જ્યારથી ચીન સાથે વિવાદ વધ્યો છે ત્યારથી પાકિસ્તાન સાથે જોડાયેલી દેશની સીમાઓ પર સલામતી વધારી દેવામાં આવી છે. બીએસએફ માટે સૌથી મુશ્કેલ સ્થિતિવાળી સરક્રીક સીમા પર પણ આ દિવસોમાં 24 કલાક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. અહીં કાદવકીચડવાળા વિસ્તારમાં પશ્ચિમી સીમાએ બીએસએફની અંતિમ સીમા ચોકી છે સાંવલા પીર. અહીં કોઈ વાહન ચાલી શકતું નથી કે ના બોટ ચાલી શકે છે. ઘૂંટણ સુધી કાદવમાં પણ ઘૂસી જાય એવી સ્થિતિમાં જવાન પગપાળા પેટ્રોલિંગ કરે છે. આટલું જ નહીં, પેટ્રોલિંગ દરમિયાન તેમને કોરોનાથી બચવા સતત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડે છે.
ખારા પાણીમાં રહેવા માટે ખાસ તાલીમ સાંવલા પીર હાઇ ટાઈડ દરમિયાન પાણીમાં ડૂબી જાય છે. પણ જવાન ફરજ પર લાગેલા રહે છે. આ જવાનોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. જેના કારણે 16થી 24 કલાક પાણીમાં રહી શકે છે.
આ તસવીર સરક્રીક સીમા પર ભારતની અંતિમ સીમા ચોકી સાંવલા પીરની છે, જે ચારેબાજુથી દરિયાના પાણીથી ઘેરાયેલી રહે છે.