સૌમ્યા ટંડનનું 15 દિવસ પછી ‘ભાબીજી ઘર પર હૈ’ના સેટ પર કમબેક, શેફાલી જરિવાલાએ રિપ્લેસ કરી હોવાના સમાચાર અફવા છે




ટીવી પર પોપ્યુલર કોમેડી શો ‘ભાબીજી ઘર પર હૈ’ના નવા એપિસોડનું બીજી વખત ટેલિકાસ્ટ શરુ થઈ ગયું છે. સેટ પર કોરોના પોઝિટિવ વ્યક્તિ મળ્યા પછી શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી અનીતાનો રોલ પ્લે કરતી સૌમ્યા ટંડન શોમાં પરત આવી નહોતી. આ દરમિયાન એવી ચર્ચાઓ થતી હતી કે સૌમ્યાએ હંમેશાં માટે શો છોડી દીધો છે અને બિગ બોસ 13 ફેમ શેફાલી જરિવાલાએ તેની જગ્યા લીધી છે. આ વાતને અફવા કહીને સૌમ્યાએ 15 દિવસ પછી શોમાં કમબેક કર્યું છે. તેણે સોશિયલ મીડિયામાં અમુક ફોટોઝ પણ શેર કર્યા છે.

થોડા દિવસ પહેલાં સૌમ્યા ટંડનના હેર ડ્રેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સૌમ્યા પોતાના ઘરે સેલ્ફ આઈસોલેટ થઇ ગઈ હતી. તેની જગ્યા શેફાલીએ લઇ લીધી છે.આ વાતને શોની પ્રોડ્યુસર બિનાફર કોહલીએ ખોટી કહી હતી.

View this post on Instagram

Clicked this picture earlier never posted because there is wire over my head which bothered me (it’s funny