સુશાંતની બહેનનો ભાવુક પત્ર, કહ્યું- 35 વર્ષમાં પહેલી વાર હું તને રાખડી બાંધી શકીશ નહીં

સુશાંતની બહેનનો ભાવુક પત્ર, કહ્યું- 35 વર્ષમાં પહેલી વાર હું તને રાખડી બાંધી શકીશ નહીં



રક્ષાબંધનના દિવસે સુશાંત સિંહ રાજપૂતની બહેન રાની (નીતુ સિંહ)એ એક ભાવુક પત્ર ભાઈના નામે લખ્યો છે. સુશાંતની મોટી બહેન રાનીએ આ પત્ર હિંદીમાં લખ્યો છે અને પોતાના ભાઈને યાદ કર્યો છે.

રાનીએ પત્રમાં શું લખ્યું છે? હિંદીમાં લખાયેલા આ પત્રમાં રાનીએ કહ્યું હતું, ગુલશન, મારો દીકરો, આજે મારો દિવસ છે, આજે તારો દિવસ છે, આજે આપણો દિવસ છે. આજે રક્ષાંબધન છે. 35 વર્ષ પછી આ પ્રસંગે પૂજાની થાળી તૈયાર છે, આરતીનો દીવો પ્રગટાવેલો છે, હળદર-ચંદનનું તિલક પણ છે, મીઠાઈ પણ છે, નથી તો માત્ર બસ એ ચહેરો નથી, જેની આરતી ઉતારી શકું, તે લલાટ નથી, જેના પર ચાંદલો કરી શકું, તે હાથ નથી, જેના પર રાખડી બાંધી શકું, તે મોં નથી, જેને મીઠાઈ ખવડાવી શકું. તે માથું નથી, જેને ચૂમી શકું.

પત્રમાં આગળ કહેવામાં આવ્યું હતું, તે ભાઈ નથી, જેને ગળે લગાવી શકું, વર્ષો પહેલાં જ્યારે તું આવ્યો હતો ત્યારે જીવન ઝગમગી ઉઠ્યું હતું. જ્યારે હતો ત્યારે અજવાળું હતું, હવે જ્યારે તું નથી તો મને ખબર જ નથી પડતી કે હું શું કરું? તારા વગર મને જીવતા નથી આવડતું. ક્યારેય વિચાર્યું નહોતું કે આવું કંઈ થશે. આ દિવસ હશે પણ તું નહીં હોય. ઘણી બધી બાબતો આપણે સાથે-સાથે શીખી. તારા વગર એકલા રહેવાનું હું કેવી રીતે શીખું? હંમેશાં તારી, રાની દી...

અન્ય એક બહેને પણ સુશાંતને યાદ કર્યો સુશાંતની બીજી બહેન શ્વેતા સિંહએ પણ ઈન્સ્ટાગ્રામમાં ભાઈ સાથેની તસવીર શૅર કરીને ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. શ્વેતાએ કહ્યું હતું, મારા સ્વીટ બેબીને હેપ્પી રક્ષાબંધન, અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ અને હંમેશાં કરતા રહીશું. ગઈ કાલે, આજે અને હંમેશાં અમને તારી પર ગર્વ છે.

View this post on Instagram

Happy Rakshabandhan mera sweet sa baby... bahut pyaar karte hain hum aapko jaan... aur hamesha karte rahenge... you were, you are and you will always be our PRIDE! ❤️ @sushantsinghrajput #happyrakshabandhan

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Aug 2, 2020 at 10:17pm PDT

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંતે શા માટે આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સુશાંતના પિતા કેકે સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. અત્યાર સુધી આ કેસની તપાસ મુંબઈ પોલીસ કરતી હતી. જોકે, હવે બિહારમાં ફરિયાદ થવાથી બિહારની પોલીસની એક ટીમ મુંબઈ આવી છે. જોકે, બિહાર પોલીસનો આક્ષેપ છે કે મુંબઈ પોલીસ તેમને કોઈ પણ રીતનો સહયોગ કરતી નથી. માનવામાં આવે છે કે બિહાર પોલીસ સુશાંતના ડેથ સીનને ફરીવાર રીક્રિએટ કરવાની છે.







Sushant's sister's emotional letter, said- For the first time in 35 years I will not be able to tie you rakhi