળીને કામ કરે, જેથી ચીન પરના અવલંબનનો અંત આવે.

બોરિસ જોનસને મેં મહિનામાં આ આઈડિયા આપ્યો હતો અને જુલાઈમાં બ્રિટનના 5જી નેટવર્કથી ચીનની હુવાવે કંપનીને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. જોનસનના આ નિર્ણય બાદ બ્રિટનના સર્વિસ ઓપરેટર્સ પર હુવાવેના નવા 5જી ના સાધનોની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સાથે જ ઓપરેટર્સને પોતાના નેટવર્કથી 2027 સુધી હુવાવેની 5જી કિટ પણ દૂર કરવી પડશે.

જોનસનનો આ નિર્ણય ચીન અને હુવાવે માટે બહુ મોટો ઝટકો છે. અમેરિકા પહેલા જ આરોપ લગાવી ચૂક્યું છે કે હુવાવેના 5જી નેટવર્ક દ્વારા ચીન જાસૂસી કરી રહ્યું છે.

આ પહેલા ચીને જ્યારે હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો, તો બોરિસ જોનસને ચીનના આ નિર્ણયનો વિરોધ કરતા હોંગકોંગના 30 લાખ લોકોને બ્રિટનમાં સ્થાયી થવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે નવો કાયદો હોંગકોંગની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. હોંગકોંગ પહેલા બ્રિટનનો જ ભાગ હતો, પરંતુ વર્ષ 1997માં બ્રિટને તેને ચીનને પરત કરી દીધું હતું.

આ સાથે જ હોંગકોંગમાં નાયો કાયદો અમલી બન્યા બાદ બ્રિટને હોંગકોંગની સાથેના પ્રત્યાર્પણ કરાર સ્થગિત કરવાનું એલાન કર્યું હતું. આ કરાર દ્વારા હોંગકોંગમાં ગુનો કરનાર જો બ્રિટન ભાગી જાય છે, તો તેમને પકડીને હોંગકોંગ મોકલી સકતા હતા. નવા કાયદા પર બ્રિટનના વિદેશ મંત્રી ડોમનિક રોબે કહ્યું કે ચીનની તરફથી હોંગકોંગ પર નવો કાયદો થોપવો, બ્રિટનની નજરમાં આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન છે.

આ ઉપરાંત ચીનના શિંજિયાંગ ક્ષેત્રમાં ઉઇગર મુસલમાનોના માનવ અધિકારનો મુદ્દો પણ બ્રિટને ઉઠાવ્યો હતો. બ્રિટનનું કહેવું હતું કે શિંજિયાંગમાં ઉઇગર મુસલમાનોની જબરજસ્તીથી નસબંધી કરવામાં આવી રહી છે.

3.ભારતઃ 100થી વધુ ચીનની એપ્સ પર પ્રતિબંધ, કારોબાર માટે નિયમ બનાવવામાં આવ્યા

મેમાં ભારતે એફડીઆઈના નિયમોમાં ફેરફાર કર્યા હતા. નવા નિયમો અંતર્ગત જે દેશોની સીમાઓ ભારત સાથે જોડાયેલી છે, જો તે ભારતની કોઈ કારોબાર કંપનીમાં રોકાણ કરે છે તો તેના માટે કેન્દ્ર સરકારની મંજરી લેવી પડશે. અગાઉ આ પ્રતિબંધ માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશના રોકાણકારો માટે જ હતો.

સરકારે જનરલ ફાઈનાન્શિયલ નિયમ 2017માં પણ ફેરફાર કર્યો છે. જે દેશોની સીમા ભારતની સીમા સાથે જોડાયેલી છે, તેઓ સરકારી ખરીદીમાં બોલી લગાવી શકશે નહિ. જો તે દેશ બોલી લગાવવા માંગે છે તો તેણે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડની રજિસ્ટ્રેશન કમિટીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સિવાય તેમણે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયમાંથી પર મંજૂરી લેવી પડશે. આ નિયમોમાં ફેરફારની સૌથી વધુ અસર ચીન પર થઈ છે.

આ સિવાય જ્યારે લદ્દાખ સીમા પર ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ત્યારે સરકારે ટિકટોક, યુસી બ્રાઉઝર સહિત 59 ચીનની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેના થોડા દિવસો પછી સરકારે ચીનની બીજી 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધીમાં સરકાર 106 ચીનની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.

4. તાઈવાનઃ દક્ષિણ ચીન સાગરમાં મિલેટ્ર ડ્રિલ કરી

ચીન અને તાઈવાનની વચ્ચે અલગ પ્રકારનો સંબંધ છે. 1911માં ચીનમાં કોમિંગતાંગની સરકાર બની. 1949માં અહીં ગૃહયુદ્ધ થયું અને માઓ ત્સે તુંગના નેતૃત્વમાં કમ્યુનિસ્ટોએ કોમિંગતાંગની પાર્ટીને હરાવી. હાર પછી કોમિંગતાંગ તાઈવાન જતા રહ્યાં હતા.

1949માં ચીનનું નામ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના પડ્યું અને તાઈવાનના રિપબ્લિક ઓફ ચાઈના પડ્યું. બંને દેશો એક-બીજાને માન્યતા આપતા નથી.

ચીન વારંવાર તાઈવાનને પોતાનો હિસ્સો ગણાવતું રહે છે. જોકે તાઈવાન પોતાને અલગ દેશ ગણે છે. મેમાં તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને પડાકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તાઈવાન ક્યારે પણ ચીનના નિયમો અને કાયદાને માનશે નહિ. ચીને આ હકીકતની સાથે શાંતિથી જીવવાનો રસ્તો શોધવો પડશે.

આ સિવાય દક્ષિણ ચીનના સમુદ્રને લઈને પણ ચીન અને તાઈવાનની વચ્ચે ખેંચતાણ થતી રહે છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી દખલગીરીને ધ્યાનમાં રાખીને તાઈવાને 5 દિવસની મિલિટ્રી ડ્રીલ કરી. તેમાં ચીનની મિસાઈલને તોડી પાડવા પર ફોકસ હતું. આ સિવાય અહીં મિરાજ 2000, એફ-16 ફાઈટર જેટ અને પી-3સી એન્ટી સબમરીન ફાઈટર જેટ તહેનાત કરાયા છે. તાઈવાનની સેનાએ જણાવ્યું છે કે ચીનના હુમલાના ખતરાને પગલે આ ગોઠવણી કરવામાં આવી છે.

હોંગકોંગના દેખાવકારોએ પણ તાઈવાનને સમર્થન આપ્યું છે. જ્યારે ચીને હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો તો હોંગકોગે લોકોની મદદ કરવા માટે તાઈવાનની રાજધાની તાઈપેમાં ઓફિસ શરૂ કરી. આ ઓફિસમાંથી એવા લોકોને મદદ મળશે, જે નવો કાયદો લાગુ થયા પછી હોંગકોંગથી તાઈવાન આવી રહ્યાં છે.

5. ઓસ્ટ્રેલિયા: કોરોનાની તપાસનું સમર્થન કર્યું, હોંગકોંગના લોકોને નાગરિકતાનો પ્રસ્તાવ

ઓસ્ટ્રેલિયાનું નામ એ દેશોમાં સામેલ છે જેના સંબંધો છેલ્લા અમુક મહિનાથી ચીન સાથે ખરાબ થયા છે. ઓસ્ટ્રેલિયાએ અગાઉથી જ કોરોનાવાયરસની તપાસની માંગણીનું સમર્થન કર્યું હતું. તેનાથી ચીન ઓસ્ટ્રેલિયા સામે ચિડાઇ ગયું હતું. ચીને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પર અમુક પ્રતિબંધ લગાવી દીધા હતા.

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર રીતે દક્ષિણ ચીન સમુદ્ર પર ચીનના દાવાને ફગાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ UNમાં કહ્યું હતું કે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના દાવાનો કોઇ કાયદાકીય આધાર નથી.

તે સિવયા ઓસ્ટ્રેલિયાએ શિન્જિયાંગ અને હોંગકોંગમાં માનવાધિકારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ચીનની કંપની હુવાનેને ઓસ્ટ્રેલિયામાં 5જી નેટવર્કનું નિર્માણ કરવાથી રોકી દેવામા આવી આ હતી. ઓસ્ટ્રેલિયા અવારનવાર ચીન પર તેના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ પણ લગાવતું રહે છે.US closes Chinese embassy over espionage, India bans 106 apps, Britain removes Chinese companies from 5G network