હાડકાંમાં રહેલા હોર્મોનમાં છુપાયેલું છે યુવાન રહેવાનું રહસ્ય, વિજ્ઞાનીનો દાવો- વૃદ્ધત્વ રોકવા, યાદશક્તિ વધારવામાં મદદ

હાડકાંમાં રહેલા હોર્મોનમાં છુપાયેલું છે યુવાન રહેવાનું રહસ્ય, વિજ્ઞાનીનો દાવો- વૃદ્ધત્વ રોકવા, યાદશક્તિ વધારવામાં મદદ



વિજ્ઞાનીઓએ એ વાત શોધી કાઢી છે કે, વૃદ્ધત્વ દૂર કરવાનું રહસ્ય આપણાં હાડકાંમાં જ છુપાયેલું છે. કોલંબિયા યુનિવર્સિટીના જિનેટિક્સ વિભાગના પ્રમુખ પ્રોફેસર ગેરાર્ડ કારસેન્ટી છેલ્લા 30 વર્ષથી હાડકામાં છુપાયેલું આ રહસ્ય જાણવા સંશોધન કરી રહ્યા છે. તેમણે હાડકાંમાં પેદા થનારા હોર્મોન ‘ઓસ્ટિયોકેલ્સિન’ પર રિસર્ચ દરમિયાન જોયું કે, આ હાડકાંના અંદર જૂના ટિશ્યૂને દૂર કરવા અને નવા ટિશ્યૂ બનાવવાનું સતત કામ કરે છે. તેનાથી આપણું કદ વધે છે. તેના માટે તેમણે ઉંદરોમાં આ હોર્મોનનું જીન્સ કાઢીને રિસર્ચ કર્યું છે. તેનાથી ખબર પડી કે, હાડકાંનાં અંદરના હોર્મોન પણ આપણાં શરીરની અનેક ક્રિયાઓને પ્રભાવિત કરે છે.

પ્રો. કારસેન્ટીએ કહ્યું કે, અગાઉ એવું મનાતું હતું કે, હાડકાંના માળખાથી આપણું શરીર માત્ર ઊભું રહે છે, પરંતુ હાડકાંના અંદરના ટિશ્યૂ આપણાં શરીરના અન્ય ટિશ્યૂ સાથે સહયોગ કરે છે. હાડકાં પોતાનું ખુદનું હોર્મોન બનાવે છે, જે બીજા અંગો સુધી સંકેત મોકલવાનું કામ કરે છે. તેની મદદથી જ આપણે કસરત કરીએ છીએ. તેનાથી વૃદ્ધત્વ રોકવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે. પ્રો. કારસેન્ટીનું કહેવું છે કે, વૃદ્ધત્વ ન આવવા દેવા માટે શરીરમાં ‘ઓસ્ટિયોકેલ્સિન’ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નિયમિત કસરતથી હાડકાં પોત-પોતાના ઓસ્ટિયોકેલ્સિન બનાવવા લાગે છે. વિજ્ઞાનીઓ ઓસ્ટિયોકેલ્સિનની દવા બનાવવામાં લાગેલા રહે છે, જેથી આ હોર્મોન લાંબા સમય સુધી શરીરમાં રહીને વૃદ્ધત્વની બીમારીઓથી બચાવી શકે.

વૃદ્ધ ઉંદરો પર બ્લડ પ્લાઝમાનો પ્રયોગ કરીને ઉંમર વધતાં અટકાવીઆ બાજુ બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓએ વૃદ્ધ ઉંદરો પર કરેલા એક શોધમાં જોયું કે, બ્લડ પ્લાઝ્માનો અડધો ભાગ કાઢીને તેના સ્થાને સલાઈન અને એલ્બ્યુમિનમાં બદલી દેવાથી ઉંમર વધવાની પ્રક્રિયા પલટાઈ જાય છે. તેનાથી માંસપેશિઓ, મગજ અને લિવરના ટિશ્યૂ ફરીથી યુવાન થવા લાગે છે. રિસર્ચ ટીમ હવે એ નિષ્કર્ષ કાઢી રહી છે કે, શું સંશોધિત બ્લડ પ્લાઝ્મા ઉંમર સાથે જોડાયેલી બીમારીઓના ઈલાજમાં મનુષ્યોમાં અસરકારક થશે? સાથે જ વૃદ્ધોના આરોગ્ય અંગે ટેિકનકલ ધોરણે કેટલી ફાયદાકારક થશે?







ઓસ્ટિયોકેલ્સિન હોર્મોનનું કદ વધારે છે.