Translate to...

હોટ સ્પ્રિંગ અને ગોગરામાં ભારત અને ચીનની આર્મી દોઢ કિલોમીટર પાછળ હટી, ચીન કાલથી તેના બાંધકામ હટાવી રહ્યું છે




ગલવાન અથડામણના 22 દિવસ બાદ લદ્દાખમાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. ચીન અને ભારતની આર્મી અથડામણના પોઇન્ટથી પાછળ હટવા માટે રાજી થઇ ગઇ છે. હોટ સ્પ્રિંગ અને ગોગરા વિસ્તારમાં પણ સેના પાછળ જઇ રહી છે અને આ પ્રક્રિયા અમુક દિવસોમાં પૂર્ણ થઇ જશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના માધ્યમથી જણાવ્યું કે ચીને આ પોઇન્ટ્સ પર તેના સ્ટ્રક્ચર પણ તોડવાનું શરૂ કરી દીધું છે. તણાવ ઓછો કરવા માટે જે સહમતિ થઇ છે તે અનુસાર બન્ને દેશની સેના અથડામણ વાળા પોઇન્ટથી એકથી દોઢ કિલોમીટર પાછળ હટશે. આ પ્રક્રિયા પૂર્ણ થવા સુધી બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહેશે.

ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે 2 કલાક સુધી વીડિયો કોલ પર વાત થઇ હતીચીને આર્મી પરત બોલાવવાનો નિર્ણય નરેન્દ્ર મોદીના લદ્દાખ પ્રવાસના બે દિવસ બાદ રવિવારે કર્યો હતો. આ દિવસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર બે કલાક ચર્ચા કરી હતી. વાતચીતના અમુક કલાકો બાદ જ ચીને આર્મી પરત લેવાનો નિર્ણય કર્યો હતો.

આ 5 મુદ્દાઓ અંગે સહમતિ થઇ

ભારત અને ચીન વચ્ચે પોઇન્ટ પીપી-14, પીપી-15, હોટ સ્પ્રિંગ અને ફિંગર એરિયામાં વિવાદ છે. આ વિસ્તારોમાંથી સૈનિકો પરત જઇ રહ્યા છે. બોર્ડર પર શાંતિ જાળવવા અને સંબંધોને આગળ વધારવા માટે બન્ને દેશોને અરસપરસમાં તાલમેલ રાખવો જોઇએ. જો વિચારો ન મળે તો વિવાદ ઉભો ન કરવો જોઇએ. LAC પર આર્મી હટાવવા અને ડી એસ્કેલેશનની પ્રોસેસ જલ્દી પૂર્ણ કરવામા આવે. આ કામ તબક્કાવાર કરવામા આવે. બન્ને દેશ LACનું સન્માન કરે અને એકતરફી નિર્ણય ન લે. ભવિષ્યમાં બોર્ડર પર પરિસ્થિતિ ખરાબ થાય તેવી ઘટનાઓ રોકવા માટે સાથે મળીને કામ કરે. NSA અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી આગળ પણ વાતચીત ચાલુ રાખશે જેથી બન્ને દેશોના કરાર અનુસાર બોર્ડર પર શાંતિ રહે અને પ્રોટોકોલ યથાવત રહે.

4 વિવાદિત પોઇન્ટ્સ પર ડિસએન્ગેજમેન્ટ ચાલુ

ગલવાન અથડામણના 20 દિવસ બાદ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પરથી ચીન 2 કિમી પાછળ હટી ગયું છે. તેણે ટેન્ટ અને અસ્થાયી બાંધકામ હટાવી લીધા છે. જોકે ગલવાનના ઉંડાણવાળા વિસ્તારોમાં ચીનની બખ્તરબંધ ગાડીઓ હજુ ઉપસ્થિત છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે પોઇન્ટ પીપી-14, પીપી-15, હોટ સ્પ્રિંગ અને ફિંગર એરિયામાં વિવાદ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પોઇન્ટ્સ પરથી જવાનોને પરત બોલાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.







લેહમાં ભારતીય સેનાએ આર્મી એક્સરસાઇઝ શરૂ કરી હતી.