સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુશાંતના પિતાએ એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. ત્યારબાદ હવે એક્ટરની બહેન શ્વેતાએ પહેલીવાર ભાઈ માટે ન્યાયની માગ કરી છે. મંગળવારે મોડી રાત્રે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત હેશટેગ માર્યો હતો.
અમેરિકામાં રહેનાર બહેન શ્વેતા સિંહ કીર્તિ ભાઈના મૃત્યુ બાદ પટના તેમના ઘરે જ પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. ભાઈ સુશાંતનો ફોટો શેર કરીને લખ્યું કે, જો સત્યથી કોઈ ફરક નથી પડતો, તો પછી કોઈપણ વાતથી ફરક નહીં પડે. આ ફોટો સુશાંતના તેરમા પર તેના પટનાના ઘરે લગાવવામાં આવ્યો હતો.
View this post on InstagramIf truth doesn’t matter, nothing ever will! #justiceforsushantsinghrajput
A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 28, 2020 at 12:51pm PDT
Sushant's sister Shweta seeks justice for her brother, saying "If the truth doesn't matter, then nothing will