Translate to...

ઈદ મુબારક સાથે ઓગસ્ટ મહિનાનું સ્વાગત, અયોધ્યા સાથે આગળ વધશે આ મહિનો અને વૈજ્ઞાનિકો ઈચ્છશે તો કોરોનાથી મુક્તિ મળશે

ઈદ મુબારક સાથે ઓગસ્ટ મહિનાનું સ્વાગત, અયોધ્યા સાથે આગળ વધશે આ મહિનો અને વૈજ્ઞાનિકો ઈચ્છશે તો કોરોનાથી મુક્તિ મળશે



નવા મહિનાની પહેલી તારીખે સારા સમાચાર અને ઈદ મુબારક. આ મહિના સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાત કરીએ. વર્ષ 2020નો આ 8મો મહિનો છે. કોરોનાથી જે વિકટ સ્થિતિનું સર્જન થયું છે તે સ્થિતિમાં આ મહિનો આશાનું એક કિરણ લઈને આવ્યો છે તેમ પણ કહી શકાય છે. આશા એટલા માટે છે કારણ કે આ મહિને કોરોના વેક્સીન અંતિમ પરીક્ષા પાસ કરી લેશે. ઈદ સાથે આ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે અને આગળ જતા આ મહિનામાં રામ લહેર આવશે, શ્રીકૃષ્ણ જન્મ જયંતિ તથા ગણપતિ બિરાજમાન થશે, આ ઉપરાંત દેશની સ્વતંત્રતાને 73માં દિવસની ઉજવણી થશે, આ તમામ આનંદ-ખુશીના માહોલમાં વિદેશમાં યોજાનારી IPLને કેવી રીતે ભૂલી શકીએ. આ ઉપરાંત દેશમાં ચોમાસાનો વરસાદ પણ આ મહિનામાં તેનો ક્વોટા પૂરો કરે. નવા મહિનામાં કોરોનાના વધી રહેલા કેસ, રાજસ્થાનનો રાજકીય રણસંગ્રામ, હોસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચન અને સુશાંત કેસના વિવાદ વગેરે પર પણ નજર રહેશે. તો ચાલો જોઈએ આજના મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં તમારા માટે શું નવું છે.....

1.રાજસ્થાનમાં રાજકીય રણસંગ્રામઃ હવે જયપુરથી જેસલમેર તરફ

સૌથી પહેલા વાત કરીએ રાજકીય સ્થિતિની તો નવા મહિનાની શરૂઆત સાથે રાજસ્થાનની રાજકીય ઉથલ પાથલ પણ ચોથા સપ્તાહમાં પ્રવેશી ગઈ છે. હોટેલ બંદી બાદ હવે શહેર બંદી થવા લાગી છે. હવે આ રાજકીય સ્થિતિને પાટે ચડતા ચોક્કસપણે સમય લાગશે.

આ તમામ સ્થિતિ વચ્ચે ગેહલોત છાવણીના 95 ધારાસભ્ય 3 વિશેષ વિમાન મારફતે જયપુરથી જેસલમેર શિફ્ટ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ હતી કે પ્લેનમાં જગ્યા ન હોવાથી 2 ધારાસભ્યને હોલેટમાં પરત ફરવું પડ્યું હતું. જતા-જતા ગેહલોતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને નિશાના પર લીધા અને કહ્યું- અમિતજી તમને આ શું થઈ ગયુ છે? દરેક વખતે વિચારો છો કે સરકાર કેવી રીતે પાડી દઉં? આ તમામ ધારાસભ્યો ગત 13 જુલાઈથી જયપુરની એક હોટેલમાં રોકાયા હતા અને હવે તેમને જેસલમેરમાં ફાઈવ સ્ટાર હોટેલ સૂર્યગઢમાં રાખવામાં આવ્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ 14 ઓગસ્ટના રોજ વિધાનસભા સત્ર માટે મંજૂરી આપી છે અને ત્યાં સુધી જયપુરને બદલે જેસલમેરમાંથી આવશે.

હવે વાત આ મહિને યોજાની સૌથી મોટી ઈવેન્ટની કે જેની પર વિશ્વભરની નજર હશે. સૌ 5 ઓગસ્ટની પ્રતિક્ષા કરી રહ્યા છે અને આ માટેની તૈયારી પણ લગભગ અંતિમ તબક્કામાં છે. 2.અયોધ્યામાં રામ મંદીરનો શિલાન્યાસ થયે, દેશમાં ઘીના લાડુ વહેચાશે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કરશે અને આ શુભ પ્રસંગે મિઠાસને વધારવા માટે શુદ્ધ ઘીના લાડુ પ્રસાદ તરીકે વહેચવામાં આવશે. આ માટે વિધ્યાચલના રસોયા 1.11 લાખ લાડુ તૈયાર કરી રહ્યા છે. આ કાર્ય દેવરાહા બાબા સંસ્થાના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. ચાર ઓગસ્ટ સુધીમાં આ લાડુ તૈયાર થઈ જશે. 5 ઓગસ્ટના રોજ ધાર્મિક વિધિથી રામ લલાને આ લાડુ ભોગ ચડાવવામાં આવશે. ત્યારબાદ પ્રસાદને અયોધ્યા તેમ જ દેશના તમામ તીર્થ સ્થળો પર રહેલા રામભક્તો સુધી પહોંચાડવામાં આવશે. સંસ્થાના સંત તુષાર દાસે કહ્યું કે વિતરણ માટે 15 કારીગર લાડુ તૈયાર કરી રહ્યા છે અને તેમા ત્રણ, પાંચ અને 11 લાડુવાળા ડબ્બામાં પેક કરવામાં આવી રહ્યા છે. 2 ઓગસ્ટના રોજ સીએમ યોગી તૈયારીનું અંતિમ નિરીક્ષણ કરવા અયોધ્યા પહોંચશે.

3. હે ભગવાન! સુશાંતના આત્મને શાંતિ આપજો, કેસ તો લાંબો ચાલશે હવે વાત સુશાંત સુસાઈડ કેસની કરીએ,જેણે બોલીવુડમાં સનસની મચાવી છે. જૂલાઈના અંતે આ કેસે એવી સ્પીડ પકડી છે આ કેસથી ફક્ત ફિલ્મી હસ્તીઓ જ નહીં પણ બે રાજ્યો પણ એકબીજાની સામે આવી ગયા છે. ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમમાં શુક્રવારે સુશાંતના પિતાના ગંભીર આરોપો બાદ પ્રથમ વખત રિયા ચક્રવર્તી હાથ જોડી રડતા રડતા સામે આવી. રિયાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે કે તેને ભગવાન અને અદાલતો પર ખૂબ વિશ્વાસ રાખે છે. તેને ન્યાય મળશે તેવો તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રિયાએ કહ્યું- સત્યમેવ જયતે, સત્યની જીત થશે. રિયા સામે સુશાંતના પિતાએ પટનામાં આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો એક કેસ દાખલ કર્યો છે. રિયાના વકીલ સતીશ માનશિંદે મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બુધવારે પટના પોલીસ રિયાની પૂછપરછ કરવા માટે મુંબઈ પહોંચી હતી. પણ ત્યાં તે જોવા મળી ન હતી. હવે વાત કોરોનાની કરીએ- ડરના માહોલ વચ્ચે ઓગસ્ટ મહિનો આવી ગયો. પણ કોરોના મહામારીનું જોખમ એક મોટી લહેર સ્વરૂપમાં સૌને તાણીને લઈ જઈ રહીછે. હવે સૌને આશા છે કે એક વખત વેક્સીન આવી જાય એટલે જીવન પાટા પર ચડવા લાગશે-

4. વિશ્વમાં 1.75 કરોડ કેસ થયા, ક્યારે આવશે વેક્સીન? વિશ્વમાં કોરોના વાઈરસથી સંક્રમણના અત્યાર સુધી 1 કરોડ 74 લાખ 76 હજાર 105 કેસ સામે આવી ગયા છે. તેમા 1 કરોડ 9 લાખ 39 હજાર 477 દર્દીને સારું થઈ ગયુ છે. બીજી બાજુ 6 લાખ 76 હજાર 759 લોકોના મોત થયા છે. 1 નંબર અમેરિકા, 2 નંબર પર બ્રાઝીલ અને 3 નંબર પર ભારત છે. કોરોના સંક્રમણને લીધે થયા મૃત્યુની બાબતમાં ભારત હવે ઈટાલીને પાછળ રાખી 5માં ક્રમ પર પહોંચી ગયુ છે. શુક્રવારે સવારે ભારતમાં કોરોનાથી 35 હજાર 786 મૃત્યુઆંક પહોંચી ગયો છે. અમેરિકામાં બે વેક્સીનના ફેઝ-3નો ટ્રાયલ શરૂ થઈ ગયો છે. ભારત અને ઈઝરાયલના વૈજ્ઞાનિકો સાથે મળી રેપિડ ટેસ્ટિંગ કિટ તૈયાર કરવા છેલ્લા 3 દિવસથી કામ કરી રહ્યા છે. પ્રયોગ સફળ થશે તો ફક્ત 30 સેકન્ડમાં જ કોરોનાની તપાસ કરી રિપોર્ટ મેળવી શકાશે. જોકે, બીજી બાજુ ચીન ફરી વખત સૌને ડરાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં સંક્રમણના 127 નવા કેસ આવ્યા છે.

કોરોના મહામારી વચ્ચે ભાસ્કરની ડેટા સ્ટોરીની વાત કરીએ તો સૌને માટે એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. વર્ષ 2100 સુધી ભારત અને ચીનની વસ્તી વધવાને બદલે ઘટવાના સંકેત છે-

5. વર્ષ 2048 બાદ વિશ્વમાં વસ્તી વૃદ્ધિ માટે ભારત કારણરૂપ નહીં બને તાજેતરમાં એક અગ્રણી સંસ્થા લેન્સેટ તરફથી એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ પ્રમાણે વર્ષ 2064માં વિશ્વની વસ્તી ઉચ્ચ સપાટી પર હશે. ત્યારબાદ તેમા ઘટાડો થવા લાગશે. આ અગાઉ UNએ વર્ષ 2100માં વસ્તી સર્વોચ્ચ સપાટી પર હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. અહેવાલ પ્રમાણે વર્ષ 2064માં વિશ્વની વસ્તી 973 કરોડ હશે. 2100 સુધી તે ઘટીને 878 કરોડ થશે. ભારત વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હશે. જોકે તેની વસ્તી વર્ષ 2048 બાદ ઘટવા લાગશે. ગ્લોબલ ફર્ટીલિટી રેટ 2100 સુધી ઘટી 1.66 થઈ જશે. ભારત સહિત વિશ્વના એ દેશોમાં ફર્ટિલિટી રેટ 70 ટકા સુધી ઓછો હશે કે જ્યાં વસ્તી વધારે છે. વર્ષ 2100માં ભારતના ફર્ટિલિટી રેટમાં 68 ટકા સુધી ઘટાડો આવશે. 138 કરોડ વસ્તી ધરાવતા ભારતમાં 2100 સુધી 28 ટકા વસ્તી ઓછી થઈ જશે.

હવે વાત બોલીવુડના બીગ બીની, જેમને હોસ્પિટલમાં આજે 21મો દિવસ છે. તેમનો દિકરો અભિષેક તેમની સાથે છે.

6. અમિતાભજી જલ્દી સાજા થાય, અને તંદુરસ્ત થઈ ઘરે પહોંચો તેવી શુભકામના શુક્રવારે હોસ્પિટલમાં અમિતાભનો 21મો દિવસ હતો. તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. પોતાના દાર્શનિક અંદાજમાં તેમણે બ્લોક લખ્યો- દિવસમાં તેને સૌથી વધુ પ્રતિક્ષા એવા સમયે હોય છે કે જ્યારે તે વોર્ડમાં ડોક્ટર્સ અને નર્સિસની મુલાકાત હોય છે. કારણ કે તેમના પર જ પોતાની તમામ આશા ટકેલી હોય છે.આઈસોલેશન, ક્વોરન્ટીન, એકાંત, મેડિકલ કેર રૂમ... અને વિશેષ કંઈ જ નહીં.

તેઓ વધુમાં લખે છે. વિચારું છું એક કલાકમાં નર્સ આવી જાય, ઈન્જેક્શન મારફતે દવા આપવામાં આવશે, ફેફસાંની તપાસ થશે, શરીરની તપાસ થશે. કેટલા શ્વાસ લીધા, કેટલા સમય સુધી શ્વાસ રોક્યા....પછી દિવસના ટાઈમિંગને પછાડવાનો છે...વધારે સારો કરવાનો છે.....લેબ રિપોર્ટના પેરામીટરના નંબર પૂછીએ છીએ... તેમના શબ્દો સમજાતા નથી અને એ પણ નથી સમજાતુ કે ડોક્ટર્સ શું કહે છે.

હવે સમાચારથી આગળ વધીને જાણીએ કે શનિવારનો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે આજે ચંદ્રમા પૂર્વાષાઢ નક્ષત્રમાં રહેશે. જેથી માતંગ નામનો શુભ યોગ બને છે. આ શુભ યોગનો ફોયદો મેષ, વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિવાળા લોકોનો સમાવેશ થાય છે. બાકી 4 રાશિવાળા લોકોએ સાવચેત રહેવું. ન્યૂમેરોલોજિસ્ટ ડો.કુમાર ગણેશના મતે 1લી ઓગસ્ટનો મૂળાંક 1, ભાગ્યાંક 4, દિવસ અંક 8, માસાંક 8 અને ચલિત અંક 1,4 છે. શનિવારે અંક 1,4 સાથે અંક 8ની પરસ્પર પ્રબળ વિરોધી યુતિ બને છે. અંક 1ના અંક 4 સાથે વિરોધી યુતી બને છે.

ટેરો કાર્ડ રીડર શીલા એમ.બજાર કહે છે કે 12 પૈકી 9 રાશિ માટે અનેક બાબતોમાં ભાગ્યનો સાથ મળશે. મેષ રાશિવાળા માટે સહાયતા અને સંશાધન બન્ને મળવાના સંકેત છે. વૃષભ રાશિવાળા માટે દિવસ નકારાત્મક પ્રતિક્રિયાઓ વાળો હોઈ શકે છે.

આજનો દિવસ શાં માટે વિશેષ છે અને કયા ફેરફાર થશે 1 ઓગસ્ટથી દેશમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા જીવન પર અને ખિસ્સા પર થશે. આ કેટલાક ફેરફારોને જોઈએ.

નાઈટ કર્ફ્યૂનો આજથી અંત દેશભરમાં નાઈટ કર્ફ્યૂનો આજથી અંત આવશે. અનલોક-1માં રાત્રે 9 વાગ્યાતી અને અનલોક-2માં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. હવે આ નિયંત્રણ સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવ્યુ છે.

વાહન ઈન્સ્યોરન્સને લગતા નિયમોમાં ફેરફાર

વિમા ક્ષેત્રની નિયમનકાર ઈરડાના આદેશ પ્રમાણે 1લી ઓગસ્ટથી ગાડીઓ ખરીદતી વખતે કાર માટે 3 વર્ષ અને દ્વિચક્રિય વાહન માટે 5 વર્ષનું થર્ડપાર્ટી કવરેજ લેવાની જરૂર નહીં પડે.

બેન્કિંગ નિયમોમાં ફેરફાર અનેક બેન્કો 1લી ઓગસ્ટથી અકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ ન હોવાના સંજોગોમાં ચાર્જ લેવાની જાહેરાત કરી છે. આ બેન્કોએ ત્રણ મફત લેવડ દેવડના વ્યવહાર બાદ ચાર્જીસ વસૂલ કરશે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, એક્સિસ બેન્ક, કોટક બેન્ક અને આરબીએલ બેન્કે આ ચાર્જીની વાત કરી છે.

હવે કહેવુ પડશે કે પ્રોડક્ટ ક્યાં બની છે 1લી ઓગસ્ટથી ઈ-કોમર્સ કંપનીઓએ માહિતી આપવી જરૂરી બનશે કે જે પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે તે ક્યાં બની છે. તમામ ઈ-કોમર્સ કંપનીઓએ તમામ ન્યૂ પ્રોડક્ટ લિસ્ટિંગની કન્ટ્રી ઓફ ઓરિજિનલ અંગે અપડેટ કરવાનું રહેશે.

PM-Kisan હેઠળ છઠ્ઠો હપ્તો મળશે ખેડૂતો માટે PM Kisan સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો આપવામાં આવશે. એવો દાવો કરવામાં આવે છે કે મોદી સરકારે શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં દેશના 9.85 કરોડ ખેડૂતોને રોકડ રકમનો લાભ પહોંચાડ્યો છે.

આજથી 12 ટકા EPF કપાશે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ છૂટની મર્યાદાનો અંત આવ્યો છે અને આજથી EPF 12 ટકા કપાશે. મે મહિનામાં મોદી સરકારે લોકડાઉનના મહાપેકેજમાં EPFમાં માસિક યોગદાન 24 ટકાથી ઘટાડી 20 ટકા કર્યું હતું.

યુવા અગ્રણીઓ વચ્ચે હશે મોદી પીએમ મોદી પહેલી ઓગસ્ટના રોજ સાંજે 7 વાગે વિશ્વના સૌથી મોટા ઓનલાઈન હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેમાં યુવાનો સાથે મુલાકાત કરશે. તે એક નોન સ્ટોપ ડિજિટલ ડેવલપમેન્ટ કોમ્પિટિશન છે,જેમાં આપણા દેશ સામે આવનારા પડકારોનો સામનો કરવા તથા ડિજીટલ ટેકનોલોજીની ઓળખ કરવામાં આવે છે.







Welcome to August with Eid Mubarak, move forward with Ayodhya this month and get rid of Corona if scientists want