Translate to...

સુશાંતના CAએ બેંક ડિટેલ શૅર કરીને કહ્યું, સુશાંતના ખાતામાંથી રિયાએ કોઈ મોટી રકમ ટ્રાન્સફર કરી નથી

સુશાંતના CAએ બેંક ડિટેલ શૅર કરીને કહ્યું, સુશાંતના ખાતામાંથી રિયાએ કોઈ મોટી રકમ ટ્રાન્સફર કરી નથી



સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવતા રહે છે. થોડા દિવસ પહેલાં જ એક્ટરના પિતા કે કે સિંહે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી પર બેંક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, સુશાંતના CA સંદીપ શ્રીધરે આ આક્ષેપોનું ખંડન કર્યું છે. તેમના મતે જે રકમનો દાવો કરવામાં આવ્યો છે તેટલી રકમ સુશાંતના અકાઉન્ટમાં હતી જ નહીં.

રિયાના ખાતામાં કોઈ મોટી રકમ ટ્રાન્સફર થઈ નથી સંદીપ શ્રીધર એક વર્ષ સુધી સુશાંતનો CA હતો. સંદીપે કહ્યું હતું કે સુશાંતના અકાઉન્ટમાંથી રિયા અથવા તેના પરિવારના ખાતામાં એક લાખ રૂપિયા પણ ટ્રાન્સફર થયા નથી. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં સંદીપે કહ્યું હતું કે થોડાંક હજાર રૂપિયાને બાદ કરતાં રિયાના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઈ નથી. એકવાર રિયાની માતાએ સુશાંતના અકાઉન્ટમાં 33 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. તે ફિલ્મ સ્ટાર હતો. આથી જ તે પોતાની લાઈફસ્ટાઈલ પ્રમાણે ખર્ચ કરતો હતો. બંને (સુશાંત-રિયા) સાથે મુસાફરી કરતા હતા અને સુશાંત પોતાની મરજી પ્રમાણે રહેતો હતો.

સુશાંતના શોપિંગ, ભાડું તથા પ્રવાસના ખર્ચા હતા સંદીપે આગળ કહ્યું હતું, શોપિંગ, ભાડું તથા પ્રવાસ પર સુશાંત પૈસા ખર્ચ કરતો હતો. જેટલો દાવો કરવામાં આવે છે તેટલી કુલ આવક સુશાંતની હતી જ નહીં. છેલ્લાં એક વર્ષથી સુશાંતની કમાણી ઓછી થઈ ગઈ હતી. સુશાંતના અકાઉન્ટની ડિટેલ પણ સંદીપે શૅર કરી હતી.

ખર્ચ રકમ GST+ ઈનકમટેક્સ (જાન્યુઆરી, 2019થી જૂન 2020 સુધી) 2.7 કરોડ રૂ. ક્વાન (ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની)નો ખર્ચ 61 લાખ રૂ. કોટક મહિન્દ્રામાં ટર્મ ડિપોઝિટ 2 કરોડ રૂ. ભાડું 60 લાખ રૂ. એસ્ટેટ એજન્ટનો ખર્ચ 3.87 લાખ રૂ. લોનાવાલા ફાર્મહાઉસનું ભાડું 26.40 લાખ રૂ. સાથે કરેલા પ્રવાસનો ખર્ચ 4.87 લાખ રૂ. વિદેશ ટૂર 50 લાખ રૂ. આસામથી કેરળનો પ્રવાસ 2.5 કરોડ રૂ. મિલાપને ડોનેશન 9 લાખ રૂ.

સુશાંતના પિતાએ શું આક્ષેપ કર્યો? 25 જુલાઈના રોજ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં સુશાંતના પિતા કે કે સિંહે રિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું હતું કે સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા અને એક વર્ષમાં 15 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. આ પૈસા જે જગ્યાએ ટ્રાન્સફર થયા તે અકાઉન્ટ સાથે તેમના દીકરાને કોઈ જ લેવાદેવા નથી. કે કે સિંહે સુશાંતના તમામ અકાઉન્ટની તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે.







Sushant's CA shows bank details, says Rhea has not transferred any large amount from Sushant's account