Translate to...

સ્મશાન ભૂમિમાં મૃત્યુના આંકડા લેવા જતાં પત્રકારોને રોકવા માટે પાલિકાએ બંદોબસ્ત ગોઠવ્યો

સ્મશાન ભૂમિમાં મૃત્યુના આંકડા લેવા જતાં પત્રકારોને રોકવા માટે પાલિકાએ બંદોબસ્ત ગોઠવ્યો




શહેરમાં કોરોના સંક્રમણને લઈને રોજે રોજ મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મૃતકોના આંકડા પાલિકા દ્વારા છુપાવવામાં આવતા હોવાથી પત્રકારો સીધા સ્મશાન ભૂમિમાંથી આંકડા મેળવતાં હોય છે. જો કે, પત્રકારોને અટકાવવા માટે પાલિકા દ્વારા સ્મશાનભૂમિના ગેટ પર 3 જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. આ જવાનો પત્રકારોને અંદર જતા અટકાવતાં હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા અશ્વિનીકુમાર અને જ્હાંગીરપુરા સ્મશાનભૂમિ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા મૃતકોના લિસ્ટ બે વાર જાહેર કરાય છેપાલિકા દ્વારા સાત વાગ્યા આસપાસ એક યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં ચારથી છ મૃતકોની યાદી એકંદરે જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ 10 વાગ્યા આસપાસ બીજી યાદી મૃતકોની જાહેર કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ છ દિવસથી એકંદરે 8થી 10 જેટલા મૃતકોની યાદી જાહેર કરાય છે. પાલિકા દ્વારા મૃતકોના આંકડા બે કલાકના અંતરે જાહેર કરવા મુદ્દે પણ અગાઉ સવાલો ઉઠ્યાં છે ત્યારે હવે સ્મશાનભૂમિમાં પત્રકારોને અટકાવવા મુદ્દે પાલિકા દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના સવાલો ઉભા થયા છે.







સ્મશાન બહાર પાલિકા દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.