સુરક્ષાકર્મી 2 કલાક સુધી વિકાસની આગળ પાછળ ફર્યા, પુછ્યૂ- જૂતા સ્ટેન્ડમાં બેગ રાખી દઉં; ઝડપાયો તો મારઝૂડ કરવા લાગ્યો

સુરક્ષાકર્મી 2 કલાક સુધી વિકાસની આગળ પાછળ ફર્યા, પુછ્યૂ- જૂતા સ્ટેન્ડમાં બેગ રાખી દઉં; ઝડપાયો તો મારઝૂડ કરવા લાગ્યો



ઉત્તરપ્રદેશના કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરવાના કેસમાં ગેંગસ્ટર વિકાસ દુબે ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપાયો છે. ગુરુવારે સવારે મંદિરની સુરક્ષા કંપનીએ શંકાસ્પદ હોવાથી ઝડપ્યો અને પોલીસને જાણ કરી. ઘટના સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, વિકાસ લગભગ સવા સાત વાગ્યે મંદિરમાં આવ્યો હતો. અહીંયા લગભગ બે કલાક સુધી આટા મારતો હતો. આ દરમિયાન તેને દર્શન કરવા માટે VIP ટિકિટ લીધી, પછી ચપ્પલ સ્ટેન્ડ પર બેગ રાખવા માટે પુછવા લાગ્યો.

મળતી માહિતી પ્રમાણે, મંદિરની બહાર એક દુકાનવાળાએ વિકાસને ઓળખી લીધો હતો.પછી તેણે સુરક્ષાકર્મીઓને પણ માહિતી આપી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ વિકાસ પર બાજનજર રાખી રહ્યા હતા. જ્યારે વિકાસને પકડીને પુછપરછ કરવામાં આવી તો તે મારઝૂડ કરવા લાગ્યો.એવામાં તેનો રૂમાલ પણ પડી ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિકાસ ઉપરાંત પોલીસે લખનઉના બે લોકોને ઝડપ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, તે વકીલ છે અને વિકાસને અહીંયા સરેન્ડર કરવા માટે લઈને આવ્યા હતા.

કહ્યું-જૂતા સ્ટેન્ડ પર રાખી દઉ?પ્રત્યક્ષદર્શી ગોપાલ સિંહના જણાવ્યા પ્રમાણે, હું પ્રસાદ વિતરણ કરવા માટે બેઠો હતો. વિકાસ ત્યાં આવ્યો અને કહ્યું કે, બેગ ક્યાં મુકું, ચપ્પલના સ્ટેન્ડ પર રાખી દઉ? મેં કહ્યું કે, અહીંયા જ રાખી દો. ત્યારપછી તે મંદિરમાં અંદર ગયો. સુરક્ષાકર્મીઓને તેની પર શક હતો. એટલા માટે તે વિકાસ પર નજર રાખી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે, આ વિકાસ દુબે હોઈ શકે છે. જ્યારે તે દર્શન કરીને આવ્યો તો તેને પુછપરછ માટે બેસાડવામાં આવ્યો. ત્યારપછી પોલીસ સ્ટેશનથી પોલીસને પણ બોલાવાઈ હતી. તેમણે પુછપરછ કરી તો વિકાસે ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યારપછી તેને ફરી પકડીને બેસાડવામાં આવ્યો. વિકાસ પાસે VIP ટિકિટ હતી.તેને પકડીને લાવ્યા તો તે પોતાને વિકાસ દુબે કહેવા લાગ્યો.

સુરક્ષાગાર્ડ લખને કહ્યું- જ્યાં સુધી વિકાસ અહીંયા હતો હું તેની પર નજર રાખી રહ્યો હતો

લગભગ બે કલાક સુધી તેની આગળ પાછળ ફરતા રહ્યાસુરક્ષા ગાર્ડ લખને જણાવ્યું કે, અમે મીડિયામાં વિકાસ દુબેનો ફોટો જોયો હતો. તેને જોઈને લાગ્યું કે, મહાકાલના દર્શન કરવા માટે આવ્યો છે. અમે તેને અંદર જવા માટે રોક્યો. ત્યારપછી સુપરવાઈઝર અને પોલીસને જાણ કરી. એ પાછળના ગેટથી બાબાના દર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમને શંકા ગઈ તો અમે લગભગ 2 કલાક સુધી તેની પર નજર રાખી હતી. આ દરમિયાન સીસીટીવીથી પણ વોચ રાખી રહ્યા હતા. એ બે ત્રણ લોકો સાથે હતો. અમે તેને એકલાને જ પકડ્યો.

ઝપાઝપી કરતા વિકાસનો રૂમાલ નીચે પડી ગયો હતો

શડહોલથી ઉજ્જૈન પહોંચવાની આશંકાવિકાસના શહડોલના બુઢારથી ઉજ્જૈન આવ્યો હોવાની આશંકા છે. મંગળવારે યુપી STFએ શહડોલથી તેને સાળા જ્ઞાનેન્દ્ર અને ભત્રીજા આદર્શને ઉઠાવ્યા હતા. વિકાસનો સાળો મંગળવારે પહેલા ત્રણ દિવસ સુધી ક્યાક ગયો હતો. તે ક્યાં ગયો હતો,તેની માહિતી હજુ પોલીસને નથી. માનવામાં આવી રહ્યું છે કે, વિકાસ ફરાર થઈને કાનપુરથી શહડોલ પહોંચ્યો હતો. ત્યારપછી પોલીસની કાર્યવાહીથી ગભરાઈને તે ઉજ્જૈન પહોંચ્યો હશે.







History Sheeter Vikas Dubey To Ujjain Mahakal Temple Eyewitness