Translate to...

હવે ચામડી પછી મોંની અંદર પણ લાલ ચકામા દેખાયા, અન્ય લક્ષણો દેખાવાના બે દિવસ પહેલા અચાનક આ ફેરફાર જોવા મળે છે

હવે ચામડી પછી મોંની અંદર પણ લાલ ચકામા દેખાયા, અન્ય લક્ષણો દેખાવાના બે દિવસ પહેલા અચાનક આ ફેરફાર જોવા મળે છે



કોરોના આવ્યો ત્યારથી તેનું રૂપ બદલાતું ગયું છે. થોડા-થોડા સમયના અંતરે કોરોનાના લક્ષણોમાં ફેરફાર થતા ગયા છે. પહેલા સામાન્ય તાવ-કફ અને શ્વસનની તકલીફથી તે ઓળખાતો હતો. ત્યારબાદ સૂંઘવાની અને સ્વાદ ન અનુભવવા જેવા લક્ષણો જોવા મળ્યાં. પછી ચામડી પર ચકામા દેખાય તો તેને પણ કોરોના વાઇરસનું એક લક્ષણ માનવામાં આવ્યું. તો હવે કોરોનાને લઇને નવાં લક્ષણો સામે આવ્યાં છે. જેમાં મોંની અંદર લાલ ચકામા (સ્કિમ રેશિઝ) જોવા મળી રહ્યાં છે. કોરોનાના આ નવાં લક્ષણોનો દાવો સ્પેનના ડોક્ટર્સે કર્યો છે. તેમનું કહેવું છે કે, અત્યાર સુધી શરીરના બહારના ભાગમાં જ લાલા ચકામા જોવા મળતાં હતાં. પરંતુ હવે મોંની અંદર પણ જોવા મળી રહ્યા છે. આવા ઘણા કેસો તાજેતરમાં અમારી સામે આવ્યા છે.

જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યાનુસાર, આ પ્રકારના લક્ષણોની પરિસ્થિતિને ઇનેનથમ નામ આપવામાં આવ્યું છે.

એપ્રિલમાં પહેલીવાર આ લક્ષણો જોવા મળ્યાંરિસર્ચર ડો. જુલિયંજ કોહેનું કહેવું છે કે, એપ્રિલમાં આવા 21 દર્દીઓ જોવા મળ્યા, જેમની સ્કિન પર લાલા ચકામા હતા. તેમાં 6 દર્દીઓ એવા હતા, જેમાં રેશિઝ મોંની અંદર હતા. આ દર્દીઓની ઉંમર 40થી 69 વર્ષ વચ્ચે હતી. આ દર્દીઓમાં 4 મહિલાઓ હતી. કોરોનાના અન્ય લક્ષણો જોવા મળે તેના બે દિવસ પહેલાથી જ આવા ચકામા પડવા લાગ્યા હતા. રિસર્ચર્સનું કહેવું છે કે, ચેપ લાગ્યા બાદ શરીરના કોઈપણ ભાગમાં ચકામા પડી શકે છે. જો કે, તેનું કારણ કોઈ દવાનું રિએક્શન નહીં પણ કોરોનાનો ચેપ હતો.

ફક્ત લાલ નહીં સફેદ ચકામા પણ પડી શકે છેઅમેરિકાના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. મિશે ગ્રીનના જણાવ્યાનુસાર, આવા ઇનેનથમ નામના આ ચકામા ક્યાં તો લાલ રંગના સ્પોટમાં જોવા મળે છે અથવા તો મ્યૂકસ મેમ્બ્રેન પર સફેદ ડાઘા તરીકે જોવા મળે છે. વાઇરસથી થતા રોગો એટલે કે ચિકનપોક્સમાં પણ આવા ચકામા જોવા મળતા હોય છે.

દર્દીઓનો ઓરલ કેવિટી ટેસ્ટ કરવો જરૂરીસ્પેનના સંશોધક ડો. જુલિયંજ કોહેના જણાવ્યાનુસાર, કોવિડ-19 થયા બાદ શરીરમાં કેવા પ્રકારના ફેરફાર પછી આ ચકામા જોવા મળે છે તે વિશે અત્યાર સુધી શોધી નથી શકાયું. સંશોધકોનું કહેવું છે કે, કોરોનાના ઘણા દર્દીઓમાં ઓરલ કેવિટી પર ધ્યાન રાખવામાં ન આવ્યું. તેતી, હવે એવી સલાહ આપવામાં આવી રહી છે કે, આવા દર્દીઓનો ઓરલ કેવિટી ટેસ્ટ ચોક્કસપણે થવો જોઇએ.

8.8% દર્દીઓના મોંમાં ચકામા પડ્યા પણ 8.2% લોકોએ ડોક્ટર્સને આ વાત જણાવવી જરૂરી ન સમજી

કોરોના દર્દીઓમાં પડતા લાલા ચકામા પર રિસર્ચ કરનારા કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોનું કહેવું છે કે, કોરોનાના 8.8% દર્દીઓમાં સ્કિન રેશિઝ જોવા મળ્યા છે. તેમાંથી 8.2% દર્દીઓએ આ વાત ડોક્ટરને ન જણાવી. બ્રિટનની સૌથી મોટી હેલ્થ એજન્સીના જણાવ્યાનુસાર, અત્યારે કોવિડ-19ના ત્રણ સૈથી મોટાં લક્ષણો તાવ, સતત સૂકી ઉધરસ અને ગંધ-સ્વાદ ન અનુભવી શકવા વગેરે છે.







Now red rashes have also appeared on the inside of the mouth after the skin, this change is seen suddenly two days before the onset of other symptoms.