સુશાંતના કઝીન ભાઈ અને MLA નીરજ કુમારે કહ્યું, પોલીસ રિયા ચક્રવર્તીને પકડી પૂછપરછ કરે, સત્ય સામે આવી જશે

સુશાંતના કઝીન ભાઈ અને MLA નીરજ કુમારે કહ્યું, પોલીસ રિયા ચક્રવર્તીને પકડી પૂછપરછ કરે, સત્ય સામે આવી જશે



સુશાંત સિંહ રાજપૂતનો કઝીન ભાઈ અને MLA નીરજ કુમાર બબલુની માગ છે કે પોલીસ રિયા ચક્રવર્તીને પકડીને તેની પૂછપરછ કરે. સત્ય સામે આવી જશે. નીરજે કહ્યું કે FIRમાં લગાવવામાં આવેલ આરોપોની તપાસ કરવામાં આવે. મને લાગે છે રિયા પર લગાવવામાં આવેલ બધા આરોપો સાચા છે. રિયાએ ફ્રોડ કર્યો છે. તેણે તેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા. આવા ઘણા આરોપ તેના પર છે.

પટના પોલીસ મુંબઈ ગઈ છે અને તપાસ કરી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે મુંબઈ પોલીસ મદદ કરે. જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તેના પર યોગ્ય તપાસ થાય. પૈસા ઉપાડ્યા છે તે હકીકત છે અને તે બેન્ક સ્ટેટમેન્ટમાં ચોખ્ખુ જોવા મળ્યું છે. રિયાની ધરપકડ થવી જોઈએ. તે પોલીસ કસ્ટડીમાં આવશે ત્યારબાદ સત્ય સામે આવી જશે.

ધરપકડના ડરથી રિયા ગાયબ મંગળવારે થયેલ આખા ઘટનાક્રમ પછી એક્ટ્રેસ રિયા અને પરિવાર પર ધરપકડની તલવાર લટકી રહી છે. રિયા પર નોનબેલેબલ કલમ પણ લગાવવામાં આવી છે. સુશાંતના પિતાની ફરિયાદના આધારે પટનાના રાજીવ નગર પોલીસે 341, 342, 280, 420, 406, 420 અને 306 કલમ હેઠળ રિયા અને તેના પરિવાર સહિત 6 લોકોને આરોપી બનાવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે બુધવારે પટના પોલીસ રિયાની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી પણ તેમને એવી માહિતી આપવામાં આવી કે તે અને તેનો પરિવાર ત્યાં નથી.







સુશાંત સિંહ રાજપૂતનો કઝીન અને MLA નીરજ કુમાર બબલુ, સુશાંત અને રિયા