Translate to...

હવે દર્દીને આઈસોલેશનમાંથી બહાર આવવા માટે નેગેટિવ ટેસ્ટની જરૂર નથી, વિદેશથી આવતા લોકોએ 14 દિવસ માટે ક્વોરન્ટિન રહેવું પડશે

હવે દર્દીને આઈસોલેશનમાંથી બહાર આવવા માટે નેગેટિવ ટેસ્ટની જરૂર નથી, વિદેશથી આવતા લોકોએ 14 દિવસ માટે ક્વોરન્ટિન રહેવું પડશેઅમેરિકામાં કોવિડ-19થી સાજા થઈ રહેલા દર્દીઓ હવે ટેસ્ટિંગ કર્યા વગર પર પણ આઈસોલેશનમાંથી બહાર આવી શકે છે. એ બતાવવા માટે કે તેમનામાં કોઈ વાઈરસ નથી. તે ઉપરાંત જો દર્દી 10 દિવસથી બીમાર હોય અને સામાન્ય શ્વાસની તકલીફ અને ડાયેરિયા જેવા લક્ષણો નથી તો તેને સ્વસ્થ માનવામાં આવી શકે છે. દવા વગર 24 કલાક સુધી તાવ નથી આવતો તે પણ દર્દીને સ્વસ્થ માનવામાં આવશે.

આ નવી ભલામણના નિયમ નથી, પરંતુ દર્દી, ડોક્ટર્સ અને હેલ્થ પોલિસી મેકર્સ માટેની ગાઈડલાઈન છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, આ ફેરફારથી દેશની ટેસ્ટિંગ સિસ્ટમ પર દબાણ ઓછું થશે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ફેરફાર સુરક્ષિત છે.

અગાઉ બે ટેસ્ટ કરાવવા પડતા હતા અગાઉ કોવિડ 19ના દર્દીઓને આઈસોલેશનમાંથી બહાર આવવા માટે બે નેગેટિવ ટેસ્ટની જરૂર હતી. તેને PCR ટેસ્ટ પણ કહેવામાં આવે છે. હવે અમેરિકાના કેટલાક ભાગોમાં ટેસ્ટિંગ બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી રહ્યું છે અને ઘણા રિસર્ચ દર્શાવે છે કે, હળવા લક્ષણવાળા દર્દી સંક્રમણ શરૂ થવાના 10 દિવસ બાદ ક્યારેય સંક્રામક નથી હોતા.

અગાઉ આઈસોલેશનની પ્રક્રિયા મુશ્કેલ હતી વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના મેડિકલ સ્કૂલમાં પ્રિવેન્ટિવ મેડિસિન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર વિલિયમ શેફરનરના જણાવ્યા પ્રમાણે, આ ફેરફારની સૌથી વધારે અસર નર્સિંગ હોમ અને હોસ્પિટલો પર થશે.

પહેલા આઈસોલેશનને લઈને ગાઈડલાઈન વધારે રૂઢિવાદી હતી. જ્યારે પહેલી વખત ચીનમાં બીમારી ફેલાઈ તો તમામ દર્દીઓને તરત તેમના પરિવારથી 14 દિવસ માટે દૂર કરી દેવામાં આવ્યા હતા. તે ઉપરાંત બે નેગેટિવ PCR ટેસ્ટ ન આવે ત્યાં સુધી તેમને રજા આપવામાં આવતી નહોતી. હવે વિજ્ઞાન બદલાઈ ગયું છે અને અમેરિકામાં પણ સ્થિતિ બદલાઈ ગઈ છે. આ દેશમાં મોટાભાગના લોકો પોતાને ઘરમાં જ આઈસોલેટ કરી રહ્યા છે, આ તેમના પરિવારને જોખમમાં મૂકે છે.

ઘણા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દર્દીના સાજા થયા બાદ પણ સપ્તાહો સુધી પણ પોઝિટિવ આવતા હતા. નિષ્ણાતો હવે એવું માનવતા હતા કે, આ ટેસ્ટ નષ્ટ થઈ ગયેલા વાઈરસના કણોના કારણે આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બીજી વખત ક્વોરન્ટાઈનની જરૂર નથી નવી ગાઈડલાઈનના અનુસાર, જે લોકો કોવિડ-19થી સાજા થઈ ગયા છે તેઓ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ તેમને ફરીથી ક્વોરન્ટાઈન થવાની જરૂર નથી. હવે ટેસ્ટની માગ વધી છે તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ લોકો પર ટેસ્ટ કરવાનો કોઈ અર્થ નથી.

ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, જે લોકો ગંભીર રીતે બીમાર છે, તેમને વાઈરસથી સાજા થવામાં વધારે સમય લાગે છે. તે ઉપરાંત થઈ શકે છે કે, તેમને 20 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડે, પરંતુ તેમને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જે લોકો પોઝિટિવ આવ્યા છે, પરંતુ તેમને ક્યારે કોઈ લક્ષણ અનુભવ્યા નથી તો તેઓ પહેલા ટેસ્ટના 10 દિવસ બાદ સામાન્ય જીવન જીવી શકે છે.

વિદેશથી આવતા લોકોએ 14 માટે ક્વોરન્ટાઈનમાં રહેવું જરૂરી નવી આઈસોલેશન ગાઈડલાઈનની અસર બીજા દેશમાંથી આવતા લોકો અથવા પોઝિટિવ કેસના સંપર્કમાં આવવા પર નહીં થાય. પરંતુ તેને 14 દિવસ માટે ક્વોરન્ટિન માટે કહેવામાં આવે છે તો તેમને આવું કરવું પડશે. નવી ગાઈડલાઈન અનુસાર, વાઈરસ કેટલા સમય સુધી રહે છે તેના પર આધારિત છે, દર્દી કેટલા સમયમાં સાજો થાય તેના પર નહીં. ઘણા નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે, આ નવા ફેરફારથી ક્વોરન્ટાઈન પિરિઅડ ઓછો થઈ શકે છે.No longer does a patient need a negative test to come out of isolation, people from abroad have to stay in quarantine for 14 days