હિસ્ટ્રીશીટર વિકાસે JCBથી પોલીસનો રસ્તો રોક્યો, સીઓને ઘરની અંદર ખેંચીને માથામાં ગોળી મારી

હિસ્ટ્રીશીટર વિકાસે JCBથી પોલીસનો રસ્તો રોક્યો, સીઓને ઘરની અંદર ખેંચીને માથામાં ગોળી મારી



કાનપુરના બિકરુ ગામમાં પોલીસ ઉપર થયેલા હુમલામાં નવી વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અને પોલીસ સૂત્રો મુજબ રેડની જાણકારી વિકાસ દૂબેને પેહેલેથી જ થઈ ગઈ હતી. તેણે રાતમાં જ રસ્તા ઉપર JCB ઊભી રાખી દીધી હતી. આજુબાજુના ઘરમાં હુમલાખોરો છુપાઈ ગયા હતા. પોલીસ જેવી વિકાસના ઘર સામે પહોંચી, તેની છત ઉપરથી ફાયરિંગ શરૂ થઈ ગયું હતું.

અચાનક ફાયરિંગ થતા પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. એક ટીમ પાછળ હટીને બેકઅપ દેવા લાગી. બીજી બે ટીમોએ આગળ વધીને ફાયરિંગનો જવાબ આપવાનું શરૂ કર્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમનું નેતૃત્વ સીઓ બિલ્હોર દેવેન્દ્ર મિશ્રા કરી રહ્યા હતા. તેમણે ઘરની અંદર જવાની કોશિશ કરી. ત્યારે હુમલાખોરોએ તેમને અંદર ખેંચી લીધા અને તેમના માથા ઉપર ગોળી મારી દીધી. આ રીતે સિપાહીઓને પકડી લીધા અને તેમની હત્યા કરી દીધી. અચાનક થયેલા હુમલામાં સર્કલ ઓફિસર અને 3 સબ ઈંસ્પેક્ટર સહિત 8 પોલીસકર્મચારીઓના મોત થયા છે.

પિન્ટુ સેંગર હત્યાકાંડના શૂટર પણ છૂપાયો હોવાની જાણકારી મળી હતી
20 જૂનના રોજ બસપા નેતા પિન્ટુ સેંગરની દિવસે ગોળીમારી હત્યા કરાઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. CCTV ફૂટેજમાં 2 બાઈક ઉપર 4 શંકાસ્પદ જતા જોવા મળ્યા હતો.મૃતકના પરીવાર જનોએ 8 લોકો સામે FRI નોંધાવી હતી. સૂત્રોનું માનીએ તો પોલીસને જાણકારી મળી હતી કે પિન્ટુ હત્યાકાંડના શૂટર પણ હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેના ઘરમાં છૂપાયા છે. આ માહિતીના આધારે બિઠુર, ચોબેપુર અને શિવરાજપુર પોલીસ સ્ટેશનની ટીમ બિલ્હોર સીઓ દેવેન્દ્ર મિશ્રા સાથે રેડ માડવા માટે ગામમાં પહોંચી હતી.

ઘટના સ્થળેથી એકે-47ના ખાલી ખોખા મળ્યા
વિકાસ દુબેના ઘરને ફરતે કાંટાળા તારથી બાઉંડ્રીવોલ બનાવાઈ છે. ગેટ ઉપર CCTV લાગેલા છે. ગેટ સામે જેસીબી ઉભું રખાયું હતું. પોલીસને તલાશી દરમિયાન વિકાસના ઘરેથી ઘણી લક્ઝરી ગાડીઓ મળી. તેના કાંચ તૂટેલા હતા. એવું માનવમાં આવી રહ્યું છે કે અથડામણ દરમિયાન ગાડીઓને નુકસાન થયું છે. ઘટનાસ્થળે એકે-47 મળી હતી. ગામમાં સન્નાટો છવાઈ ગયો છે, લોકો પોતાના ઘર છોડીને બીજા ગામમાં જતા રહ્યા છે.









રેડની જાણકારી વિકાસ દૂબેને પેહેલેથી જ થઈ ગઈ હતી. તેણે રાતમાં જ રસ્તા ઉપર જેસીબી ઊભી રાખી દીધી હતી