હેશટેગ ‘મનેખબરનથી’ ટ્રેન્ડની સામે ભાજપના યુવા મોરચા અને IT સેલે હેશટેગ ‘પાકીખબરછેમને’ ટ્રેન્ડ શરૂ કર્યો

હેશટેગ ‘મનેખબરનથી’ ટ્રેન્ડની સામે ભાજપના યુવા મોરચા અને IT સેલે  હેશટેગ ‘પાકીખબરછેમને’ ટ્રેન્ડ શરૂ કર્યો



ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી પર કટાક્ષ કરતો હેશટેગ‘મનેખબરનથી’ ટ્રેન્ડ ટ્વિટર પર જોરદાર જામ્યો હતો. આ હેશટેગ ટ્રેન્ડિંગમાં પહેલા નંબર પર ચાલ્યો હતો. હેશટેગ ‘મનેખબરનથી’ની સામે આજે ભાજપના IT CELL અને યુવા મોરચાએ હેશટેગ ‘પાકીખબરછેમને’ ટ્રેન્ડ શરૂ કર્યો છે. BJYMના અને ITCELLના નેતાઓ/ કાર્યકરોએ આ હેશટેગ સાથે ટ્વિટર પર રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામગીરી ટ્વીટ કરી છે. ડો. રુત્વિજ પટેલે આ મામલે કરેલું ટ્વીટ...

#_પાકી_ખબર_છે_મને કે ગુજરાતનાં સંવેદનશીલ અને કાર્યક્ષમ મુખ્યમંત્રી @vijayrupanibjp એ કોરોના સામે અપનાવેલી આક્રમક રણનીતિને કારણે અને સુચારુ આયોજન તથા આલા દરજ્જાની મેડિકલ સુવિધાઓને લીધે ગુજરાત હવે કોરોના સામેની લડતમાં અગ્રેસર બની રહ્યું છે.

— Manish Patel (@iManishPatelBJP) July 8, 2020

#_પાકી_ખબર_છે_મને કે મુખ્યમંત્રી @vijayrupanibjp દ્વારા અપનાવાયેલા આક્રમક અભિગમને કારણે ગુજરાતમાં કોરોના સામેની લડાઈ અસરકારક નિવડી.....

— Mayank Darji #aarogyasetuapp