હપ્તા લઇ જાઓ છો તો આજે કેમ માર્યા? પીધેલા પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થયો

હપ્તા લઇ જાઓ છો તો આજે કેમ માર્યા? પીધેલા પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થયો



રાજ્યમાં કડક દારૂબંધીની વાતો કરવામાં આવે છે. પોલીસવડા દારૂ- જુગારના કેસો શોધવા 15 દિવસની ડ્રાઈવ આપે છે છતાં દારૂ તો પછી મળે જ છે અને ખુદ પોલીસકર્મી જ દારૂ પીધેલા ઝડપાય છે. શહેરના ગીતામંદિર પાસેના કંતોડિયા વાસનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં PCR વાનના દારૂ પીધેલા કર્મચારીએ લોકોને માર માર્યો હતો. દારૂ પીધેલા પોલીસ કર્મચારીને જનતાએ પકડી પાડ્યો અને તેનો વિડીયો વાયરલ કર્યો છે.

વીડિયોમાં પોલીસ કર્મચારી હાથ જોડી રહ્યો છે અને વીડિયો ઉતારનાર વ્યક્તિ કહી રહી છે કે પોલીસ કર્મચારીએ દારૂના નશામાં દંડા વડે લોકોને માર્યા છે. રોજ હપ્તા લઇ જાય છે તો આજે કેમ આવ્યા અને માર્યા. વર્ષોથી કંતોડિયા વાસમાં દારૂ વેચાય છે. તો કેમ માર્યા. વીડિયોમાં પોલીસકર્મી પોતાને મારવાનું પણ કહે છે. શું આવા પોલીસકર્મીઓ સામે પોલીસ કમિશનર પગલાં ભરશે.

નાઈટની ડ્યુટીમાં ઘણીવાર પોલીસકર્મીઓ દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર હોય છે. થોડાદિવસ પહેલા રાણીપ પોલીસ સ્ટેશનનો PCR વાનનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં સાબરમતીમાં કોઈના ઘરમાં મહિલાને લઈને ઘુસી ગયો હતો અને લોકોએ તેને રંગે હાથ ઝડપયો હતો. નાઈટ ડ્યુટીમાં આવા કર્મચારીઓ રાજાપાટમાં હોય છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે અને ખાનગી ડ્રેસમાં નાઈટ રાઉન્ડ કરી જો માહિતી મેળવે તો એમને પણ સાચી હકીકત જાણવા મળી શકે છે.







you take Money, why did you beat today? The video of the drunken policeman goes viral