Translate to...

હાઈકોર્ટમાં પાયલટ સહિત 19 MLAની અરજી પર આજે સુનાવણી, ધારાસભ્યોએ સ્પીકરની નોટિસનો બપોરે એક વાગ્યા સુધી જવાબ આપવાનો છે

હાઈકોર્ટમાં પાયલટ સહિત 19 MLAની અરજી પર આજે સુનાવણી, ધારાસભ્યોએ સ્પીકરની નોટિસનો બપોરે એક વાગ્યા સુધી જવાબ આપવાનો છે
રાજસ્થાન હાઈકોર્ટની ડિવીઝનલ બેંચ શુક્રવારે સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરશે. જેમાં ધારાસભ્યો દ્વારા વિધાનસભા સ્પીકરની નોટિસને પડકારવમાં આવી છે. બપોરે લગભગ 1 વાગ્યે આ કેસની સુનાવણી કરાશે. સાથે જ ધારાસભ્યો પાસે વિધાનસભામાં પોતાનો જવાબ રજુ કરવા માટે પણ શુક્રવાર 1 વાગ્યા સુધીનો જ સમય છે. જવાબ નહીં આપે તો સ્પીકર તેમને અયોગ્ય ઠેરવી શકે છે.

ભાજપમાં પણ જૂથ જોવા મળી રહ્યા છેરાજસ્થાનમાં કોંગ્રેસની ખેંચતાણ વચ્ચે ભાજપમાં પણ જૂથ જોવા મળી રહ્યા છે. આ ચર્ચાને વેગ ત્યારે મળ્યો જ્યારે ભાજપના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે વસુંધરા રાજે પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, વસુંધરા રાજેએ રાજસ્થાન કોંગ્રેસમાં તેમના નજીકના ધારાસભ્યોને ફોન કરીને ગેહલોતનો સાથ આપવાની વાત કહી છે. સીકર અને નાગૌર જિલ્લાના એક એક જાટ ધારાસભ્યો સાથે વસુંધરાએ પોતે વાત કરીને પાયલટથી દૂર રહેવા માટે કહ્યું છે. જેના પુરાવા પણ અમારી પાસે છે. વસુંધરા રાજેને બુધવારે પાર્ટી મીટિંગ માટે જયપુર આવવાનું હતું, પણ તે ન આવી. આનાથી ભાજપમાં જૂથવાદ થતો જોવા મળી રહ્યો છે.

વાઈરલ ઓડિયો પણ ચર્ચાનો વિષય બન્યોગુરુવારે મોડી રાતે ધારાસભ્યોના ખરીદ-વેચાણ સાથે જોડાયેલી વાતચીતના ત્રણ ઓડિયો વાઈરલ થયા હતા.આ ઓડિયોમાં એક વ્યક્તિ પોતાને સંજય જૈન અને બીજો પોતાને ગજેન્દ્ર સિંહ કહી રહ્યો છે. બે ઓડિયોમાં વાતચીત રાજસ્થાની ભાષામાં થઈ રહી છે. જ્યારે ત્રીજામાં હિન્દી અને અંગ્રેજીમાં વાતચીત થઈ રહી છે. જો કે, ભાસ્કર આ ઓડિયોની પુષ્ટી નથી કરી રહ્યું. સાથે જ એ પણ સ્પષ્ટ નથી કે આ ઓડિયો ક્યારના છે.

આ ધારાસભ્યોને નોટિસ આપવામાં આવીસચિન પાયલટ, રમેશ મીણા, ઈન્દ્રાજ ગુર્જર, ગજરાજ ખટાના, રાકેશ પારીક, મુરારી મીણા,પીઆર મીણા, સુરેશ મોદી, ભંવર લાલ શર્મા, વેદપ્રકાશ સોલંકી, મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા, હરીશ મીણા, બૃજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, વિશ્વેન્દ્ર સિંહ, અમર સિંહ, દીપેન્દ્ર સિંહ અને ગજેન્દ્ર શક્તાવત.

ડર લાગતા બળવાખોર આવા પગલા લઈ રહ્યા છે-ખાચરિયાવાસરાજસ્થાન સરકારમાં પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાસચરિયાવાસે કહ્યું કે, રાજસ્થાને કોંગ્રેસને વોટ આપીને જીતાડી છે. હવે કોંગ્રેસના નિશાના પર જીતેલા લોકો ભાજપમાં જઈને શપથ લેવા માંગે છે. બળવાખોર ધારાસભ્યોને જયપુરમાં રહીને તેમની વાત કહેવી જોઈએ હતી. તેમણે કહ્યું કે, વિધાનસભા નિયમ અને કાયદાથી ચાલે છે. ડર લાગતા હવે બળવાખોર આવા પગલા લઈ રહ્યા છે. તેમને પાર્ટીનું વ્હિપ સ્વીકારવું પડશે. વિપક્ષ સરકાર પાડવામાં લાગ્યો છે.સચિન પાયલટ જૂથને શુક્રવારે 1 વાગ્યા સુધી વિધાનસભામાં જવાબ રજુ કરવાનો છે.(ફાઈલ તસવીર)