એકતા કપૂર ટૂંક સમયમાં પોતાના પોપ્યુલર ટીવી શો ‘નાગિન’ની નેક્સ્ટ સીરિઝ લઈને આવી રહી છે. ‘નાગિન 4’ પૂરી થઇ ગયા પછી મેકર્સ નવી સ્ટોરી લઈને આવી રહ્યા છે. આ શોમાં ઈચ્છાધારી નાગિનનો રોલ પ્લે કરવા માટે ઘણી એક્ટ્રેસના નામો બોલાઈ રહ્યા હતા પરંતુ, હવે આ શોને સાઈન કરી ચૂકેલા મોહિત ચૌહાણે તેની કો-સ્ટારનું નામ જાહેર કરી દીધું છે. આ એક્ટ્રેસ બીજું કોઈ નહિ પણ હિના ખાન છે. હિના ખાન ટૂંક સમયમાં ‘નાગિન 5’માં દેખાશે. આની પહેલાં મોહિત અને હિનાએ ‘હેક્ડ’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.
ટીવી એક્ટર મોહિત મલ્હોત્રા નાગિન 5માં દેખાશે, તેણે કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો છે. શોમાં હિના ખાનની વાત કન્ફર્મ કરતા મોહિતે મુંબઈ મિરરને કહ્યું કે, ‘હા, આ વાત સાચી છે. અમે બંને સારા મિત્રો છીએ. આથી હિના સાથે ફરીથી કામ કરવાને લઈને મને સારું લાગી રહ્યું છે.’ મોહિતે નાગિન સીરિઝના છેલ્લા એપિસોડ જોયા નથી પણ આ શો ઘણો પોપ્યુલર છે આથી તેનો ભાગ બનીને તે ઘણો ખુશ છે. મોહિતને અલગ-અલગ સ્ટોરી અને રોલ પ્લે કરવો છે.
સૂત્રો પ્રમાણે, હિના ખાન, મોહિત મલ્હોત્રા અને ધીરજ કપૂર આ શોમાં કેમિયો રોલ નિભાવશે. તેઓ આ શોની સ્ટોરી શરુ કરશે પણ લીડ રોલમાં કોઈ બીજું જ હશે. આની પહેલાં કરિશ્મા તન્નાએ છેલ્લા શોમાં કેમિયો રોલ કર્યો હતો.
ધીરજ કપૂર આ શોમાં નેગેટિવ કેરેક્ટરમાં દેખાશે નાગિન 5માં હિના અને મોહિત ઉપરાંત ‘કુમકુમ ભાગ્ય’નો લીડ એક્ટર ધીરજ કપૂર પણ દેખાશે. હિના અને ધીરજનું નામ કન્ફર્મ થઇ ગયું છે. એકતા કપૂર ટૂંક સમયમાં બાકીની કાસ્ટ વિશે જાહેરાત કરશે. સુરભી ચંદના પણ આ શોમાં દેખાઈ શકે છે.
‘બિગ બોસ 14’માં નિયા શર્મા આવી શકે છે નાગિન 4માં દેખાયેલી નિયા શર્મા ટૂંક સમયમાં રિયાલિટી શો બિગ બોગ 14માં દેખાઈ શકે છે. તેને મેકર્સ તરફથી ઓફર મળી છે, જો કે આ વાતની હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. નિયાની સાથે રશ્મિ શર્મા પણ થોડા દિવસ પહેલાં આ શોનો ભાગ બની છે.
‘નાગિન 4’ બાકીની સીરિઝની જેટલી ફેમસ થઇ નથી. લોકડાઉન સુધી એકતાને આ શો ચાલુ રાખવો હતી પરંતુ તેણે નવી સીઝનનું વિચારી લીધું. શોનો ક્લાઈમેક્સ શૂટ થઇ ગયો છે જે ટૂંક સમયમાં પ્રસારિત થશે. પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે નાગિન 4ના છેલ્લા એપિસોડના બીજા દિવસથી જ નાગિન 5 શરુ થઇ જશે, પરંતુ હવે દર્શકોને નવી સીરિઝ માટે રાહ જોવી પડશે.
Hina Khan Will Be Seen In The Role Of Shapeshifting Serpent In Naagin 5, Co actor Mohil Malhotra Confirmed