Translate to...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરોનો રાફડો, તાબે ન થતા વિદ્યાર્થિનીઓ કારકિર્દીની બલિ ચડાવે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરોનો રાફડો, તાબે ન થતા વિદ્યાર્થિનીઓ કારકિર્દીની બલિ ચડાવે છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે શિક્ષાનું મંદિર મટી લંપટ પ્રોફેસરોની બની ગઇ હોય તેમ છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ચાર વિદ્યાર્થિનીની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાય ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદના વમળમાં આવી છે. ઉપલેટાની M.P.Edની એક વિદ્યાર્થિનીએ ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે કુલપતિને ઇ-મેઇલથી ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, વર્ષ 2018-2019માં M.P.Edમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારા સાહેબ ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અગાઉ પણ પ્રોફેસર હરેશ ઝાલાને વિદ્યાર્થિની પાસે શરીરસુખની માંગણીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તેમજ અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશીએ વિદ્યાર્થિનીને કિસ કરવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત Ph.Dવિદ્યાર્થિનીજાતિય સતામણીકેસમાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેષ પંચાલ ડિસમિસ થયા હતા. ચારપ્રોફેસર સામે તપાસ ચાલી રહી છે અને આ બે પ્રોફેસરને પણ પંદર દિવસ કેમ્પસમાં આવવાની મનાઈ કુલપતિ દ્વારા ફરમાવવામાં આવી છે.

ભગીરથસિંહ રાઠોડ અને વિક્રમ વંકાણી

યુનિવર્સિટી કોઇ પણ જવાબદારને છાવરશે નહીંઃ કુલપતિસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.P.Edભવનના પ્રો. ડો.વિક્રમ વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીએ ઇ-મેલથી ફરિયાદ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ શરૂ કરાઈ છે. ઉપલેટાની વિદ્યાર્થિનીના નામે કુલપતિને કરાયેલા ઇ-મેલમાં આક્ષેપ કર્યો છે કે, હું ભૂતપૂર્વ વિદ્યાર્થિની છું અને 2018-19માં M.P.Edમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન અમારા સાહેબ ડો.વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો તથા અમારા સાહેબ દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. જો તેમની વાત હું માનું તો મને M.P.Edમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જેના કારણે મેં ગયા વર્ષે 2019-20માં મારું M.P.Edઅધૂરું મૂક્યું હતું. કારણ કે, મને એમ લાગતું હતું કે સાહેબના ડરથી કોઇ મને સાથ નહીં આપેતેથી મેં આ વાત કોઇની સાથે ન કરી મારો અભ્યાસ ટૂંકાવ્યો હતો.પરંતુ હાલના સમાચાર જોઇ મારામાં હિંમત આવી હોય તેથી અરજી કરું છું. આ અંગે કુલપતિએ પણ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કોઇ પણ જવાબદારને છાવરશે નહીં અને બંનેને 15 દિવસ સુધી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પ્રોફેસર હરેશ ઝાલા

પ્રો. ઝાલા વિદ્યાર્થિની પાસે 'શરીરસુખ'ની માંગણી કરતા સસ્પેન્ડસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ હરેશ ઝાલા લંપટ પ્રોફેસર પાર્ટ-3 બન્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનની એમ.ફિલ.ની વિદ્યાર્થિનીને Ph.Dમાં પ્રવેશ અપાવવા બદલ શરીર સુખ માણવાની બીભત્સ માંગણી કરતાં લંપટ પ્રોફેસર હરેશઝાલાને સસ્પેન્ડ કરાયા હતા અને તેની ચેમ્બર પણ સીલ કરી દેવાઈ હતી. વિદ્યાર્થિની અને પ્રોફેસર ઝાલા વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિએ હરેશ ઝાલાને સસ્પેન્ડ કરતાં સમાજશાસ્ત્ર ભવનની વિદ્યાર્થિનીઓ કુલપતિ પાસે ધસી ગઈ હતી અને લંપટ પ્રોફેસર ઝાલાને ફરી ફરજ પર લેવાની માગણી કરતાં કુલપતિ પણ અચંબામાં મૂકાયા હતા. યુવતીએ પ્રોફેસર ઝાલા પાસે રૂ.22 લાખ માગી બ્લેક મેઈલ કર્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. જો કે કુલપતિએ વિદ્યાર્થીઓની માગણી નકારી લંપટનો સાથ ન દેવા સલાહ આપી હતી.

અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી પર શાહી ફેંકાઇ હતી

અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી સસ્પેન્ડ થયા હતાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં Ph.Dનું કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીને કિસ કરવાના પ્રકરણમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને પીડિતા વચ્ચે થયેલી વાતચીતની એક ઓડીયો ટેપ વાઇરલ થઇ હતી. બાદમાં સાઇબર પૂરાવાઓની ચકાસણી કરાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે-બે ઓફિસ ધરાવતા અર્થશાસ્ત્ર ભવનના એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને ઇતિહાસ ભવનના ડો.પ્રફુલ્લાબેન રાવલને રજિસ્ટ્રારે નોટિસ આપ્યા બાદ ડો.રાવલે વધારાની ઓફિસ ખાલી કરી આપી હતી. જ્યારે ડો.રાકેશ જોશીએ સોશિયોલોજી ભવનની ઓફિસ ખાલી કરવા મુદ્દે જવાબ જ ન આપતા નોટિસ આપવામાં આવી હતી. બાદમાં રાકેશ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમિસ કરાયા હતા

જાતિય સતામણી કેસમાં પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમિસ થયા હતાબાયો સાયન્સ ભવનમાં Ph.Dવિદ્યાર્થિનીના સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ ગત 30મી ઓગસ્ટ, 2018ના રોજ તત્કાલિન કુલપતિ ડો.દેવેનને કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકરણની તપાસ એન્ટિ સેક્સ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલને સોંપવામાં આવી હતી. એન્ટિ સેકસ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલે આપેલા રિપોર્ટના આધારે પ્રોફેસર નિલેશ પંચાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાહતા. ત્યારબાદ ગત તા.2-11-2018ના રોજ આ પ્રકરણની તપાસ નિવૃત્ત જ્જ દિનેશ ત્રિવેદીને સોંપવામાં આવી હતી અને નિવૃત્ત જજે 12 માર્ચે પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપ્યો હતો. બાદમાં જાતિય સતામણીના કેસમાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમિસ થયા હતા.શિક્ષાનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરોને કારણે વિદ્યાર્થિનીઓની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાઇ રહ્યો છે (ફાઇલ તસવીર)