હૈદરાબાદની હેટેરો લેબ્સે કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો માટે વપરાતી ફાવિપિરાવીરની જેનરિક દવા લોન્ચ કરી

હૈદરાબાદની હેટેરો લેબ્સે કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણો માટે વપરાતી ફાવિપિરાવીરની જેનરિક દવા લોન્ચ કરીભારતની અગ્રણી જેનરિક ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક અને એન્ટિરેટ્રોવાયરલ દવાઓના વિશ્વની સૌથી મોટી નિર્માતા હેટેરો લેબ્સ લીમીટેડે આજે ફાવિવીર (Favivir) નામથી ભારતમાં જેનરિક ફાવિપિરાવીર (Favipiravir 200 mg)લોન્ચ કરવાની ઘોષણા કરી છે. હિટોરોને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી ફવિપીરવીર માટે મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગની મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19ની સારવારમાં વપરાતી કોવિફર (રેમડેસિવીર)ના ડેવલપમેન્ટ કર્યા પછી હેટેરોએ વિકસિત કરેલી ફેવિવીર બીજી દવા છે. તે ઓરલ એન્ટિવાયરલ દવા છે જેણે સકારાત્મક ક્લિનિકલ પરિણામો દર્શાવ્યા છે. ફેવિવીર કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીની સારવારમાં સુધારો કરે છે.

એક ટેબ્લેટનો ભાવ રૂ. 59 હેટેરો લેબ્સની ફાવિવીર દવાની એક ટેબ્લેટની કિમત રૂ. 59 છે. આ દવાનું વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન હેટેરો હેલ્થકેર લિમિટેડે સંભાળશે. આ દવા પ્રિસ્ક્રીપ્શન ઉપર દવાની દુકાનો તેમજ હોસ્પિટલ્સમાં આજથી જ ઉપલબ્ધ થશે. હાલમાં બજારમાં કોરોનાના ઇલાજમાં ગ્લેનમાર્ક ફાર્માની ફાવિપિરાવીર ઉપલબ્ધ છે જે આ વર્ષે જુન મહિનામાં લોન્ચ થઇ હતી. ગ્લેનમાર્કની એક ટેબ્લેટની કિમત 103 રૂપિયા છે. હેટેરોની જેનરિક દવાની કિમત ગ્લેનમાર્ક કરતાં લગભગ અડધી છે.

હેટેરો 126 દેશોમાં નિકાસ કરે છે હેટેરોના ભારતમાં અને વિદેશમાં કુલ 36 ઉત્પાદન યુનિટ્સ છે. કંપની HIV-એઇડ્સ, ઓન્કોલોજી, કાર્ડિયોવાસ્ક્યુલર, ડાયાબિટીસ, ન્યુરોલોજી, હેપિટાઈટીસ, યુરોલોજી સહિતની બીમારીઓ માટે 300થી વધુ પ્રકારની દવાઓ બનાવે છે. કંપની વિશ્વના 126 દેશોમાં જેનરિક દવાઓની નિકાસ કરે છે.Hyderabad based Hetero Labs launches generic Favipiravir used for mild to moderate symptoms of corona