Translate to...

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં
એક સમયે રાજ્યના હોટસ્પોટ બનેલા અને સતત કેસોમાં ટોપ પર રહેલા અમદાવાદ શહેરમાં હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતો હોવાનો દાવો કરાયો છે. જેની વચ્ચે અમદાવાદમાં કોરોના કાબુમાં આવ્યાના દાવાને લઇને કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના તંત્ર વચ્ચે વિવાદ ઉભો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલના ખાસ અધિકારી ડો. એમ.એમ પ્રભાકરના અમદાવાદમાં કેસ ઓછા થવાના કારણમાં હર્ડ ઇમ્યુનિટી અને કેસોની ઘાતકતા ઓછી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુરુવારે નામ લીધાં વગર વીડિયો મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ આ દાવાને ફગાવતા અમદાવાદ જ નહીં વિશ્વમાં હજી સુધી ક્યાંય હર્ડ ઇમ્યુનિટી હજી સુધી જોવા મળી હોવાનો દાવો કરવામાં નથી આવ્યો અને અમદાવાદમાં કોરોનાની તીવ્રતા ઘટી ન હોવાનું કહ્યું છે. બંને અધિકારીઓ દ્વારા અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે જેથી પ્રજા અસમંજસમાં છે કે ખરેખર અમદાવાદમાં કોરોના કાબુમાં છે કે પછી પ્રજાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે.

હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ રહી છેઃ ડો. એમ.એમ પ્રભાકરએશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી ડો. એમ.એમ. પ્રભાકરે વીડિયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના ફેલાયો છે. શરૂઆતમાં અમદાવાદમાં પણ એપ્રિલ-મે માસમાં અમદાવાદમાં ખુબજ કેસો હતા અને વીએસ. સિવિલ, કેન્સર ઉપરાંત કિડની હોસ્પિટલમાં વોર્ડ શરૂ કર્યા હતા. અમદાવાદમાં કોરોનાનાં કેસો ઘટ્યા છે. 1100થી વધુ કેસો આવતા હતા જે આજે ઘટીને 250 જેટલા થયા છે. જેના કારણમાં તેઓએ હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ રહી હોવાની અને પહેલા જે ગંભીર પ્રકારના કેસ આવતા હતા તેની ઘાતકતા ઘટી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ સામાન્ય લક્ષણ ધરાવતાં લોકોને હોમ આઇસોલેશન અને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવતા હોવાને લઇ કેસો અંગે ઘટવાની વાત કરી હતી.

કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓના કારણે કેસો ઓછા થયાઃ ડો. ભોવિન સોલંકીબે દિવસ બાદ ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ખાસ નિમાયેલા અધિકારી, મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના હજારો અધિકારીઓ અને કર્મચારીઓ, ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફની રાત- દિવસની મહેનતના ફળ સ્વરૂપે આજે કેસો ઓછા થયા છે. અલગ અલગ સ્ટ્રેરજી, ખાનગી હોસ્પિટલના રિકવિઝિશન, ધન્વંતરી રથની OPD, 1 લાખ ખાનગી હોસ્પિટલની OPD, 1.25 લાખ લોકોનું સર્વેલન્સ અને આરોગ્ય સેતુ એપની સર્વેલન્સ કરવામાં આવતા દરેક ઝોનમાં કેસો અને મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

વિશ્વમાં ક્યાંય હર્ડ ઇમ્યુનિટીનો દાવો કરાયો નથીઃ ડો. ભાવિન સોલંકીડો. ભાવિન સોલંકીએ નામ લીધા વગર અમુક વ્યક્તિઓ હર્ડ ઇમ્યુનિટી અને વાઇરસ નબળો પડવાની વાતો કરે છે. પરંતુ કોરોનાનાં સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધી ભારત કે અન્ય કોઈ દેશમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો ન હોવાનું કહ્યું હતું. હર્ડ ઇમ્યુનિટીમાં 70થી 90 ટકા વસ્તી એક યા બીજી રીતે સંક્રમણની અસર થયેલી હોવી જોઈએ. અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી પેદા થઈ હોવાની ખોટી અને તથ્ય વિહીન હોવાનો દાવો તેમણે કર્યો છે. AMCએ હજારો લોકોની એન્ટીબોડી ટેસ્ટ કરાવી અને આ બાબતની પુષ્ટિ કરી છે. ભારતના બીજા શહેરોમાં અને અમદાવાદમાં એક સાથે કેસોનું સંક્રમણ શરૂ થયું હતું પરંતુ અમદાવાદમાં કેસો ઘટી રહ્યા છે અને બીજે વધી રહ્યા છે. અમદાવાદમાં કેસોની તીવ્રતા ઘટી નથી.

બન્ને અધિકારીઓના દાવાથી પ્રજા અસમંજસમાંસિવિલ હોસ્પિટલના ડો. એમ.એમ.પ્રભાકરના અને AMCના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકી દ્વારા કેસો ઘટવાને લઇ આપવામાં આવેલી માહિતીથી વિવાદ થયો છે. પ્રભાકરના નામ લીધા વગર જ ડો. ભાવિન સોલંકીએ હર્ડ ઇમ્યુનિટીના દાવાને ખોટો કરી દીધો છે. ત્યારે હવે ખરેખર અમદાવાદમાં કેસો શા માટે ઘટ્યા તે અંગે અમદાવાદની પ્રજા પણ સવાલ પૂછી રહી છે. કોર્પોરેશનના ફેસબુક પર ડો. ભાવિન સોલંકીના વીડિયોમાં કોમેન્ટમાં કેટલાક લોકોએ 4 મહિનામાં પહેલી વાર આ ભાઈ/ અધિકારીને જોયા એવી કોમેન્ટ કરી હતી.Civil Dr. Prabhakar claim Heard immunity developed but AMC Medical Officer says not Heard Immunity