Translate to...

સિરક્રિક કઈ રીતે બની રહ્યું છે અનેક કારણોસર સંવેદનશીલ? પાકિસ્તાને અનધિકૃત નકશામાં પોતાનું દર્શાવી વિવાદ પણ છેડ્યો

સિરક્રિક કઈ રીતે બની રહ્યું છે અનેક કારણોસર સંવેદનશીલ? પાકિસ્તાને અનધિકૃત નકશામાં પોતાનું દર્શાવી વિવાદ પણ છેડ્યો
ગુજરાતનું કચ્છએ પાકિસ્તાન સાથે આંતરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો સરહદી જિલ્લો છે. આ સ્થળે અગાઉ એક વાર બંન્ને દેશો વચ્ચે ઘર્ષણ થઈ પણ ચુક્યું છે. ત્યારે ગત બેથી ત્રણ વર્ષોમાં સામે આવતી ઘટનાઓ સિરક્રિક વિસ્તારને વધુ સંવેદનશીલ બની રહ્યું હોવાનું દર્શાવે છે. ચરસ, ડ્રગ્સ જેવા જથ્થાને ભારતમાં સમ્રુદ્ર માર્ગે ઘુસાડવાના અઢળક પ્રયાસોને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નાકામ કરી દીધા છે. પરંતુ બોર્ડરની પેલી પાર સતત થઈ રહેલી ગતિવિધિ ચિંતાનો વિષય બની રહી છે. તાજેતરમાં પાકિસ્તાને જાહેર કરેલા વિવાદાસ્પદ અને અનધિકૃત રાજનૈતિક નક્શામાં જમ્મુ કાશ્મીર, ગુજરાતના જૂનાગઢ અને માણાવદર સાથે કચ્છના સિરક્રિકનો કેટલોક ભાગ પણ પોતાનામાં દર્શાવીને વિવાદનો મધપુડો પણ છેડ્યો છે.

બોર્ડર સિલિંગને પગલે કચ્છના સમુદ્ર માર્ગ ડ્રગ્સ અને ચરસ ઘુસાડવા પ્રયાસ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડ્રગ્સનો કારોબાર ત્રણથી ચાર સ્તરે સપ્લાયની ચેઈન થકી ધમધમી રહ્યો હતો. સુત્રોના દાવા અનુસાર તેમાં ટ્રેડમાં છુપાઈને આવતો જથ્થો, બંન્ને દેશો વચ્ચેની બોર્ડરમાં ચોરી છુપીથી ફેંકાઈને કે અન્ય માધ્યમોથી આપ લે કરાતી હતી. પરંતુ ગત ત્રણ વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર પર સિલિંગનું કામ પૂર્ણ કરાયું છે તો પુલવામા હુમલા બાદ વણસેલા સબંધોના કારણે ભારતે ટ્રેડ પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેતા તેના થકી ચોરી છુપીથી જતો જથ્થો પણ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ડ્રગ્સને ભારતમાં ઘૂસાડવા માટે નવા રૂટની જરૂરિયાત ઊભી થઈ અને પાકિસ્તાનના એકમાત્ર દરિયાઈ સીમા કરાંચી પાસેથી કચ્છ નજીક પડતું હોવાથી આ સમુદ્ર માર્ગનો પ્રયોગ ગત ત્રણ વર્ષોથી સક્રિય કરવા માટે કરાઈ રહ્યો છે. પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતા થકી તેમના મહતમ પ્રયાસો નાકામ સાબિત થઈ રહ્યા છે.

કચ્છથી રાજસ્થાન સુધીની સરહદ પર પાકિસ્તાન સક્રિય એટલે BSF હાઈ એલર્ટ છે દેશ કોરોના કાળ વચ્ચે સ્વતંત્રતા પર્વની ઉજવણી માટેની તૈયારીઓમાં લાગેલું છે ત્યારે રાજસ્થાનથી કચ્છ સુધીની બોર્ડરમાં પેલે પાર પાકિસ્તાની ગતિવિધિ પણ તેજ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. 7 ઓગસ્ટ, 2020ના અડધી રાત્રે બોર્ડર પર પાકિસ્તાન તરફથી એક શખસ આવી રહ્યો હોવાનું બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ જોયું હતું, જેને રોકવાના પ્રયાસો કરાતા તે તારથી બીજી તરફ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો અને સીમા સુરક્ષા દળના જવાનોએ ફાયરિંગ કરી તો આસપાસ ઉગેલી ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. જ્યારે તપાસ કરી તો તે ત્યાં મૃત હાલતમાં પડેલો મળી આવ્યો હતો. પાકિસ્તાન તરફથી ઘૂષણખોરીને ભારતના જવાનોએ નાકામ કરી દીધી હતી પરંતુ BSFના સત્તાવાર સુત્રોએ પાકિસ્તાન તરફ હલચલ જોઇ હતી. ઘટનાઓને ધ્યાનમાં રાખીને BSF હાઈ એલર્ટ પર છે.

કચ્છમાં ઉતરેલા ડ્રગ્સને પંજાબ મોકલાતો હોવાની લિંક મળી હેરોઈન ડ્રગ્સના જથ્થાને પાકિસ્તાનથી ભારતમાં કચ્છના દરીયાકાંઠેથી ઘુસાડવાના કારસાઓને તાજેતરમાં સુરક્ષા એજન્સીઓએ નાકામ કર્યા છે. પરંતુ જે અગાઉ થઈ ચુક્યા છે, તેના તાર પણ ખુલવા માંડ્યા છે. તે દિશામાં પંજાબ અને ગુજરાતની એન્ટિ ટેરિરિસ્ટ સ્કવોર્ડ (ATS) સહિતની સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનોને પાર પાડી રહી છે. કચ્છના માંડવીમાં અગાઉ ઉતરી ગયેલો 300 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો અલગ-અલગ સ્થળોએ સપ્લાય અને વેચવાના કારસામાં કચ્છમાં તાજેતરમાં જ ATSની ટીમે ધોંસ બોલાવીને ત્રણ શખસોને દબોચી લીધા હતા. ત્યારે આ જથ્થાને અમ્રુતસર સુધી ટ્રકમાં નખાવીને પહોંચતો કરનાર ડ્રાઈવરે થોડા સમય પહેલા જ ટ્રક ચલાવવાનું શરૂ કર્યુ હોવાનું નિવેદન આપ્યા બાદ તપાસનીસ એજન્સીઓએ જવા દીધો હતો. જ્યારે કે તેના ગાંધીધામ સ્થિત ટ્રક માલિક ઈંદ્રેશ કુમારને પકડવા માટે ટીમે ગાંધીધામ આવીને તેની અટકાયત કરી હતી.

જખૌ ડ્રગ્સ રેકેટના કચ્છથી કરાંચી સુધીના તાર ખુલ્યા છે 21મે, 2019ના કચ્છના જખૌ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાન તરફથી આવતી એક બોટને કોસ્ટગાર્ડએ ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઝડપી પાડી હતી. જેમાં હેરોઈન ડ્રગ્સ ભરેલા 330 પેકેટ, 1650 કરોડ કિંમતના હતા. આ આખાય પ્રકરણમાં ત્રણથી વધારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ એક સાથે કામ કરીને બોટ પર સવાર છ પાકિસ્તાનીઓને પકડ્યા હતા. છ મહિના સુધી બારીકાઈપૂર્વક ચાલેલી તપાસ અને પુછપરછમાં 24 પાકિસ્તાની અને 1 ઓખાના વ્યક્તિનું આ આખાય ષડયંત્રમાં સામેલગીરી બહાર આવતા તે તમામ સામે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એજન્સી (DRI)એ ન માત્ર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) પણ કસ્ટમ એક્ટ તળે પણ ગુન્હો નોંધીને કાયદાનો ગાળિયો વધુ ભીંસ્યો હતો. સતત આગળ વધતી તપાસમાં કરાંચીમાં બેઠેલા ચાર કિંગપિનના નામ પણ ખુલતા ચકચાર મચી હતી. દરમિયાન હવે કેસની સંવેદનશીલતા ત્યારે વધી જવા પામી જ્યારે ડ્રગ્સનો જથ્થાના મુળિયા સુધી તપાસનો દાયરો ફેલાયો, જેમાં બહાર આવ્યું હતું કે, ડ્રગ્સનો જથ્થો માત્ર વેપાર કે નફા માટે નહીં પરંતુ અલગ ઉપયોગથી પણ કરાયો હોઇ શકે છે. જે ઈશારો આતંકી ગતિવિધિના ફંડિંગ તરફ છે.How is Sir Creek becoming sensitive? Pakistan also sparked controversy by showing itself on an unofficial map