Translate...

હવે સોનાને ગિરવી રાખવા પર 15% વધુ પૈસા મળશે, બેંકો ગોલ્ડ પર 90% સુધી લોન મંજૂર કરી શકશે

હવે સોનાને ગિરવી રાખવા પર 15% વધુ પૈસા મળશે, બેંકો ગોલ્ડ પર 90% સુધી લોન મંજૂર કરી શકશે



કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સોનાને ગિરવી મુકીને લોન લેવા માંગતા લોકોને મોટી ભેટ આપી છે. હવેથી કોમર્શિયલ બેંકો સોનાના ઘરેણા ઉપર તેના મૂલ્યના 90% સુધીની લોન આપી શકશે. વર્તમાન નિયમો અનુસાર બેંકો ગોલ્ડ જ્વેલરી ઉપર તેની કિમતના 75% સુધી ધિરાણ આપી શકે છે. RBIએ આજે આ મર્યાદામાં 15%નો વધારો કર્યો છે. જોકે, આ રિઝર્વ બેન્કનો આ નિર્ણય નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ (NBFC)ને લાગુ પડશે નહી.

આ યોજના માર્ચ 2021 સુધી લાગુ રહેશે કેન્દ્રીય બેંકે મોનિટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ જારી કરેલી વિકાસ અને નિયમનકારી નીતિ અંગેના નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-19ના આર્થિક પ્રભાવને સામાન્ય ઘરના લોકો, નવા ઉદ્યોગકારો અને નાના ઉદ્યોગપતિઓ પર ઘટાડવાના ઉદ્દેશ્યથી સોનાના ઘરેણાના બદલામાં આપવામાં આવતી બિન-કૃષિ લોનની મર્યાદા 75%થી વધારીને 90% કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે. RBI દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા મુજબ, 01 એપ્રિલ, 2021થી, સોનાના ઘરેણા પર નવી લોનની મર્યાદા ફરીથી તેના મૂલ્યના 75% જેટલી હશે.

સામાન્ય લોકોને આનો લાભ થશે કોવિડ-19ના કારણે આવી પડેલા આર્થિક સંકટને પહોચી વળવા માટે ઘણા લોકો ગોલ્ડ લોન લઇ રહ્યા છે. અત્યાર સુધી રૂ. 1 લાખના સોના ઉપર રૂ. 75 હજારની લોન મળતી હતી પરંતુ નવા નિયમ લાગુ થતા હવે રૂ. 90 સુધીની લોન મળશે. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી હવેથી વધુ લોન લેવા માટે ઓછુ ગોલ્ડ ગિરવી મુકાવું પડશે.

ગોલ્ડ લોન દેનારી 10 મુખ્ય બેંકો/NBFC

બેંક/NBFC વ્યાજદર મુથૂટ ફાઇનાન્સ 12-26% IIFL 9.24-24% HDFC બેંક 11-16% ICICI બેંક 11-19.76% કેનેરા બેંક 9.85-9.95% એક્ઝિસ બેંક 14% મન્નાપૂરમ 12-29% ફેડરલ બેંક 9.50% બેંક ઓફ બરોડા MCLR આધારિત SBI 9.15%

બેન્કિંગ સેક્ટરના શેર્સમાં તેજી આવી RBIએ ગોલ્ડ લોનની મર્યાદા વધારતા બેન્કિંગ શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો. આ જાહેરાત બાદ BSE બેન્કેકસમાં 500 પોઈન્ટનો વધારો થયો હતો. જોકે, આ સુધારો લાંબો સમય ટક્યો ન હતો અને બજાર પૂરું થયું ત્યાં સુધીમાં તે થોડો નીચો આવી ગયો હતો.

BSEના બેન્કિંગ સેક્ટરની હાલત

બેંક વધારો સિટી યુનિયન બેંક 2.58%

ICICI

2.13% HDFC 1.98% કોટક મહિન્દ્રા 1.72% ઇન્ડસઇન્ડ 0.85% SBI 0.76% ફેડરલ બેંક 0.38% RBL 0.31% એક્ઝિસ બેંક 0.01%





Now mortgaging gold will get 15% more money, banks will be able to approve loans up to 90% on gold