CBIની વિશેષ કોર્ટે ગુરુવારે સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલીને સંરક્ષણ ડીલ સાથે જોડાયેલા કેસમાં 4 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે ત્યારબાદ જયાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટની સજા પર રોક લગાવી છે. જયાના બે સાથીઓને પણ આ સજા ફટકારઈ છે. તમામ બુધવારે દોષી ઠર્યા હતા. કેસ વર્ષ 2000-2001ની ડિફેન્સ ડીલ સાથે જોડાયેલો છે.
Delhi High Court suspends sentence awarded to Jaya Jaitley by trail court in a 2000-01 corruption case. She moved HC earlier today after a Delhi court sentenced her to four years in prison. https://t.co/g7d2aN4jV0
— ANI (@ANI) July 30, 2020એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો ગુરુવારે CBI કોર્ટમાં સુનાવણી દરમિયાન વિશેષ જજ વીરેન્દ્ર ભટ્ટે જયા, ગોપાલ પછેરવાલ અને મેજર નજરલ (રિટાયર્ડ) એસપી મુરુગઈને સજા ફટકારી હતી. તમામ દોષિતોને એક એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ કર્યો હતી. મુરુગઈના વકીલ વિક્રમ પવારે આ જાણકારી આપી હતી.
થર્મલ ઈમેજર્સની ખરીદી સાથે જોડાયેલો કેસ હતો જયા સહિત ત્રણ આરોપીઓને હેન્ડ હેલ્ડ થર્મલ ઈમેજર્સની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને ષડયંત્ર રચવાના કેસમાં દોષી માનવામાં આવ્યા હતા. બુધવારે આરોપીઓના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે તેમના અસિલો મોટી ઉંમરના હોવાથી ઓછામાં ઓછી સજા કરવામાં આવે. CBIએ સાત વર્ષની સજાની માંગ કરી હતી. આ કેસમાં 2006માં ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
જયા જેટલી કોણ છે? જયા જેટલી સમતા પાર્ટીની અધ્યક્ષ રહી ચૂકી છે. તેને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાંડિઝના નજીક માનવમાં આવે છે. આ કેસ સામે આવ્યા પછી જ્યોર્જે અટલ બિહારી વાજપેયી સરકારમાં સંરક્ષણ મંત્રીના પદેથી રાજીનામુ આપવું પડ્યુ હતું.
તસવીર સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલીની છે.