Translate to...

સૌરાષ્ટ્રના ગામડાઓમાં વિચિત્ર સ્થિતિઃ વાલીઓ પાસે સ્માર્ટફોન છે નહીં અને ફોન હોય છે ત્યાં ઈન્ટરનેટના ધાંધિયા

સૌરાષ્ટ્રના ગામડાઓમાં વિચિત્ર સ્થિતિઃ વાલીઓ પાસે સ્માર્ટફોન છે નહીં અને ફોન હોય છે ત્યાં ઈન્ટરનેટના ધાંધિયા
કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરોમાં નેટવર્ક કનેક્ટવિટી પૂરતી મળી રહે છે પરંતુ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણની સ્થિતિ શું છે તે માટે દિવ્યભાસ્કરવતીશૈલેષ રાદડિયા અને સુનિલ પાલડિયાસૌરાષ્ટ્રના અમુક ગામડાંમાં પહોંચી સ્થિતિ જાણી હતી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનુંશિવરાજપુર ગામ ડિજિટલ વિલેજ છે. પરંતુ ગામના બાળકો અને વાલીઓની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, અહીં નેટવર્કની કનેક્ટિવિટી પૂરતી છે પરંતુ મોટાભાગના વાલીઓ પાસે સ્માર્ટ ફોનનો અભાવ છે. આથી મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે. તેઓને સ્કૂલ તરફથી આપાવામાં આવતા પાઠ્યપુસ્તકોને આધારે જાતે અભ્યાસ કરવો પડી રહ્યો છે. આવા સમયેદિનેશભાઇ વાલજીભાઇ ત્રાપસીયા નામના વાલીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, 200 રૂપિયાની મજૂરી કરતામાણસને ઘરનું પણ પૂરૂ થાતું નથી. આવી પરિસ્થિતિમાં બાળકોને નેટ કરાવી દેવું અમારા માટે શક્ય નથી. જ્યારે અમરેલીના જસવંતગઢ અને ચિતલમાં નેટવર્કના અભાવે ફોન હોવા છતાં પણ બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે.

શિવરાજપુર ગામના વાલી દિનેશભાઇ ત્રાપસીયા પુત્રી સાથે

શિવરાજપુર ગામમાં ચાર સરકારી અને એક ખાનગી સ્કૂલ આવેલી છેઆ ગામમાં ચાર સરકારી અને એક ખાનગી સ્કૂલ આવેલી છે. જેમાં ખોડિયારપરાસીમ શાળા, ડોળા સીમ શાળા, કન્યા પ્રાથમિક શાળા અને કુમાર પ્રાથમિક શાળા આવેલી છે. આ તમામ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્માર્ટફોનનો અભાવ અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે આ બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે. એક શિક્ષકે નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, ઘણા એવા વાલીઓ છે તેઓ પાસે સ્માર્ટ ફોન નથી આથી સાદા ફોનમાં અમે કોલ કરીએ છીએ અને બાળકોને પ્રવૃતિઓ સમજાવીએ છીએ. પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને PDF ફાઇલ અને પ્રવૃતિઓનું પુસ્તક આપવામાં આવે છે. જ્યારે 3થી 8 ધોરણના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે.

શિવરાજપુર ગામમાં કન્યા પ્રાથમિક શાળામાં ધો.5માં અભ્યાસ કરતી રાદડિયા જેનિક્ષા

પપ્પા પાસે ફોન છે, ઘરના અન્ય સભ્યો પાસે ફોન નથીઃ ધો. 5ની વિદ્યાર્થિનીશિવરાજપુર કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જેનિક્ષા રાજેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, હું ધો. 5માં અભ્યાસ કરૂ છું. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ ઓનલાઇન અભ્યાસ કરતી વખતે સરનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હોવાથી ગણિત અને અંગ્રેજી જેવા વિષયમાં સમજાતું નથી. મારા પપ્પા ખએતીકામ કરે છે. આથી તેઓને ફોનની જરૂર હોય છે. મને એક કલાક જ ફોન આપે છે. ખેતી સિવાય બીજી કોઇ આવક ન હોવાથી મારા પપ્પાને નેટ કરવું પોસાતું નથી. આથી ઓનલાઇન શિક્ષણ આર્થિક રીતે મોંઘુ પડે છે. મોબાઇલમાં જોવાથી આંખને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

પપ્પા પાસે સ્માર્ટ ફોન નથી બીજાને ઘરે અભ્યાસ માટે ટીવી જોવા જવું પડે છેઃ ધો.6ની વિદ્યાર્થિનીશિવરાજપુર કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જાનકી વેકરીયાએ જણાવ્યું હતું કે, મારા પિતા ખેડૂત છે. તેમની પાસે સ્માર્ટફોન નથી. આથી હું ઓનલાઇન અભ્યાસ પણ કરી શકતી નથી. અમારી પાસે ટીવી પણ નથી. આથી હું બીજાના ઘરે ટીવી જોઇને અભ્યાસ કરી રહી છું. હું જે સમયે જાવ છું ત્યારે ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવવામાં આવેછે. અન્ય વિષયનો ટાઇમ અલગ અલગ હોવાથી વારંવાર બીજાને ઘરે જવું શક્ય પણ નથી. ઓનલાઇન અભ્યાસથી હું વંચિત છું.

શિવરાજપુર કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય મિલન નિમાવત અને ઉપસરપંચ ગોવિંદભાઇ ટીબડીયા

ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્કની સમસ્યા વધારેઃ કુમાર પ્રાથમિક શાળાના આચાર્યશિવરાજપુ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય મિલન નિમાવતે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની આફત ચાલી રહી છે ત્યારે સરકાર ડિજિટલ યુગની અંદર ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ હાલ ગામડે ગામડે ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. દરેક શિક્ષકો ટીમ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસથી ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. શહેરી વિસ્તારની અંદર નેટવર્કના પ્રશ્નો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્કના પ્રશ્નો હોવાથી અથવા નાના માણસો છે તેઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી બાળકો ઓનલાઇન શિક્ષણથઈ વંચિત રહે છે.

લોકડાઉનના હિસાબે ગામડાનું શિક્ષણ બહુ કથળ્યુંઃ ઉપસરપંચગામના ઉપસરપંચ ગોંવિંદભાઇ ટીબડીયાએ જણાવ્યું હતું કે, શિવરાજપુર ગામમાં 9 હજારથી વધુની વસ્તી છે. દરેક સમાજના લોકો હળીમળીને રહે છે. પરંતુ ઓનલાઇન અભ્યાસ શિક્ષક-વિદ્યાર્થી સામસામે આવે અને શિક્ષણ આપવામા આવે તેનો પર્યાય ન બની શકે. લોકડાઉનના હિસાબે ગામડાનું શિક્ષણ બહુ કથળ્યું છે. ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટ જોઇએ. પરંતુ દરેક વિદ્યાર્થીઓ પાસે આ ફોન હોતા નથી. વાલીઓમાં પણ કકળાટ છે કે, ઓનલાઇન શિક્ષણ થતા શિક્ષક અને વિદ્યાર્થીઓ આમને સામને થતા નથી. ઘર પર શિક્ષણ દેવામાં આવે છે તેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપી શકતા નથી. મારા ગામનું જોતા એવું લાગે છે કે, આવુંને આવું શિક્ષણ ચાલશે તો આવનાર પેઢીનું ભવિષ્ય કંઇ છે નહીં. શિક્ષણોની હાજરીમાં વિદ્યાર્થીઓ ભણતા હોય તો શિક્ષણ આગળ વધે. પરંતુ ઓનલાઇન શિક્ષણમાં આવું થતું નથી.

જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ માંગરોળીયા અને વાલીપ્રદ્યુમન જોષી

અમરેલી જિલ્લાના જશવંતગઢ-ચિતલમાં ઓનલાઈન શિક્ષણ, સ્માર્ટ ફોન નથી, ફોન હોય તો ઈન્ટરનેટ નથીઅમરેલીની જિલ્લામાં અમરેલી સિટીથી 17 કિમી દૂર આવેલા જશવંતગઢ-ચિતલ ગામ આવેલું છે. આ આખું ગામ ખેતી પર આધારીત છે. જેમાં હાલ કોરોનાનો એક પણ કેસ ગામમાં નોધાયો નથી. જોકે, આ મહામારીને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણથી અળગા રહેવાનો વારો આવ્યો છે. ગામમાં ત્રણ જેટલી પ્રાઈવેટ, ગુરૂકુળ અને ત્રણ જેટલી સરકારી સ્કૂલમાં ધોરણ 1થી 8માં 3 હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કોરોના મહામારીને લઈને ગામમાં ઓનલાઈન શિક્ષણ કહેવા માત્ર ચાલું છે. જેમાં પ્રાઈવેટ સ્કૂલમાં વાલીઓની રજૂઆતના પગલે માત્ર વોટ્સએપ પર થોડીઘણી પ્રવૃતિ અને પાછળના ધોરણનું રિવિઝન કરાવતું હોમવર્ક આપવામાં આવે છે.

ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓનલાઈન શિક્ષણ અંગે ગામડાઓમાં વાલીઓનું કહેવું છે કે, ગામડામાં ઘરમાં એક સ્માર્ટફોન હોય છે. જે પણ પુરૂષ પાસે હોય છે. સ્ત્રી પાસે મોટા ભાગે સ્માર્ટ ફોન હોતો નથી. અને જો હોય તો પણ તેમાં ઈન્ટરનેટ હોતું નથી. ઈન્ટરનેટ પણ ગામડામાં નેટવર્ક આવે તો જ આવે છે. આ બધી સમસ્યાઓને લઈને ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણ ફેલ હોવાનું લોકોનું માનવું છે.

ઓનલાઈન શિક્ષણ આપવું તે સારી બાબત

ઓનલાઈન શિક્ષણ અંગે જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ આપવું તે સારી બાબત છે. કોરોનાના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ જ લાભદાયી છે. કોરોનાના કારણે શિક્ષણમાં પણ આવી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ થઈ શક્યો છે. ઓનલાઈન શિક્ષણ સાથે આપણી ભાવિ પેઢી આવનાર દિવસોમાં ટેક્નોલોજી સાથે કદમ મીલાવી શકાશે.

કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ વૈકલ્પિક રસ્તોપ્રદ્યુમન જોષી(વાલી)એ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વિદ્યાર્થીઓના અભ્સાયમાં રૂકાવટ આવી છે. ત્યારે ઓનલાઈન શિક્ષણના ફાયદા અને ગેરફાયદા કાઢવા બેસીએ તો ઘણા નીકળે. જોકે, કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ વૈકલ્પિક રસ્તો છે. જે હાલ આપવામાં આવી રહ્યું છે.

શારદાબેન (શિક્ષક)

ફાયદા અને ગેરફાયદા પણ છે પણ આપણે ગેરફાયદા તરફ જવાનું નથીશારદાબેન (શિક્ષક)એ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ બાળકો માટે ખેરખર ફાયદાકારક છે. બાળકો ખૂબ જ સારી રીતે ભણે છે. ડીડી ગીરનાર પર પણ તેની ચેનલ શરૂ કરવામાં આવી છે. જેનાથી પણ બાળકો હોંશેહોંશે અભ્યાસ કરે છે. ઓનલાઈન શિક્ષણના ફાયદા અને ગેરફાયદા પણ છે પણ આપણે ગેરફાયદા તરફ જવાનું નથી. બાળકો ભણે એ સરકારને અભિનંદન આપવા જોઈએ કે ખરેખર આ સારું કામ કર્યું છે.શિવરાજપુર ગામમાં ઘરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ