આખા દેશમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. એક્ટરના પિતાએ પટનામાં કેસ ફાઈલ કરીને રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર આરોપો લગાવ્યા છે. સુશાંતના મૃત્યુને લઇને દેશભરમાં તેને ન્યાય અપાવવા માટે માગ અને અલગ-અલગ કેમ્પેન શરુ થયા છે. ભારત પછી અમેરિકામાં પણ સુશાંતને ન્યાય અપાવવા બિલબોર્ડ લાગ્યાં છે.
સોશિયલ મીડિયા પર હેશટેગ JusticeForSushantSinghRajput ટ્રેન્ડ કરીને સુશાંતના ચાહકો ન્યાય માગી રહ્યા છે. ન્યાય અપાવવાની વાત છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિએ બિલબોર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં સુશાંતના ફોટો સાથે જસ્ટિસ ફોર સુશાંત લખેલું છે.
Bhai’s Billboard in California...It’s up on 880 north, right after the great mall parkway exit. It’s a world wide movement. #warriors4ssr #justiceforsushantsinghrajput #worldforsushant @itsSSR pic.twitter.com/LngjJfsV4E
— shweta singh kirti (@shwetasinghkirt) August 7, 2020શ્વેતાએ ટ્વીટ કરીને લખ્યું કે, કેલિફોર્નિયામાં ભાઈનું બિલબોર્ડ...ગ્રેટ મોલ પાર્કવેમાંથી નીકળ્યા પછી 880 નોર્થ તરફ છે. હવે આ આંદોલન આખી દુનિયામાં પહોંચી ગયું છે.
View this post on Instagram❤️❤️❤️ You are beating in our hearts #warriors4ssr #justiceforsushantsinghrajput #godiswithus #ssrinourhearts
A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Aug 7, 2020 at 2:13pm PDT
સુશાંત માટે હેશટેગ Warriors4SSR કેમ્પેન શરુ થયું સુશાંતના પરિવાર અને ચાહકોએ હેશટેગ Warriors4SSRકેમ્પેન શરુ કર્યું છે. આ ડિજિટલ કેમ્પેનમાં બહેન શ્વેતાએ પણ ભાગ લીધો છે. બીજી પોસ્ટ સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ કર્યું છે. અંકિતાએ સુશાંતની માતાનો ફોટો હાથમાં પકડેલો ફોટો શેર કરીને લખ્યું કે, મને વિશ્વાસ છે કે તમે બંને સાથે હશો.
View this post on InstagramWe will get justice... we will find the truth!!