સુશાંતના નિકટના મિત્ર સેમ્યુઅલ હૉકિપનો દાવો, હું જ્યાં સુધી સાથે હતો ત્યારે સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં નહોતો

સુશાંતના નિકટના મિત્ર સેમ્યુઅલ હૉકિપનો દાવો, હું જ્યાં સુધી સાથે હતો ત્યારે સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં નહોતોસુશાંત કેસની તપાસ હવે બિહાર પોલીસ કરી રહી છે. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. સુશાંતના મોતના 46 દિવસ બાદ પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ દાવો કર્યો હતો કે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. હવે સુશાંતના નજીકના મિત્ર સેમ્યુઅલ હૉકિપે પણ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એક્ટર એકદમ ખુશમિજાજમાં રહેતો હતો અને તે ક્યારેય ડિપ્રેશનમાં રહી શકે નહીં. સેમ્યુઅલ ગયા વર્ષે જૂન-જુલાઈ સુધી સુશાંતની સાથે હતો.

શું કહ્યું સેમ્યુઅલે? ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં સુશાંતના મિત્ર તથા બિઝનેસ એસોસિયેટ સેમ્યુઅલે કહ્યું હતું, ‘હું ગયા વર્ષે જૂન-જુલાઈ સુધી સુશાંતની સાથે કામ કરતો હતો. જોકે, ક્યારેય ના લાગ્યું કે તે ડિપ્રેશનમાં છે. મારા ગયા પછી તેની સાથે શું થયું તે મને ખ્યાલ નથી.’

નાનકડી ટીમ હતી સેમ્યુઅલે આગળ કહ્યું હતું, ‘જ્યાં સુધી હું તેની સાથે હતો ત્યારે એક પણ વાર એમ ના લાગ્યું કે સુશાંત ડિપ્રેશનમાં છે. અમે સાથે સારો સમય પસાર કર્યો હતો. અમારી એક નાનકડી ટીમ હતી. અમે સાથે રમતા, ગાતા અને શૂટિંગ કરતા હતા. તે બહુ જ ખુશમિજાજમાં રહેતો હતો. તમે આસપાસના લોકો અથવા બાબતોને કારણે ઉદાસ કે નારાજ થઈ જાવ છો પરંતુ તેનો અર્થ ક્યારેય એમ નથી થતો કે તમે ડિપ્રેશનમાં છો. સુશાંત વર્તમાનમાં જીવનારો હતો અને તેણે અમને આ જ વાત શીખવી હતી. આટલું જ નહીં તે પૈસાના નિર્ણયો પણ સમજી વિચારીને લેતો હતો.’

દવાઓ અંગે કોઈ માહિતી નથી વધુમાં સેમ્યુઅલે કહ્યું હતું, ‘સુશાંતના મોત બાદ મેં કેટલાંક લોકો સાથે વાત કરી હતી અને તેમણે જ મને કહ્યું કે તે દવા લેતો હતો. મેં ડોક્ટર્સ સાથે પણ વાત કરી હતી. સાચું કહું તો મને દવાઓ અંગે કંઈ જ ખબર નથી. હું પણ જાણવા માટે ઉસ્તુક હતો અને તેથી જ મેં નિકટના લોકો સાથે આ અંગે વાત કરી હતી. મને બૉડીગાર્ડે જ તેની દવા અંગે વાત કરી હતી.’

સિદ્ધાર્થ પિઠાની રિયાની વધુ નિકટ ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં સેમ્યુઅલે કેટલાક લોકોના સવાલોના જવાબ પણ આપ્યા હતા. એક સવાલના જવાબમાં સેમ્યુઅલે કહ્યું હતું કે સિદ્ધાર્થ પિઠાની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનો સારો મિત્ર હતો. લાઈવ સેશન દરમિયાન લોકોએ રિયા ચક્રવર્તી તથા સુશાંત સાથે જોડાયેલા સવાલો પૂછ્યા હતા પરંતુ તેણે એક પણ સવાલના જવાબ આપ્યા નહોતા.

સોશિયલ મીડિયામાં સેમ્યુઅલના મોતની અફવા વાઈરલ સેમ્યુઅલના મોતની અફવા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ત્યારબાદ સેમ્યુઅલે પોતે સ્વસ્થ છે તેની માહિતી આપી હતી. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું હતું, હેલ્લો મિત્રો, સહયોગ માટે આભાર. હું ઠીક છું અને જીવિત છું. મારું અકાઉન્ટ બીજું કોઈ વાપરતું નથી.Sushant's close friend Samuel Haokip claims that Sushant was never depressed as long as I was with him.