હિમાચલ ફરવા જવું છે તો 5 દિવસનું બુકિંગ જરૂરી, 72 કલાક પહેલાનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ સાથે લાવવો પડશે

હિમાચલ ફરવા જવું છે તો 5 દિવસનું બુકિંગ જરૂરી, 72 કલાક પહેલાનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ સાથે લાવવો પડશે



હિમાચલ પ્રદેશ 100 દિવસ બાદ ફરી એક વાર પર્યટકો માટે ખૂલી ગયું છે. રાજ્ય સરકારે દેવભૂમિમાં ફરવા માટે આવતા લોકો માટે બોર્ડર ખોલી છે. શુક્રવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે આ વિશે આદેશ જાહેર કર્યા છે. હવે પર્યટન વિભાગ ટૂરિસ્ટ માટે ગાઈડલાઈન બહાર પાડશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી પર્યટન સાથે જોડાયેલા અનેક લોકોને રાહત મળશે. અનલોક-2 વચ્ચે હોટેલ્સ કારોબારીઓએ સરકાર સાથે આ સંબંધિત ગાઈડલાઈન જાહેર કરવાની માગ કરી છે. રાજ્યમાં કેટલીક શરતો સાથે જ ટૂરિસ્ટ ફરવા આવી શકે છે. તેમાં દિવસનું બુકિંગ અનિવાર્ય છે અને સાથે જ 72 કલાક પહેલાં કરાવેલો કોવિડ-19 ટેસ્ટનો રિપોર્ટ પણ સાથે લાવવો અનિવાર્ય છે.

આદેશ: માન્યતા પ્રાપ્ત લેબનો રિપોર્ટ હોવો જોઈએસરકારના આદેશ અનુસાર, જે પર્યટક ફરવા માટે આવશે તેમની પાસે 72 કલાક પહેલાં કરાવેલો કોરોનાનો રિપોર્ટ હોવો જરૂરી છે. આ ટેસ્ટ રિપોર્ટ ICMRથી માન્યતા મળેલ હોય તેવી લેબનો જ હોવો જોઈએ. આ રિપોર્ટ જોડે હોવાથી પર્યટકોએ ક્વૉરન્ટીન રહેવાની આવશ્યકતા નથી. હિમાચલ આવવા માટે તેમણે ઈ-કોવિડ પાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

કોરોનાનું જોખમ હોટેલ્સ માલિક એક મત નથીહિમાચલમાં પર્યટકો માટે હોટેલ્સ ખોલવા પર હાલ હોટેલ્સ માલિકોમાં બે મત જોવા મળી રહ્યા છે. 1 જૂથ ઈચ્છે છે કે જ્યારે દેશના અન્ય રાજ્યો પણ પર્યટકો માટે ખૂલ્યા છે તો હિમાચલે પણ તેની તૈયારી કરવી જોઈએ. તો બીજી તરફ, બીજું જૂથ ઈચ્છે છે કે, હજુ થોડા સમય રાહ જોવી જોઈએ. તેમની દલીલ છે કે, કોરોનાવાઈરસના કેસોની સંખ્યા દેશમાં જે રીતે વધી રહી છે તે જોઈને અન્ય રાજ્યોના લોકો માટે બોર્ડર ખૂલ્લી ન મૂકવી જોઈએ. તેનાથી હિમાચલમાં કોરોનાના કેસો વધી શકે છે અને વધારે નુક્સાન થઈ શકે છે.







હિમાચલ પ્રદેશમાં પર્યટકો માટે પર્યટન વિભાગ ગાઈડલાઈન જાહેર કરશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પર્યટન કારોબારીઓને મોટી રાહત મળશે.