Translate to...

સુશાંત બાઇપોલર ડિસઓર્ડરનો શિકાર હોવાની વાત પર સંજના સાંઘી બોલી, દિલ બેચારાના શૂટિંગ દરમ્યાન ક્યારેય એવું ન લાગ્યું, તે સેટ પર એકદમ ફોકસ્ડ રહેતો હતો

સુશાંત બાઇપોલર ડિસઓર્ડરનો શિકાર હોવાની વાત પર સંજના સાંઘી બોલી, દિલ બેચારાના શૂટિંગ દરમ્યાન ક્યારેય એવું ન લાગ્યું, તે સેટ પર એકદમ ફોકસ્ડ રહેતો હતો




સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી સ્ટારર ફિલ્મ દિલ બેચારા હોટસ્ટાર પર 24 જુલાઈના સ્ટ્રીમ થવાની છે. સંજના આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. સુશાંતની આત્મહત્યાના કેસમાં પોલીસ હજુ તપાસ કરી રહી છે કે આખરે તેણે આવું કેમ કર્યું. આ કેસમાં 40થી વધુ લોકોની પૂછપરછ થઇ ચૂકી છે. તપાસમાં એક વાત સામે આવી છે કે સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો.

હમણાં 3 સાયક્રાયટિસ્ટના સ્ટેટમેન્ટ પણ મુંબઈ પોલીસે રેકોર્ડ કર્યા છે જે સુશાંતની સારવાર કરી રહ્યા હતા. રિપોર્ટ મુજબ તેમણે પોલીસને જણાવ્યું કે સુશાંત બાઇપોલર ડિસઓર્ડરથી પીડિત હતો. આ વાતને લઈને સંજનાએ પ્રતિક્રિયા આપી છે.

સેટ પર ક્યારેય સુશાંત ખોવાયેલ લાગતો ન હતોપિન્કવીલાને આપેલ ઇન્ટરવ્યૂમાં સંજનાએ કહ્યું કે, હું સુશાંતને પહેલીવાર દિલ બેચારા ફિલ્મના સેટ પર જ મળી હતી. માટે મારા માટે એ કહેવું મુશ્કેલ છે કે 2015 અને 2016માં અને શૂટિંગ દરમ્યાનના સુશાંતમાં શું ફર્ક હતો. મેં જ્યારે સુશાંત સાથે કામ કર્યું ત્યારથી તેને ઓળખ્યો. મને એવું ક્યારેય ન લાગ્યું કે તે ખોવાયેલો રહે છે કારણકે તે સેટ પર એકદમ ફોકસ્ડ રહેતો હતો.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તે એક્ટરનું મન કોઈ બીજી જગ્યા પર હતું, તે સંપૂર્ણ રીતે તેના રોલમાં હતો. તે ઘણો સપોર્ટિવ હતો.

સંજનાએ કહ્યું, મેં તેના બાઇપોલર ડિસઓર્ડર વિશેના ન્યૂઝ નથી વાંચ્યા, હું મનોચિકિત્સક નથી. કાશ હું એ જાણી શકતી હોય કે કોઈ ડિપ્રેશન અથવા તો બાઇપોલર ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે. મારા ઘણા ખાસ મિત્રો છે જેમની સાથે હું મોટી થઇ છું. તેઓ મને જ્યારે કહે છે કે તેઓ થેરાપી માટે ડોક્ટર પાસે જઈ રહ્યા છે ત્યારે આ સાંભળીને હું બસ એટલું જ કહું છું કે હું તમારા માટે ઘણી ખુશ છું.

સંજનાએ આગળ કહ્યું કે, હું મેન્ટલ હેલ્થના મુદ્દાને ઘણી અલગ રીતે જોઉં છું. ખુદ હું પણ અત્યારે ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છું તો મારા માટે પણ કઈ સરળ નથી. હું સુશાંતની બીમારીને લઈને કઈ નથી જાણતી અને જો તેને કોઈવાર આ બાબતે જાણ કરી હોત અમને તો અમે આ વિશે જરૂર વાત કરત પણ તેણે આવું ન કર્યું.

બાઇપોલર ડિસઓર્ડર માનસિક બીમારી છેબાઇપોલર ડિસઓર્ડર એક માનસિક બીમારી છે જેમાં માણસના વ્યવહારમાં ઝડપથી ફેરફાર આવવા લાગે છે. તેને મેનિક ડિપ્રેશન પણ કહે છે. આનાથી પીડિત વ્યક્તિ ઘણીવાર તેની આસપાસના લોકો પર ભરોસો કરવાનું બંધ કરી દે છે.

ડોક્ટર મુજબ સુશાંતના કેસમાં પણ આવું જ હતું. તેણે પોલીસને જણાવ્યું કે સુશાંત કોઈપણ ડોક્ટરને બેથી ત્રણ વખત મળતો હતો અને પછી ડોક્ટર બદલી નાખતો હતો. તેનું કારણ કદાચ આ જ હતું કે તે તેના ડોક્ટર પર ભરોસો કરી શકતો ન હતો.







Dil Bechara Actress Sanjana Sanghi Debunks Stories Of Sushant Singh Rajput Being Bipolar