Translate to...

સોલિડેરિટી કપ આજથી; ત્રણ ટીમો 36 ઓવરની એક મેચ રમશે, બંને હાફમાં સૌથી વધુ રન કરનાર ટીમ વિજેતા બનશે

સોલિડેરિટી કપ આજથી; ત્રણ ટીમો 36 ઓવરની એક મેચ રમશે, બંને હાફમાં સૌથી વધુ રન કરનાર ટીમ વિજેતા બનશે



એક્સપેરિમેન્ટલ ટૂર્નામેન્ટ સોલિડેરિટી કપથી ક્રિકેટની રમત પરત ફરી રહી છે. આજે આ મુકાબલો 3TC ફોર્મેટ (3 ટીમ એક મેચમાં રમશે)માં થશે. આમાં દક્ષિણ આફ્રિકાના 24 પોપ્યુલર ખેલાડીઓ ભાગ લેશે.

8-8 ખેલાડીઓની ત્રણ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમોનું નામ ઈગલ્સ, કાઇટ્સ અને કિંગફિશર છે. ઈગલ્સનો કેપ્ટન એબી ડિવિલિયર્સ, કાઇટ્સનો હેનરિક ક્લાસેન અને કિંગફિશરનો કવિન્ટન ડી કોક છે.

સોલિડેરિટી કપના નિયમ

8-8 ખેલાડીઓની ત્રણ ટીમો વચ્ચે 36 ઓવરની એક મેચ રમાશે. મેચમાં 18-18 ઓવરના બે હાફ હશે.કોણ પહેલા બોલિંગ-બેટિંગ કરશે તે માટે ડ્રો કાઢવામાં આવશે. પહેલા હાફમાં ડગઆઉટમાં બેસનાર ટીમનો નિર્ણય પણ આ રીતે કરવામાં આવશે.સેકન્ડ હાફમાં એ ટીમ પહેલા બેટિંગ કરશે, જેણે ફર્સ્ટ હાફમાં સૌથી વધારે રન કર્યા હોય.ટાઈ પડે તો જે ટીમે પહેલા હાફમાં બેટિંગ કરી હતી, તે બોલિંગ કરશે.બોલિંગ કરનાર દરેક ટીમ વિરોધી સામે અલગ-અલગ નવા બોલથી જ 12 ઓવર બોલિંગ કરશે. એક બોલર વધુમાં વધુ 3 ઓવર બોલિંગ કરી શકશે.સાત વિકેટ પડ્યા પછી આઠમો બેટ્સમેન એકલો બેટિંગ કરશે. તે માત્ર ઇવન નંબર(2,4,6)માં જ રન બનાવી શકશે.બંને હાફમાં સૌથી વધુ રન કરનાર ટીમ વિજેતા બનશે. તેને ગોલ્ડ આપવામાં આવશે, બીજા નંબરે રહેનાર ટીમને સિલ્વર અને ત્રીજા ક્રમે રહેનાર ટીમને બ્રોન્ઝ આપવામાં આવશે.ગોલ્ડ માટે મેચ ટાઈ થાય તો સુપર ઓવરથી વિનર નક્કી થશે. જોકે, સિલ્વર માટે ટાઈ થાય તો બંને ટીમ એવોર્ડ શેર કરશે.

ત્રણેય ટીમ

ઈગલ્સ:એબી ડી વિલિયર્સ (કેપ્ટન), એડેન માર્કરામ, લુંગી ગિડી, એંડિલ ફેલુકવેયો, રેસી વેન ડી ડ્યુસેન, જુનિયર ડાલા, કાઇલે વર્નોન, બર્ર્ન ફોર્ચ્યુન.કિંગફિશર:રેઝા હેન્ડ્રિક્સ (કેપ્ટન), હેનરીક ક્લાસેન, ફાફ ડુ પ્લેસિસ, થેન્ડો એન્ટિની, તબરેઝ શમ્સી, જાનેમન મલાન, ગ્લેન્ટન સ્ટીવર્મન, ગેરાલ્ડ કોએટજી.કાઇટ્સ:ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), ડેવિડ મિલર, ટેમ્બા બાવુમા, એનરિક નોર્ટ્જે, ડ્વેન પ્રેટોરિયસ, બ્યુરાન હેન્ડ્રિક્સ, જેજે સ્મટ્સ, લુથો સિપામાલા.





સોલિડેરિટી કપ સેંચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં ભારતીય સમયાનુસાર શનિવારે બપોરે 2:30 વાગે રમાશે.