હેમર મિસાઇલથી સજ્જ થશે રાફેલ, આ મિસાઇલ લદ્દાખ જેવા વિસ્તારમાં 70 કિમીની રેન્જમાં બંકરોનો નાશ કરવા સક્ષમ

હેમર મિસાઇલથી સજ્જ થશે રાફેલ, આ મિસાઇલ લદ્દાખ જેવા વિસ્તારમાં 70 કિમીની રેન્જમાં બંકરોનો નાશ કરવા સક્ષમઆ મહિનાના અંતમાં મળનાર રાફેલ ફાઇટર જેટ વધુ શક્તિશાળી બનાવવામાં આવી રહ્યું છે. એરફોર્સ તેને હેમર મિસાઇલથી સજ્જ કરશે. આ માટે ફ્રાન્સ સાથે વાટાઘાટો કરવામાં આવી છે અને હેમર મિસાઇલ માટે ઇમરજન્સી ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.

સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે ફ્રાન્સ રાફેલ માટે શક્ય તેટલી વહેલી તકે હેમર મિસાઇલ સપ્લાય કરવા તૈયાર છે. એરફોર્સની જરૂરિયાત જોઈને ફ્રેન્ચ અધિકારીઓએ ભારતને કોઈ બીજા માટે તૈયાર કરેલા સ્ટોકમાંથી હેમર આપવાનો નિર્ણય કર્યો છે.

હેમર મિસાઇલની ખાસિયત

હેમર (હાઇલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સ્ટેંડેડ રેંજ) એક મધ્યમ રેન્જની મિસાઇલ છે, જે ફ્રેન્ચ એરફોર્સ અને નેવી માટે બનાવવામાં આવી છે. તે આકાશમાંથી જમીન પર પ્રહાર કરે છે.હેમર લદ્દાખ જેવા પર્વતીય વિસ્તારોમાં પણ સૌથી મજબૂત આશ્રયસ્થાનો અને બંકરોનો નાશ કરી શકે છે.કોઈપણ પ્રકારના લક્ષ્યને હેમરથી 60 થી 70 કિમીની રેન્જમાં નાશ કરી શકાય છે.

રાફેલ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઇલોથી સજ્જ હશે

5 રાફેલ 29 જુલાઇએ ફ્રાંસથી ભારત આવી રહ્યા છે, જ્યારેમીટિયર અને લોંગ રેંજ સ્કાલ્પ જેવી અત્યાધુનિક મિસાઇલો અગાઉ ભારત પહોંચશે. મીટિયર વિઝ્યુલ રેન્જની બહાર તેના ટાર્ગેટને હિટ કરવા માટે એક અત્યાધુનિક મિસાઇલ છે. તે દુનિયામાં તેની આ વિશેષતા માટે પ્રખ્યાત છે. મીટિઅરની રેન્જ 150 કિમી છે.સ્કાલ્પ ડીપ રેન્જમાં ટાર્ગેટને હિટ કરી શકે છે. સ્કાલ્પ લગભગ 300 કિલોમીટર સુધી પોતાના ટાર્ગેટને હિટ કરી શકે છે.

રાફેલ 29 જુલાઈએ એરફોર્સમાં સામેલ થઈ શકે છે

ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ 5 રાફેલની પહેલી બેચ જુલાઈના અંત સુધીમાં ભારત આવી શકે છે. તેમને 29 જુલાઇએ અંબાલા એરફોર્સ સ્ટેશન પર એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. અંતિમ ઇન્ડક્શન સમારોહ 20 ઓગસ્ટે યોજાશે.ભારતે ફ્રાન્સ સાથે વર્ષ 2016માં 36 રાફેલ ફાઇટર જેટ પર 58 હજાર કરોડમાં હસ્તાક્ષર કર્યા હતા. 36માંથી 30 ફાઇટર જેટ્સ અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ ટૂ-સીટર હશે અને તેમાં ફાઇટર જેટ જેવી તમામ સુવિધાઓ પણ હશે.

IAF to boost Rafale fighter jets capabilities with HAMMER missiles be equipped with hammer missiles