હોટલોમાં પાર્સલ લેવા માટે લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળિયો

હોટલોમાં પાર્સલ લેવા માટે લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળિયોરક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેન ભાઈના ઘરે રાખડી બાંધવા જાય છે અને ભાઈના ઘરે જમણવાર હોય છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકો ઘરે જમણવાર કરવાના બદલે પાર્સલ સેવા પસંદ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટની હોટલો પર પાર્સલ લેવા માટે લોકોની ભીડ જામી હતી અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળિયો થતો જોવા મળ્યો હતો.

હોટલોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટલમાં લોકોની ભીડ જોવા મળી હતી અને લોકો પાર્સલ લેવા માટે પડાપડી કરી હતી. મોટા ભાગની હોટલોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. લોકોને જાણે કોરોનાનો ભય ન હોય તેમ હોટલો પર ટોળા ઉમટી પડ્યા હતા. આમ કોરોનાના કહેર વચ્ચે પણ શહેરમાં ટ્રાફિક જોવા મળ્યો હતો.Crowds of people to pick up parcels in hotels