સ્વિડનના ચર્ચમાં પ્રથમ વખત પુરુષોથી વધુ મહિલા પાદરી, તેમ છતાં પગાર ઓછો

સ્વિડનના ચર્ચમાં પ્રથમ વખત પુરુષોથી વધુ મહિલા પાદરી, તેમ છતાં પગાર ઓછો



સ્વિડન ચર્ચના ઈતિહાસમાં પહેલી વખત પુરુષ પાદરીઓની તુલનાએ મહિલા પાદરીઓની સંખ્યા વધી ગઈ છે. સ્વિડન ચર્ચે આ માહિતી આપી હતી. દેશમાં કુલ 3060 પાદરીઓ સેવા આપી રહ્યાં છે. તેમાં 1533 એટલે કે આશરે 50.1 ટકા મહિલાઓ છે. સ્વિડન ચર્ચના સેક્રેટરી ક્રિસ્ટિના ગ્રેનહોમ અનુસાર આ ઐતિહાસિક છે. અમે અંદાજ લગાવ્યો હતો કે પુરુષોને પાછળ મૂકી દેવાનું કામ 2090 સુધી થશે પણ આ પરિવર્તન ખૂબ જ ઝડપી આવ્યું.

કેથોલિક ચર્ચથી વિપરીત સ્વિડનમાં લૂથરન ચર્ચે મહિલાઓને પ્રાર્થના-પૂજા કરાવવાની મંજૂરી 1958માં આપી હતી. 1960માં પ્રથમ વખત ત્રણ મહિલાઓએ આ જવાબદારી સંભાળી હતી. તેના પછી 1982માં સ્વિડનની સંસદે એ વિશેષ ખંડ પણ રદ કર્યો હતો જેમાં પુરુષ પૂજારીને મહિલાને સહયોગ આપવાથી ઈનકાર કરવાનો અધિકાર મળ્યો હતો. 2000માં ચર્ચને રાજ્યથી અલગ કર્યા બાદ મહિલાઓને ધર્મ સંબંધિત અભ્યાસક્રમોમાં વધારે મહત્ત્વ અપાયું.

ગ્રેનહોમે કહ્યું કે રવિવારની સેવા દરમિયાન અમે પુરુષ અને મહિલા પાદરીને સમાન તક આપીએ છીએ. તેનાથી પણ તેમનામાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો છે. આમ પણ અમે એ વાતને માનીએ છીએ કે ભગવાને મહિલા-પુરુષ બંનેનું સર્જન કર્યુ છે. તો પછી ભગવાનની સેવામાં કોઈ ભેદભાવ ન થવો જોઈએ અને એવું દેખાવું પણ જોઇએ.

જેની હોગબર્ગે કહ્યું- લાંબો સંઘર્ષ કર્યો તેમ છતાં ભેદભાવ તો યથાવત્ જ છેસ્વિડન ચર્ચમાં ભલે મહિલા પાદરીની સંખ્યા પુરુષોથી વધી ગઈ હોય પણ તેમની સાથે ભેદભાવ તો યથાવત્ જ છે. પુરુષ પાદરીઓની તુલનાએ તેમનો પગાર 18 હજાર રૂપિયા જેટલો ઓછો છે.







સ્વિડનના ચર્ચમાં મહિલા પાદરી જેની હોગબર્ગ.