Translate to...

સુશાંતનું શબ લઈ જનાર ઍમ્બ્યુલન્સ ડ્રાઈવરને ધમકીઓ મળી, કહ્યું- ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કૉલ આવે છે

સુશાંતનું શબ લઈ જનાર ઍમ્બ્યુલન્સ ડ્રાઈવરને ધમકીઓ મળી, કહ્યું- ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કૉલ આવે છે



સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. સુશાંતના ડિપ્રેશન, બેંક બેલેન્સ, તેના પૂર્વ મેનેજરની આત્મહત્યા જેવા વિવિધ એન્ગલ સાથે બિહાર તથા મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે 14 જૂનના રોજ સુશાંતનો પાર્થિવ દેહ લઈ જનાર ઍમ્બ્યુલન્સ ડ્રાઈવરને સતત ધમકીઓ મળી રહી છે. નવાઈની વાત એ છે કે આ તમામ ફોન કૉલ ઈન્ટરનેશનલ નંબર પરથી આવી રહ્યાં છે.

હાલમાં જ રિપબ્લિક ટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અક્ષય બંડગરે કહ્યું હતું કે 14 જૂનના રોજ સુશાંતના મોત પછી તેના ઘરની બહાર બે ઍમ્બ્યુલન્સ હાજર હતી. અક્ષય પોતાની ઍમ્બ્યુલન્સમાં સુશાંતનો પાર્થિવ દેહ લઈને ગયો હતો. મુંબઈ પોલીસે તેને બોલાવ્યો હતો. અક્ષયને તે દિવસથી લઈ આજ સુધી સતત ધમકી ભરેલા ફોન આવે છે. આ તમામ નંબર ઈન્ટરનેશનલ છે.

તો ઍમ્બ્યુલન્સના માલિક રાહુલે ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 14 જૂનના રોજ તે ગામડે હતો અને તેથી જ તેનો ભાઈ અક્ષય ઍમ્બ્યુલન્સ લઈને સુશાંતના ઘરે આવ્યો હતો. અક્ષય જ્યારે રૂમની અંદર દાખલ થયો ત્યારે એક્ટરની ડેડ બૉડી પહેલેથી જ સીલિંગથી નીચે ઊતારીને બેડ પર મૂકવામાં આવી હતી. ત્યારબાદ ઍમ્બ્યુલન્સ કર્મી સુશાંતની બૉડીને સ્ટ્રેચર પર લઈને બિલ્ડિંગની નીચે આવ્યાં હતાં.

રાહુલે આગળ કહ્યું હતું કે ઍમ્બ્યુલન્સના વ્હીલચેરમાં કંઈક પ્રોબ્લેમ હતો અને તેને કારણે સુશાંતની બૉડી તેમાં ફિટ થઈ નહોતી. આથી જ તરત જ બીજી ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. બીજી ઍમ્બ્યુલન્સ પણ તેમની જ હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતના ઘરની બહાર બે ઍમ્બ્યુલન્સ હોવાને લઈ ચર્ચા થતી હતી. ફાઉલ પ્લેના સવાલ પર રાહુલે કહ્યું હતું કે આવું કંઈ જ બન્યું નહોતું. તેઓ કેમ આવું કરે? તે તો ગુજરી ગયો અને સ્વર્ગમાં જતો રહ્યો. આ બધું કરીને તેમને શું મળે?

પોસ્ટમોર્ટમ બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપાયો હતો 14 જૂનના રોજ સૌ પહેલાં સુશાંતના પાર્થિવ દેહને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પછી પછી શબ પરિવારને સોંપી દેવામાં આવ્યું હતું. કોરોનાને કારણે અંતિમ યાત્રામાં બહુ જ ઓછી સંખ્યામાં સેલેબ્સ આવ્યા હતા.







Ambulance driver carrying Sushant's body receives threats, says phone call from international number