Translate to...

સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’ ફૅમ હિમાંશુએ કહ્યું, કોરોના પોઝિટિવ પત્નીની હાલત ગંભીર બનતાં આખી રાત રડ્યો હતો

સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’ ફૅમ હિમાંશુએ કહ્યું, કોરોના પોઝિટિવ પત્નીની હાલત ગંભીર બનતાં આખી રાત રડ્યો હતો




ટીવી સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’ ફૅમ હિમાંશુ સોનીની પત્ની શીતલ સિંહનો કોરોના રિપોર્ટ થોડાં દિવસો પહેલાં પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તો શીતલની તબિયત સુધારા પર છે અને તે ઘરમાં જ છે. જોકે, હોસ્પિટલમાં એક સમય એવો પણ હતો કે શીતલની હાલત બહુ જ ગંભીર હતી. હિમાશુંએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પત્નીની તબિયતને લઈ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સિરિયલમાં હિમાંશુએ શ્રીરામનો રોલ પ્લે કર્યો હતો.

શું કહ્યું હિમાંશુએ?હિમાંશુએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફ્લાઈટ શરૂ થયા બાદ કામ અર્થે તેની પત્ની ઋષિકેશ ગઈ હતી અને અહીંયા તેને ચેપ લાગ્યો હતો. ઋષિકેશમાં AIIMSમાં શીતલને એડમિટ કરવામાં આવી હતી. જોકે, અહીંયા તેની તબિયત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ હતી.

દિલ્હીની હોસ્પિટલ લઈ ગયાવધુમાં હિમાંશુએ કહ્યું હતું કે ઋષિકેશની AIIMSમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે પૂરતી સુવિધા નથી. અહીંયાના ડોક્ટર્સે તેને એમ કહ્યું હતું કે શીતલની તબિયત ગંભીર છે અને તેઓ હાલ કંઈ પણ કહી શકવાની સ્થિતિમાં નથી. જે દિવસે ડોક્ટર્સે આ વાત કરી તે આખી રાત રડવામાં પસાર કરી હતી. એ જ રાત્રે નક્કી કર્યું કે તેઓ શીતલને દિલ્હીની બીજી હોસ્પિટલમાં એડમિટ કરશે.

હિમાંશુએ આગળ વાત કરતાં કહ્યું હતું કે આ ઉંમરે જ્યારે તેણે ડોક્ટર્સ પાસેથી પત્નીની તબિયતની વાત સાંભળી તો તે ઘણો જ ડરી ગયો હતો. તેનામાં એ શક્તિ જ નહોતી રહી કે હવે તે આગળ શું કરે. તેને એવું લાગ્યું કે તે વિચારવાની શક્તિ જ ગુમાવી બેઠો છે.

View this post on Instagram

Thank you for all your prayers blessing love & concerned showered on me & my wife, with utmost gratitude would like everyone to know she’s now back at home & still recovering which will be another 20 days. It’s been tough on her. Thanks to all the Doctors at Max Smart Delhi for their professionalism and handling her case.Only 1 advise stay safe stay home, use masks & full sanitizing process. Life is precious. This time shall pass soon - HS