Translate to...

સુરતમાં પોઝિટિવની સંખ્યા 10 હજારને પાર 10,540, કતારગામમાં સૌથી વધુ 2290 કેસ

સુરતમાં પોઝિટિવની સંખ્યા 10 હજારને પાર 10,540, કતારગામમાં સૌથી વધુ 2290 કેસ




શહેરમાં કોરોનાનો અજગરી ભરડો લાગ્યો છે. શહેરમાં કોરોનાના કેસ છેલ્લા પખવાડીયાથી 250થી 300ની વચ્ચે રહે છે. શહેરના દરેક ઝોનમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. પાલિકા તંત્ર એક ઝોનમાં કોરોનાને થોડા ઘણા અંશે કાબૂમાં કરે ત્યાં અન્ય ઝોનમાં કોરોના ફૂંફાડો મારે છે. લિંબાયત ઝોનમાં પાલિકાએ સંક્રમણ પર કાબૂ મેળવ્યો ત્યાં કતારગામ ઝોનમાં કોરોના બોમ્બ ફૂટ્યો અને આંકડો 2290 ઉપર પહોંચ્યો હતો.

હીરાના કારણે કતારગામ ઝોનમાં સંક્રમણ ફેલાયું કતારગામ ઝોનમાં હીરાના કારખાના અને રત્નકલાકારો વધુ રહે છે. જેથી કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયું હતું. કોરોનાનું એપી સેન્ટર કતારગામ ઝોન બની ગયું હતું. પાલિકાએ આ વિસ્તારમાં ધન્વંતરી રથ અને ઉકાળા વિતરણ સહિતની ફોજ કામે લગાડી દેતા સંક્રમણ કાબૂમાં આવ્યું તેમ છતાં શહેરના અન્ય ઝોન કરતાં કતારગામમાં સૌથી વધુ 2290 કેસ નોંધાયા છે.

10 દિવસમાં 2027 કેસ વધ્યા શહેરમાં છેલ્લા 10 દિવસમાં રાંદેર ઝોનમાં 440 કેસ નોંધાયા છે. શરૂઆતમાં સૌથી ઓછા કેસ નોંધાયા હતા તેવા અઠવા અને વરાછા ઝોન-બીમાં પણ છેલ્લા 10 દિવસમાં નોંધપાત્ર કેસની સંખ્યા વધી છે. અઠવામાં 348 અને વરાછા ઝોન-બીમાં 346 કેસનો વધારો થયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 235 અને વરાછા ઝોન એમાં 263 કેસનો વધારો થયો છે. કતારગામમાં કેસમાં ઘટાડો થયો હોય તેમ 252 અને એક વખતના હોટસ્પોટ બનેલા લિંબાયતમાં 10 દિવસ દરમિયાન માત્ર 148 કેસ નોંધાયા છે.

રાંદેરમાં કેસની સંખ્યા વધી શહેરમાં સૌ પ્રથમ લોકડાઉન વખતે રાંદેર ઝોનમાં કેસ વધુ જોવા મળ્યાં હતાં. જો કે પાલિકા દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન રાજ્યનું સૌ પ્રથમ જાહેર કરીને કોરોના પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી રોજના 40થી વધુ કેસ આ વિસ્તારમાંથી સામે આવી રહ્યાં છે. જેથી તંત્રની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે.

ઉધના ઝોનમાં ઓછું સંક્રમણ ઉધના ઝોન શહેરનો એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં અત્યાર સુધીમાં માત્ર 795 કેસ સામે આવ્યાં છે. બાકીના તમામ ઝોનમાં આ આંકડો એક હજારને પાર કરી ગયો છે. ઉધના ઝોનમાં મોટાભાગે પરપ્રાંતિય અને શ્રમિક વર્ગ રહે છે. મોટા ભાગના લોકો તેમના વતન જતાં રહ્યાં છે અને બાકીના શ્રમિક વર્ગના લોકોની ઈમ્યુનિટી શક્તિ સારી હોવાના કારણે સંક્રમણ ઓછું ફેલાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.







શહેરમાં કોરોના સંક્રમણ વધતાં પાલિકા તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ વધારવામાં આવ્યાં છે.