હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે




હાર્વર્ડ અને MIT યુનિવર્સિટીએ બુધવારે ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ટ્રમ્પ પ્રશાસન એવા વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડીને જવાનો આદેશ આપ્યો છે કેજેમના ક્લાસિસ ઓનલાઈન થઈ ગયા છે. યુનિવર્સિટીઓએ આ આદેશની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.હાર્વર્ડના પ્રેસિડેન્ટ લોરેન્સ એસ બેન્કે યુનિવર્સિટી કમ્યુનિટીને આપેલા એક સંદેશમાં કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને આ આદેશ કોઈ પણ સૂચના આપ્યા વગર જ જારી કરી દીધો છે.એવું લાગે છે કે જાણે કોલેજો અને યુનિવર્સિટીઓ પર ક્લાસરૂમ ખોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રશાસને સ્ટૂડેન્ટ, ઈન્ટ્રક્ટર અને અન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈ કોઈ ચિંતા નથી.જે વિદ્યાર્થીનાતમામ ક્લાસિસ ઓનલાઈન તેમના માટે નિર્ણયઅમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર ટ્રમ્પ પ્રશાસને સોમવારે એક મોટો નિર્ણય લીધો હતો. અમેરિકા સરકારે કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓનાતમામ ક્લાસિસ ઓનલાઈન શિફ્ટ કરવામાં આવ્યાછે તેમણે પોતાના ગૃહ દેશમાં પરત ફરવાનું રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીને અસર થશે.આ પૈકી 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થી ચીનથી આવે છે. ત્યારબાદ ભારતીય વિદ્યાર્થીઓની વધારે સંખ્યા છે. સામાન્ય રીતે સ્નાતક કે અનુસ્તાતક વિદ્યાર્થીઓ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા જારી કરવામાં આવતા હોય છે.

ત્રણ વર્ષમાં અમેરિકામાં ગયેલા ભારતીય વિદ્યાર્થીઓવર્ષ 2019માં 2 લાખ 2 હજાર 14 ભારતીય વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. વર્ષ 2018માં 1 લાખ 96 હજાર 271 અને વર્ષ 2017માં 1 લાખ 267 વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે ગયા હતા. સતત 6 વર્ષથી અમેરિકામાં ઈન્ડિયન સ્ટૂડેન્ટ્સ વધી રહ્યા છે. વર્ષ 2018ની તુલનામાં 2019માં 2.90 ટકા વધારે ભારતીય વિદ્યાર્થી અમેરિકા ગયા હતા.

યુનેસ્કોના એક અહેવાલ પ્રમાણે ભારતના કુલ 3 લાખ 32 હજાર 033 વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. તે પૈકી સૌથી વધારે અમેરિકામાં છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન અને જર્મનીનો નંબર આવે છે. અમેરિકાના ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, ટેક્સાસ, મેસાચ્યુસેટ્સ અને ઈલિનોયમાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા વધારે છે.યુનિવર્સિટીઓએ 6 જુલાઈના આદેશને અટકાવવા અપીલ કરીયુનિવર્સિટીએ બોસ્ટનમાં US ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં 6 જુલાઈના રોજ જે આદેશ આપવામાં આવ્યો છે તેને અટકાવવા માંગ કરી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે આદેશ ગેરબંધારણીય છે. યુનિવર્સિટીઓએ કહ્યું છે કે અમે માર્ચથી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની પોલિસી પર વિશ્વાસ કરી છીએ, જેમાં વિદ્યાર્થીઓને રહેવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને નવા વિદ્યાર્થીઓને લઈ નિયંત્રણ લગાવવામાં આવ્યુ ન હતું.

આ સંદર્ભમાં સીનેટર બર્ની સેન્ડર્સે કહ્યું કે આ ટ્રમ્પ પ્રશાસની ક્રુરતા છે. વિદ્યાર્થીઓને ધમકાવીને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જીવને જોખમમાં નાંખીને ક્લાસમાં આવો અથવા દેશ છોડી દો. વિદેશી વિદ્યાર્થીઓ વધારે ફી આપી રહ્યા છે. વર્ષ 2019માં અમેરિકાની કોલેજેમાં 5.5 ટકા વિદેશી વિદ્યાર્થીઓ છે. તેમણે કુલ 3.07 લાખ કરોડ રૂપિયાની ફી ચુકવી છે.

ટ્રમ્પ પ્રશાસનના ત્રણ મહત્વના નિર્ણય1. અમેરિકાની યુનિવર્સિટીમાં દાખલો મેળવી ચુકેલા વિદ્યાર્થીઓના ક્લાસ ફક્ત ઓનલાઈન ચાલી રહ્યા છે, તેને F-1 કે M-1 વિઝા નહીં મળે2. એવા વિદ્યાર્થી જો F-1 અથવા M-1 વિઝા મેળવી ચુક્યા હોય તો તેને આધારે અમેરિકામાં પ્રવેશ મળી શકશે નહીં3. જો એવા કોઈ વિદ્યાર્થી અમેરિકામાં રહે છે કે તો આગામી સેમેસ્ટરથી તેમના F-1 અથવા M-1 વિઝાની અવધિ પૂર્ણ કરી દેશમાંથી બહાર કરવામાં આવશે.







આ ફોટો હાર્વર્ડ યુનિવર્સિટી કેમ્પસનો છે. USમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનવાળા વિદ્યાર્થીઓ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા ઈસ્યુ કરવામાં આવે છે-ફાઈલ ફોટો