શહેરમાં આગામી સોમવારથી સ્વનિર્ભર શાળાઓ ફરી એકવાર ઓનલાઇન શિક્ષણ ચાલુ કરશે તેવો શાળા સંચાલક મંડળે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ફી મુદ્દે બહાર પાડેલી પિટીશનનો હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી. પરંતુ ખાનગી શાળાઓએ ચુકાદાઓ પહેલા જ ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાની તૈયારી બતાવી છે.
વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે નિર્ણય ત્યારે આ મામલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી ફોન કોલ્સ, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અમને શિક્ષણ શરૂ કરવા માટે રિક્વેસ્ટ આવી છે. તેથી અમે નાના બાળકોનું શિક્ષણ બગડે નહીં અને તેઓ વધારે સમય સુધી ન ભણવાથી શિક્ષણથી વિમુખ ના થાય તે માટે તજજ્ઞો સાથે ચર્ચા કરી ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે.’ વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વહીવટી રીતે ગુજરાતની તમામ શાળાઓ બંધ રહેશે, માત્ર ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવામાં આવશે. આમ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો સરકાર સામેનો વિરોધ યથાવત્ જ છે.
ફાઇલ તસવીર