સારા વરસાદના પગલે ખરીફ પાકની 48% વાવણી માત્ર જુનમાં થઇ ગઈ

સારા વરસાદના પગલે ખરીફ પાકની 48% વાવણી માત્ર જુનમાં થઇ ગઈસમયસર ચોમાસાની શરૂઆત અને મે મહિનાના અંતે આવેલા સાઈકલોનના પગલે ગુજરાતમાં આ વર્ષે ખરીફ પાકની વાવણી ઘણી જ સારી રહી છે. ગુજરાતના કૃષિ વિભાગના આંકડા મુજબ સિઝનના કુલ ખરીફ વાવેતરનું 48% વાવેતર જુન મહિનામાં જ પૂર્ણ થયું છે. આંકડા મુજબ 2020માં 29 જુન સુધીમાં ગુજરાતમાં 40.88 લાખ હેક્ટર ખરીફ વાવેતર થયું છે. પાછલા ત્રણ વર્ષનું સિઝનનું સરેરાશ કુલ વાવેતર 84.90 લાખ હેક્ટર છે. કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ગુજરાતમાં જુન મહિના પછી વાવેતર ગતિ પકડે છે. તેની સામે આ વર્ષે ચોમાસું સમયસર શરુ થઇ જતા, ખેડૂતોએ વાવણી પણ વહેલી શરુ કરી છે. આ ઉપરાંત પાણીની ઉપલબ્ધતા હોવાથી પણ વાવેતર વધ્યું છે.

મગફળીનું વાવેતર સામાન્ય કરતાં 106% વધ્યુંકૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં મગફળીનું સરેરાશ 15.40 લાખ હેકટરમાં વાવેતર થાય છે. આ વર્ષે જુનમાં જ 16.37 લાખ હેક્ટર વાવેતર થઇ ચુક્યું છે. ગત વર્ષે આ સમયે 9.91 લાખ હેકટરમાં વાવણી થઇ હતી. ઇન્ડિયન ઓઈલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન ખુશવંત જૈને જણાવ્યું હતું કે, કપાસની તુલનાએ મગફળીમાં સારા ભાવ મળ્યા હોવાથી ઘણા ખેડૂતો મગફળીના પાક તરફ વળ્યા છે. બીજી તરફ પાણી પણ ઘણું છે તેથી મગફળીમાં આ વર્ષે 30 લાખ હેક્ટર કે તેનાથી પણ વધારે વાવેતર થવાની સંભાવના છે.

કપાસના વાવેતર વિસ્તારમાં 58.79%નો વધારોગુજરાતદેશમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. આ વર્ષે જુન મહિનામાં કુલ 15.71 લાખ હેકટરમાં વાવેતર થયું છે જે 14.35 લાખ હેકટરના એવરેજ વાવેતર કરતાં 58.79% વધુ છે. જોકે, ગત વર્ષના 14.35 લાખ હેક્ટરની તુલનાએ આ વર્ષે 9.47% વિસ્તાર વધ્યો છે.

ગત વર્ષની તુલનાએ અનાજ અને કઠોળનું વાવેતર બમણુંસરકારના આંકડા મુજબ અનાજ અને કઠોળના વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે બમણાથી પણ વધુનો વધારો થયો છે. જુવાર, બાજરો, મકાઈ, ડાંગર સહિતના પાકોમાં જુન મહિનામાં આ વર્ષે 2.70 લાખ હેકટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષે સમાન ગાળામાં 1.02 લાખ હેક્ટર હતું. તેવી જ રીતે કઠોળમાં તુવેર, મગ, મઠ, અડદ તેમજ અન્ય કઠોળ મળીને કુલ 89,022 હેકટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષે આ સમયે 36,170 હેક્ટર હતું.Due to good rains, 48% of kharif crop was sown in June alone