અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં રિયા ચક્રવર્તી દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી આગામી 11 ઓગસ્ટે થશે. આ પહેલાં શનિવારે સુશાંતના પિતા અને મહારાષ્ટ્ર સરકારે આ કેસમાં અલગ અલગ રીતે જવાબ દાખલ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે CBI દ્વારા તપાસનો વિરોધ કરતા કહ્યું હતું કે, બિહાર સરકારની પાસે માત્ર ઝિરો FIR દાખલ કરવાનો અધિકારી છે. ત્યાં કેસ દાખલ કરીને તેને મુંબઈ ટ્રાન્સફર કરવો જોઈતો હતો. જ્યારે સુશાંતના પિતા કે.કે સિંહે કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની રિયાની અરજીનો વિરોધ કર્યો. તેમણા જણાવ્યા પ્રમાણે, રિયા સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે.
આ પહેલાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે સુશાંત કેસમાં મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો હતો, તેની તપાસ મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)દ્વારા આ કેસ લેવામાં આવ્યો નથી, મીડિયા રિપોર્ટમાં જે કહેવામાં આવી રહ્યું છે, તે ખોટું છે. મુંબઈ પોલીસમાં આ અંગે CRPCની કલમ 174 અંતર્ગત એડીઆર દાખલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારના સીલબંધ એન્વલપમાં (પરબીડિયા) જવાબ સુપરત કર્યા મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સીલબંધ એન્વલપમાં તપાસ રિપોર્ટ અદાલતમાં સુપરત કર્યો છે. જવાબમાં કહ્યું કે, બિહાર પોલીસ FIR દાખલ કરવાના નિયમોનું પાલન નથી કરી રહી. આ કેસમાં માત્ર ઝિરો FIR દાખલ થઈ શકે છે. ત્યારબાદ આ કેસ મુંબઈ પોલીસને સોંપવો જોઇએ. મહારાષ્ટ્ર પોલીસ તરફથી નિયમોથી કામ કરવામાં આવ્યું છે. બિહાર સરકારની ભલામણ પર CBIએ સુશાંતનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
રિયાની અરજી અંગે સુશાંતના પિતાએ સુપ્રીમ કોર્ટમાં જવાબ સુશાંતના પિતાની તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિયાની કેસની ટ્રાન્સફર અરજીનો વિરોધ કરતા કહ્યું કે, રિયા આ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે સિદ્ધાર્થી પીઠાણી પર દબાણ બનાવ્યું છે. તેથી રિયાની અરજી નામંજૂર થવી જોઈએ. રિયાએ ખુદ CBI તપાસની માગ કરી હતી તો હવે કેમ આ કેસથી દૂર જવા માગે છે. આ કેસની સુનાવણી 11 ઓગસ્ટે થવાની છે.
Sushant's father opposes Riya's plea filed in Supreme Court, saying it could put pressure on witnesses