સાવરકુંડલામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, નાવલી નદીમાં ઘોડાપૂર આવતા રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યાં

સાવરકુંડલામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, નાવલી નદીમાં ઘોડાપૂર આવતા રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યાં



અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા, હિંડોરણા, ચોકડી. છતડીયા, રંગપુર, વડેરા, નાના ભંડારીયા સહિતના ગામના ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે જિલ્લાના દરિયાકાંઠે પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા છે. સાવરકુંડલા પંથક અને ઉપરવાસના હાથસણી સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદથી સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું છે. આથી પૂરના પાણી સાવરકુંડલાની બજારોમાં ફરી વળ્યાં છે. પૂર જોવા લોકોના ટોળા ઉમટ્યા છે. સાવરકુંડલાના રસ્તા પર એક ફૂટ સુધી પાણી ભરાયા અનરાધાર વરસાદથી સાવરકુંડલાના રસ્તાઓ પર એક ફૂટ સુધી પાણી ભરાયા છે. નાવલી નદી બેકાંઠે વહેતી થઇ છે. સાવરકુંડલાથી બોધરયાણી ખોડિયાર જવાના માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ફેરવાય ગયા છે. સાવરકુંડલાના દોલતી અને મેરિયાણામાં ધોધમાર બે ઈંચ વરસાદ નોંધાયો છે. આથી દોલતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી દોલતી ગામમાં ફરી વળ્યાં છે.

ઉના પંથકમાં 1થી 2 ઈંચ ગીર અને ગીર આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉનાના ધોકડવા, નગડીયા, ઉમેજ ,હિત ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉના અને ગીર ગઢડામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ઉનાના સામેતર, ગરાળ, મોઠા, સનખડા, ગાંગડામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

જસદણ પંથકમાં ધોધમાર વરસાદ જસદણ શહેરમાં ધીમી ધારે તો ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.આખો દિવસ ગરમીમાં લોકો અકળાય ગયા હતા. ત્યારે સાંજે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ થતાં ખેડૂતોમા આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જસદણ પંથકમાં મોટાભાગના ચેકડેમો હજી ખાલી પડયા છે. જસદણ પંથકમાં ગોડલાધાર, શિવરાજપુર, લાખાવડ, વડોદ, આટકોટ, જસદણ સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે.​​​​​​​ ભાવનગરમાં કુમુદવાડી પાસે ભુવો પડ્યો ભાવનગરના કુમુદવાડી વિસ્તારમાં ભુવો પડ્યો છે. કુમુદવાડીમાં સૌથી વધુ હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં RCC રસ્તાનું ધોવાણ થયા બાદ મસમોટો ભુવો પડ્યો છે. દર વર્ષે રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વરસાદે મહાનગરપાલિકાના કામની પોલ ખુલી પાડી છે. ભારે વરસાદના પગલે ભાવનગરમાં માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે. મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. (જયદેવ વરૂ, અમરેલી/ભરત વ્યાસ, ભાવનગર/જયેશ ગોંધિયા, ઉના/ કરસન બામટા, જસદણ)







સાવરકુંડલા તાલુકામાં બેથી ત્રણ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં