Translate to...

હવેથી રાજ્યમાં દરરોજ ત્રીસ હજાર જેટલા દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશેઃ મુખ્યમંત્રી

હવેથી રાજ્યમાં દરરોજ ત્રીસ હજાર જેટલા દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશેઃ મુખ્યમંત્રી




કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાજ્યમાં દરરોજ ત્રીસ હજાર દર્દીઓનું ટેસ્ટિંગ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જામનગરમાં 1200 જેટલા કોરોનાના બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તેમ પણ જણાવ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં હાલ 175 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ધન્વંતરી રથની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપી છે.

જામનગરમાં પ્રવેશતા લોકોનું ટેસ્ટિંગ થશે જામનગરમાં પ્રવેશતા સુરતીઓ તથા અમદાવાદીઓનું ટેસ્ટિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. આ સમયે બે દિવસ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલા અગ્નિકાંડ મામલે દુખ વ્યક્ત કર્યું હતું અને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ભીડ એકત્રિત થાય તો લોકોને નુકસાનઃ મુખ્યમંત્રી રાજ્યની તમામ કોરોના હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિક સાધનોનું ચેકિંગ કરવામાં આવશે અને હોસ્પિટલમાં સાધન-સામગ્રી પૂરતા પ્રમાણમાં નહીં હોય તો હોસ્પિટલ બંધ કરવામાં આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, ‘રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવી રહી છે. ભીડ એકત્રિત થાય તો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. જન્માષ્ટમીના તમામ મેળાઓ બંધ રાખવામાં આવશે.’ આ સિવાય લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.







પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી