Translate to...

સ્માર્ટવોચ સ્વાસ્થ્ય માટે મોટું જોખમ, હેકર્સ સ્માર્ટવોચ હેક કરીને યુઝર્સને ફેક રિમાઈન્ડર્સ આપી રહ્યા છે

સ્માર્ટવોચ સ્વાસ્થ્ય માટે મોટું જોખમ, હેકર્સ સ્માર્ટવોચ હેક કરીને યુઝર્સને ફેક રિમાઈન્ડર્સ આપી રહ્યા છે




સ્વાસ્થ્ય માટે વધુ સજાગ રહેવા માટે અને પિલ્સ અર્થાત દવાના રિમાઈન્ડર માટે સ્માર્ટવોચનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને ડિમેન્શિયા (ભૂલી જવાની એક બીમારી)ના લોકો માટે તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ આ સ્માર્ટવોચ તમને ફેક અલર્ટ આપીને તમારા સ્વાસ્થ્ય માટે જોખમ સાબિત થાય તો! બ્રિટનની સિક્યોરિટી ફર્મ પેન સ્ટેટે સ્માર્ટવોચ હેક થયા હોવાનો રિપોર્ટ ઉજાગર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ફેક પિલ્સ અલર્ટની ખામી એક ચાઈનીઝ કંપનીની સ્માર્ટવોચમાં જોવા મળી છે. જોકે, કંપનીએ આ ખામીને દૂર કરી છે.

આ પ્રકારની સ્માર્ટવોચ માટેની જોડાયેલી એપને 1 કરોડથી વધારે વખત ડાઉનલોડકરવામાં આવી છે. જોકે ખામી દૂર કર્યા પહેલાં યુઝર્સે તેનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કર્યો તેની માહિતી મળવી મુશ્કેલ છે.

હેકર્સ યઝર્સનો ડેટા ચોરી કરી શકે છે

આ ફેલ પિલ્સ અલર્ટની ખામી SETracker નામની સિસ્ટમમાં જોવા મળી હતી. તેનો ઉપયોગ વિવિધ સ્માર્ટવોચ મેકર કરે છે. પેન સ્ટેટના પાર્ટનર તેન મુનરોના જણાવ્યા અનુસાર, હેકર્સ સ્માર્ટવોચને હેક કરી યુઝર્સની વાતો સાંભળી શકે છે અને તેનો પર્સનલ ડેટા ચોરી કરી શકે છે. તેમાં ફેક પિલ્સ અલર્ટ પણ સામેલ છે.

ડિમેન્શિયાથી પીડિત લોકો માટે સ્માર્ટવોચ અલર્ટ આપે છેપિલ્સ અલર્ટ આપતી સ્માર્ટવોચ ડિમેન્શિયાથી પીડિત લોકોને નિયમિત સમયે દવા લેવા માટે અલર્ટ આપે છે. હેકર્સના ફેક પિલ્સ અલર્ટ આપતા દર્દીઓ દવાનો ઓવરડોઝ લેતા તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાઈ શકે છે.

પિલ્સ નોટિફિકેશનની ખામીને દૂર કરાઈ

પિલ્સ નોટિફિકેશનમાં વ્યક્તિની સારસંભાળ રાખનાર યુઝર્સ અન્ય જગ્યાએથી નોટિફિકેશન આપી શકે છે. સંશોધકો અનુસાર, તેમાં જ ખામી જોવા મળી છે. હેકર્સ સરળતાથી ગમે તેટલી વાર ફેક પિલ્સ અલર્ટ આપી શકે છે. જોકે ડિમેન્શિયા પીડિત વ્યક્તિને તે યાદ રહેતું નથી કે તેણે કેટલી વખત દવાઓ લીધી છે. જોકે આ ખામી ઉજારગ થતાં જ ચાઈનીઝ ટેક કંપનીએ તેને દૂર કરી છે અને સિસ્ટમ અપડેટ કરી છે.





પ્રતીકાત્મક ફોટો