સુશાંત સાથે ઝઘડો કર્યા બાદ રિયાએ મહેશ ભટ્ટને 16 વાર ફોન કર્યો હતો, એક્ટર સાથે એક વાર પણ વાત નહોતી કરી

સુશાંત સાથે ઝઘડો કર્યા બાદ રિયાએ મહેશ ભટ્ટને 16 વાર ફોન કર્યો હતો, એક્ટર સાથે એક વાર પણ વાત નહોતી કરીસુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હવે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આઠ જૂનના રોજ સુશાંત સાથે ઝઘડો થયા બાદથી લઈ 13 જૂન સુધી રિયા ચક્રવર્તી તથા ફિલ્મમેકર મહેશ ભટ્ટ વચ્ચે 16 વાર વાતચીત થઈ હતી. ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં આ દાવો ED પાસેથી મળેલી માહિતીને આધારે કરવામાં આવ્યો છે.

રિયાના નંબરથી તમામ ફોન થયા ટાઈમ્સ નાઉએ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે આ તમામ ફોન રિયાના નંબરથી મહેશ ભટ્ટને કરવામાં આવ્યા હતા. જોકે, તેમની વચ્ચે શું વાતચીત થઈ તેની માહિતી સામે આવી નથી. આઠ જૂનના રોજ ઝઘડો થયા બાદ રિયા, સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી.

પહેલાં પણ આ કેસમાં મહેશ ભટ્ટનું નામ જોડાઈ ચૂક્યું છે સુશાંત કેસમાં આ પહેલાં પણ મહેશ ભટ્ટનું નામ આવી ચૂક્યું છે. સુશાંતના મોત બાદ મહેશ ભટ્ટની સાથે કામ કરનાર રાઈટર સુહૃતા સેનગુપ્તાએ દાવો કર્યો હતો કે ભટ્ટે સુશાંતની સતત બગડતી જતી માનસિક સ્થિતિ જોઈને દાવો કર્યો હતો કે તે બીજો પરવીન બાબી બની રહ્યો છે. મહેશ ભટ્ટે જ રિયાને સુશાંતનો સાથ છોડવાની સલાહ આપી હતી.

કંગનાએ ભટ્ટના કાઉન્સિલિંગ પર સવાલ કર્યો હતો ગયા મહિને કંગનાએ મહેશ ભટ્ટ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. એક ટ્વિટર યુઝરે સવાલ કર્યો હતો કે મહેશ ભટ્ટના બાળકો ડિપ્રેશનથી પીડાય છે તો રિયાએ સુશાંતના કાઉન્સલર કેવી રીતે બનાવ્યા. કંગનાની ટીમે આ ટ્વીટને રી-ટ્વીટ કરીને કહ્યું હતું કે આ વાત સામે લાવવા માટે આભાર. પૂજાએ કહ્યું હતું કે તે શરાબની આદતથી મુશ્કેલીમાં છે. શાહીન પણ ડિપ્રેશનનો શિકાર બની હતી. આલિયાએ પણ એન્ઝાઈટીની વાત કહી હતી અને દીકરો રાહુલ આતંકી ગતિવિધિમાં સામેલ હતો તો મહેશ ભટ્ટ કેવી રીતે સુશાંતનું કાઉન્સિલિંગ કરતા હતા?

8 જૂન પછી સુશાંત-રિયા વચ્ચે કોઈ વાત થઈ નહોતી થોડાં દિવસ પહેલાં જ સુશાંતની કોલ ડિટેલ રેકોર્ડ સામે આવ્યો હતો. આ રેકોર્ડ પ્રમાણે, આઠ જૂનથી 14 જૂન સુધી સુશાંત તથા રિયા વચ્ચે એકવાર પણ વાત થઈ નહોતી. બંને વચ્ચે મેસેજ પણ થયા નહોતા. સુશાંતે 8થી 14 જૂને 2 આઉટગોઇંગ કૉલ કર્યા હતા. આ બંને કોલ તેની બહેનો માટે હતાં. આ દરમિયાન 9 ઈનકમિંગ કૉલ હતા.

આખા વર્ષમાં રિયા-સુશાંત વચ્ચે 147 વાર વાત થઈ આખા વર્ષમાં સુશાંતે રિયાની સાથે માત્ર 147 વાર વાત કરી હતી. 94 વાર રિયાએ ફોન કર્યો હતો અને 51 વાર સુશાંતે ફોન કર્યો હતો. આ ખુલાસો રિયાની કૉલ ડિટેલમાંથી કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે બે મેસેજ એક્સચેન્જ થયા હતા.

સુશાંતથી વધુ હાઉસ મેનેજર સાથે વાત કરી રિયાની કૉલ ડિટેલ પ્રમાણે, રિયાએ સુશાંત કરતાં વધુ હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સાથે વધુ વાત કરી હતી. રિયાએ સેમ્યુઅલને 259 વાર ફોન કર્યો હતો અને 28 વાર સેમ્યુઅલનો ફોન આવ્યો હતો. બંને વચ્ચે કુલ 289 (મેસેજ સહિત) વાર વાત થઈ હતી. આટલું જ નહીં રિયાએ મેનેજર શ્રુતિ મોદી સાથે 808 વાર વાત કરી હતી.

સુશાંતના મોત બાદ પણ રિયા ફ્લેટ પર આવી નહોતી 14 જૂનના રોજ સુશાંત પોતાના બાંદ્રા સ્થિત ભાડાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જોકે, રિયાને આ સમાચાર મળ્યા બાદ પણ તે ત્યાં આવી નહોતી. આટલું જ નહીં રિયાએ સુશાંતના પરિવાર અને સ્ટાફનો પણ સંપર્ક કર્યો નહોતો. જોકે, બીજા દિવસે એટલે કે 15 જૂનના રોજ રિયા સવારે કૂપર હોસ્પિટલ આવી હતી. અહીંયા સુશાંતનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.After quarreling with Sushant, Rhea called Mahesh Bhatt 16 times, never spoke to the actor.