Translate to...

હવે ખ્રિસ્તિઓ પર ચીન ખફા: ઘરમાંથી ઈસુના ફોટો અને ક્રોસ કાઢો, કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ માઓ અને રાષ્ટ્રપતિ જિનપિંગની તસવીરો લગાવો

હવે ખ્રિસ્તિઓ પર ચીન ખફા: ઘરમાંથી ઈસુના ફોટો અને ક્રોસ કાઢો, કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ માઓ અને રાષ્ટ્રપતિ જિનપિંગની તસવીરો લગાવો




ચીનમાં મુસ્લિમો પછી હવે ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક ઓળખને જોખમ લાગી રહ્યું છે. અહીં ખ્રિસ્તીઓને તેમના ઘરેથી ઈસુ ખ્રિસ્તના ફોટોગ્રાફ્સ અને ક્રોસ કાઢી નાખવા અને તેમને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના ફોટો સાથે બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક માઓત્સે અને વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસવીરો લગાવવાનું કહેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં, દેશના ચાર રાજ્યોમાં ચર્ચની બહાર સ્થાપિત ધાર્મિક પ્રતીકો દૂર કરવામાં આવ્યા હતા. ચીનમાં લગભગ 7 કરોડ ખ્રિસ્તીઓ રહે છે.

અમેરિકન વેબસાઇટે ખુલાસો કર્યો

ચીનની આ નવી કાર્યવાહીનો ખુલાસો રેડિયો ફ્રી એશિયાના એક અહેવાલમાં થયો છે. જેના પ્રમાણે, તાજેતરમાં અંશુઇ, જિઆંગસુ, હેબેઇ અને ઝેજિયાંગના ચર્ચની બહાર લાગેલા રિલીજિયસ સિમ્બલ્સ એટલે કે ધાર્મિક ચિહ્નો, કાં તો તોડી નાખવામાં આવ્યા છે અથવા કાઢી નાખવામાં આવ્યા છે.

હવે નવો હુકમનામું

ચર્ચોમાં સરમુખત્યારશાહી દેખાડ્યા પછી, શી જિનપિંગ સરકાર હવે ખ્રિસ્તી સમુદાયના ઘરોને નિશાન બનાવી રહી છે. ઈસુ ખ્રિસ્તના ફોટોગ્રાફ અને ક્રોસને દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. તેમને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના ફોટોગ્રાફ્સ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ચીન કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવા માંગતું નથી. તેથી, આવા આદેશો જારી કરવામાં આવી રહ્યા છે.

ક્રોસને તોડવામાં આવ્યો

ગયા શનિવાર અને રવિવારે હ્યુઆનાન પ્રાંતમાં ભારે હોબાળો થયો હતો. સરકારી સ્ટાફ શનિવારે અહીં પહોંચ્યો હતો. તેમણે શિવાન ક્રાઈસ્ટ ચર્ચની બહારના મોટા ક્રોસને હટાવવા જણાવ્યું હતું. આ પછી, ઘણા લોકો ત્યાં એકઠા થયા. તેમણે તેનો વિરોધ કર્યો, પરંતુ તેમનો અવાજ દબાઇ ગયો. પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓએ ક્રોસ તોડી નાખ્યો. 7 જુલાઈએ ઝેજિયાંગમાં પણ આવું જ બન્યું હતું. આ માટે 100થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા.

ધાર્મિક પુસ્તકો પર પણ પ્રતિબંધ

ગયા વર્ષે જિનપિંગ સરકારે આદેશ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક પુસ્તકોનો ઉપયોગ અથવા ભાષાંતર થઈ શકશે નહીં. આદેશોનું ઉલ્લંઘન કરનારાઓને સજાની ધમકી પણ આપવામાં આવી હતી. ચીન પર શિનજિયાંગ પ્રાંતમાં લાખો મુસ્લિમોને કેદ કરવાનો આરોપ છે.





આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ છે. દાવો કરવામાં આવે છે કે મે મહિનામાં, જિનપિંગ સરકારે ફુજિયન પ્રાંતના અનેક ચર્ચોને તોડી નાખ્યા હતા.