Translate to...

હેમતાબાદના ધારાસભ્યનો મૃતદેહ લટકતો મળ્યો; ભાજપે હત્યાનો આરોપ લગાવ્યો, કહ્યું- મમતા સરકારમાં ગુંડારાજ ચાલે છે

હેમતાબાદના ધારાસભ્યનો મૃતદેહ લટકતો મળ્યો; ભાજપે હત્યાનો આરોપ લગાવ્યો, કહ્યું- મમતા સરકારમાં ગુંડારાજ ચાલે છે




પશ્વિમ બંગાળના હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રોય(59)નો મૃતદેહ મળ્યો છે. ભાજપનો આરોપ છે કે તેમની હત્યા કરવામા આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મમતા બેનર્જીની સરકારમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. કાયદો વ્યવસ્થા ફેલ થઇ ગઇ છે. આવી સરકારને જનતા માફ નહીં કરે. બીજી તરફ પોલીસે કહ્યું છે કે દેબેન્દ્રનાથના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે જેમાં ત્રણ લોકોને જવાબદાર ઠેરવવામા આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે.

The suspected heinous killing of Debendra Nath Ray, BJP MLA from Hemtabad in West Bengal, is extremely shocking and deplorable. This speaks of the Gunda Raj & failure of law and order in the Mamta govt. People will not forgive such a govt in the future. We strongly condemn this.

— Jagat Prakash Nadda (@JPNadda) July 13, 2020

પરિવારજનોનો આરોપ- હત્યા કરીને મૃતદેહ લટકાવવામા આવ્યોદેબેન્દ્રનાથનો મૃતદેહ સોમવારે બિંદલ ગામમાં તેમના ઘરથી લગભગ એક કિમી દૂર એક કરિયાણાની દુકાન સામે લટકતો મળ્યો હતો. તેમના પરિવારજનોનો આરોપ છે કે હત્યા કર્યા પછી મૃતદેહને લટકાવવામા આવ્યો છે. તેમણે કહ્યું કે ગત રાત્રે લગભગ એક વાગ્યે અમુક લોકો મોટરસાઇકલ પર આવ્યા હતા. દેબેન્દ્રનાથ તેમની સાથે જ ગયા હતા.

દેબેન્દ્રનાથ 2016માં SCમાટે રિઝર્વ હેમતાબાદ વિધાનસભા સીટ પર CPI(M)ની ટિકિટ પર જીત્યા હતા પરંતુ ગત વર્ષે લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

શું ભાજપમાં જોડાયા એ તેમનો ગુનો હતો?ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મમતા બેનર્જીના રાજમાં ભાજપના નેતાઓની હત્યાઓનો સિલસિલો યથાવત છે. CPM છોડીને ભાજપમાં આવેલા હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રોયની હત્યા કરવામા આવી. શું ભાજપમાં જોડાયા એ જ તેમનો ગુનો હતો ?

निंदनीय और कायरतापूर्ण कृत्य !!!ममता बैनर्जी के राज में भाजपा नेताओं की हत्या का दौर थम नहीं रहा। CPM छोड़ भाजपा में आये हेमताबाद के विधायक श्री देबेंद्र नाथ रॉय की हत्या कर दी गई। उनका शव फांसी पर लटका मिला।क्या इनका गुनाह सिर्फ भाजपा में आना था ?... pic.twitter.com/kdRoalHxbJ

— Kailash Vijayvargiya (@KailashOnline) July 13, 2020







રોયનો મૃતદેહ તેમના ઘરથી એક કિમી દૂર એક કરિયાણાની દુકાન સામે લટકેલો મળ્યો હતો.