Translate...

સુશાંતને લાગતું હતું કે, તેને ઇન્ડસ્ટ્રીમાં ફરીથી કામ નહિ મળે, રિયાને પોતાનો પરિવાર જ સમજતો હતો

સુશાંતને લાગતું હતું કે, તેને ઇન્ડસ્ટ્રીમાં ફરીથી કામ નહિ મળે, રિયાને પોતાનો પરિવાર જ સમજતો હતો



એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી રોજ તેની જિંદગી સાથે જોડાયેલા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ કેસમાં સુશાંત સિંહના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી પણ નવા ખુલાસા કરતો રહે છે. સુશાંતના જીજુ ઓપી સિંહના સ્ક્રીન શોટ્સ શેર કર્યા પછી તેણે કહ્યું કે, સુશાંતને લાગી રહ્યું હતું કે, તેને હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ નહિ મળે.

સિદ્ધાર્થ પીઠાણીએ એક ચેનલને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, સુશાંતના કહેવા પર મેં મારી જૂની નોકરી છોડી દીધી હતી અને તેની સાથે જ કામ કરવા લાગ્યો હતો. સુશાંતે મને કહ્યું હતું કે, હું તને રૂપિયા તો નહિ આપી શકું કારણકે હવે મને કોઈ ફિલ્મ નહિ મળે. તેણે મને આ વાતનું કોઈ કારણ જણાવ્યું નહોતું. સુશાંતના કેસમાં સિદ્ધાર્થ સૌથી મહત્ત્વપૂર્ણ સાક્ષી છે. તેણે જ સૌથી પહેલા સુશાંતનો મૃતદેહ જોયો હતો.

સિદ્ધાર્થ પીઠાણીએ રિયાનો પક્ષ લેતા કહ્યું કે, સુશાંતને પોતાના ખર્ચાની પણ ચિંતા હતી. સુશાંતના સ્ટાફે સિદ્ધાર્થને કહ્યું હતું કે, રિયા સુશાંતનું કાર્ડ યુઝ કરીને વસ્તુઓ ઓર્ડર કરતી હતી. આ વિશે સિદ્ધાર્થે કહ્યું કે, સુશાંતે મને આ વિશે ચિંતા ન કરવાનું કહ્યું હતું. તે કહેતો કે રિયા મારા પરિવારની જેમ જ છે.

સિદ્ધાર્થ પીઠાણીએ સુશાંતના જીજુ ઓપી સિંહના સ્ક્રીન શોટ્સ શેર કર્યા પહેલો મેસેજ: ચંદીગઢ પહોંચી ગયો છું. મુંબઈ બોલાવવા માટે આભાર. અહીંયા મને મારા મિત્રોને મળવાનો ચાન્સ મળ્યો.

બીજો મેસેજ: આ જાણીને આનંદ થયો કે તમે તમારી જિંદગીના માલિક નથી, મને ખુશી છે કે મેં આ વાત જાણી લીધી અને મારી મુંબઈ વિઝિટને મારી રીતે પ્લાન કરી.

ત્રીજો મેસેજ: મારી પત્નીને તમારા પ્રોબ્લેમ્સથી દૂર રાખો. તમારી સંગતને કારણે તમે મુશ્કેલીમાં છો. તમારી આસપાસના લોકો, મદદ ન કરવાની ટેવ અને મિસ મેનેજમેન્ટ છે. મારી પત્ની આ કોઈ મુશ્કેલી ભોગવવાની નથી કારણકે તે સારી છે.

ચોથો મેસેજ: માત્ર હું જ છું જે તમારી મદદ કરી શકે છે અને હું હજુ પણ અવેલેબલ છું. જો કોઈપણ તમારી દેખરેખ કરે છે, તમારી ગર્લફ્રેન્ડ, તેનો પરિવાર અથવા તમારો મેનેજર, મારી ઓફિસથી તમારી મદદની વ્યવસ્થા થઇ શકે છે.

પાંચમો મેસેજ: આ બાબતે તમારા વિચાર જણાવજો. તમને આ જરૂરી ન લાગે તો ઇગ્નોર કરજો. મારી પાસે ચલાવવા માટે એક સરકાર છે, મેનેજ કરવા માટે એક ડિપાર્ટમેન્ટ છે અને એક પરિવાર છે જેની મારે દેખરેખ કરવાની છે માટે સમય અને એનર્જી વેડફવા નથી ઈચ્છતો.

સુશાંત સિંહના જીજુ ઓપી સિંહ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને હરિયાણા મુખ્યમંત્રી ઓફિસમાં સ્પેશિયલ ઓફિસરની ફરજ બજાવી રહ્યા છે. તેમનાં લગ્ન સુશાંતની સૌથી મોટી બહેન રાની સાથે થયાં છે.







Sushant Singh Rajput Flatmate Exposur: Sushant Felt That He Would Not Get Work Again In The Industry