કોરોના રોગચાળાની મહામારી સામે રક્ષણ મેળવવા માટે માસ્ક ખૂબ જરૂરી છે. ત્યારે સુરતની ફેશન ડિઝાઈનર મહિલા સીમા કાલાવડિયાએ આત્મનિર્ભર બની શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે ખાદીના માસ્કની અંદર લવિંગ અને કપૂરની સુગંધનું મિશ્રણ કરીને ખાદીના સ્વદેશી માસ્ક બનાવ્યા છે.આ માસ્ક ગમે એટલી વાર વોશ કરી શકાય છે.
માસ્ક પ્રદૂષણ સામે રક્ષણ આપે છે ઇકો-ફ્રેન્ડલી અને સસ્તા ખર્ચના માસ્કના ઉત્પાદન તરફ કામ કરી રહ્યાં છે.ખાદીના કાપડમાંથી માસ્ક તૈયાર થયા બાદ લવિંગ અને કપૂરનો ઉપયોગ કરીને સ્ટીમ આપવામાંમાં આવે છે. જે ખાદીના માસ્કમાં ઔષધિય મૂલ્ય ઉમેરે છે. માસ્ક બનાવવામાં 10 મિનિટ લાગે છે. એક કારીગર દિવસમાં 100 માસ્ક બનાવી શકે છે. આ માસ્ક આયુર્વેદિક પધ્ધતિથી બનાવવામાં આવ્યા છે. જે શરીરને પ્રદૂષણ અને ગંદકી સામે રક્ષણ આપતા હોવાનું સીમાએ કહ્યું હતું.
કોરોના વોરિયરને માસ્ક અપાયા ખાદીના માસ્ક આપણા સુરતના કોરોના વોરિયર ડોકટર,પોલીસ,પાલિકાના અધિકારીઓ અને પદાધિકારી તેમજ સુરત શહેરની સામજિક સંસ્થાઓના કાર્યકરોને આપવામાં આવ્યાં હતાં.સ્વદેશી માસ્ક બનાવવાની પહેલ કરી અને લોકોને નોકરી અને રોજિંદા વેતન આપીને ખાદી વણકરને ટેકો આપ્યો હોવાનું ઉમેરતા સીમાએ કહ્યું કે,હાલના સમયમાં 15 થી 20 કર્મચારી નિયમિતપણે અમારી સાથે કાર્યરત છે.
સીમા કાલાવડીયાએ લવિંગ અને કપૂરનો ઉપયોગ કરીને બનાવેલા ખાદીના માસ્ક